________________
માણસે શું છે અને માણસ ધર્મ શું છે?
૨૫૧ સભ્ય વિધાર્થી તરીકે હી ભર્યું અને માન ભર્યું જીવન–આ કુદરતની નિશાળમાં પુરૂ કરતા જણાય છે.
પિતાની ઉન્નતિને નહિ સમજી શકનારાં બાળ પ્રાણીઓ કે જેઓ વક્ર અને નીચ ગતિને અખત્યાર કરનારાં છે તેઓ આ કુદરતની નિશાળમાં સતત ઉધમ અને પરિશ્રમ વેઠીને વીર પુરૂષની પડે ઉન્નતિના માર્ગને અખત્યાર કરવાને અશક્ત અને નાદાન છે. તે પ્રાણુઓ એ કે વનસ્પતિ આહારને માટે સરજાયેલાં હોય તેટલી ઉન્નતિ પામ્યાં છે છતાં માંસાહાર કુટુંબમાં જન્મના કારણસર તેમના સંસર્ગ દોષે તેઓ પણ ઉન્નતિ માર્ગના અજાણ્યા રહેવામાં આનંદી હોય છે, કદાચ તેમને ઉન્નતિના માર્ગ ઉપર ચઢવાને માર્ગ બતાવવામાં આવે તે તેઓને હીલા નિશાળીઆની જેમ દુરાગ્રહ ભરેલી હઠ કરે છે અને વક્ર કે નીચો માર્ગ પસંદ કરે છે.
પ્રાચીન ઇતિહાસ વાંચનારાઓની જાણમાં છે કે –આ દુનિયા પર એવાં પણ રાજપ કોઈ કોઈ સ્થળે થઈ ગયાં છે કે તેઓ પિતાના રાજયમાં માંસાહારને સંત નજરથી જોતા હતા અને માંસાહાર બંધ પાડવા માટે કાયદાના બળથી સઘળાં કતલખાના બંધ પાડવામાં આવતાં હતાં, એટલું જ નહિ પણ કોઈ જાતની જીવ હિંસા થાય તેવા પ્રકારનો “અમર પડદ” એટલે સર્વ પ્રાણીને અભય વચન ડાક વખતના માટે પણ આપવામાં માન સમજતા હતા. અને જે રાજય અભયદાન આપવાના દીર્ધકાળનાં પ્રસંગોને અહેભાગ્ય માનવું હતું તેને જ સાર્વભોમ અથવા ચક્રવર્તિ રાજ્ય એ નામથી તેમના તરફ ઘણું જ માન ભરી પૂજય લાગણી પ્રજા વર્ગની કાયમ થતી હતી.
શા કારણથી માંસાહારની બદી જગતમાં પ્રસરી તેનું કારણ તપાસતાં ઘણું કારણે નજરે આવે છે.
કોઈ પણ પ્રાણીની અંદગી-જીવન નાશ કર્યા વિના માંસ મળી શકે નહિ.
આપણા જીવનને સવારમાંથી બપોર સુધી ક્ષણીક વખિ આપી ટકાવી રાખવા માટે એકાદ બીજા પ્રાણીના જીવનને સદંતરના માટે નાશ કરે -એ શું સ્વાર્થીપણું નથી ? કોઈને જીવનનો નાશ કર્યા છતાં પણ બપોર થયા કે સાંજે તે પાછા ભુખ્યા થવાય એટલે ફરીથી બીજા જીવનને નારા કરવો તે કઈ રીતે ન્યાયીપણું કહેવાય ? એકાદ વખતના ક્ષણીક ભજનની તપ્તિ માટે કોઈને મરણનું દુઃખ આપવું તે શું હેટામાં હોટે ગુન્હા નથી ? જ,
કોઈ પ્રાણ પિતાના એકાદ વખતના આહારના માટે આપણા એકાદ દીકરાનો વધ કરી પિતાને આહાર કરે, પછી બીજા ટંકના ખોરાક માટે આપણું બીજા દીકરાનો વધ કરે તે શું આ રીતે આપણે પસંદ કરશે ? નહિ જ.
વીરત્વ અને ગાંભીર્યમાં ઉદ્ધતાઈ અને સિતમગીરી હેય નહિ.
બીજાં પ્રાણુઓને દુઃખ આપવાની ઉદ્ધતાઈ અને સિતમગીરી જ્યાં જણાતી હોય ત્યાં વીરવ કે ગાંભીર્ય ગણાતું જ નથી.
વીરત્વ, અને ગાંભીર્યને દયાનો શણગાર હોય તે જ તે ગુણ શોભા આપે છે. દયા વિનાનું વીરત્વ તે ખરું વીરત્વ નથી પણ તે નિર્દયત્વ છે. દયા વિનાનું ગાંભીર્ય તે ખરું ગાંભીર્ય નથી પણ તે બાયલાપણું છે.