Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ સુવિચાર રન રાશી. ૨૩૫ હજારો મનુષ્યોના અંતઃકરણનો દુઃખમય અંધકાર ટાળવો અને સુખના માર્ગમાં તેમને પુરી દેવા, એના જેવું ઉત્તમ બીજુ કયું સરળ અને સુગમ સત્કર્મ તમને જણાય છે? આવું સત્કર્મ કેવા અનવધિ કુળને ઉપજાવનારૂ હેવું જોઈએ.” આવું સરકર્મ કરવામાં શું દ્રવ્યની કે એવાજ કઈ અમથી મળનાર સાધનની અગત્ય છે? ના એવા કોઈ સાધનની અગત્ય નથી. સુખનીજ જ્યાં ત્યાં વાત કરો અને તમને સ્પષ્ટ થશે કે આવું સત્કર્મ તમે નિજ વિના મુદ્દે કરી શકશે ? કલેશ, કંકાસ, વિપત્તિ કે અવ્યવસ્થાના ભરસમુદ્રમાં તમે બેઠા છે તે પણ સુખનીજ વાત કરશે જેથી કલેશ કંકાસ વિગેરે અલ્પ સમયમાં જ નિવૃત્ત થઈ જશે. દુઃખના વિષયની વાત બદલીને સુખના વિષયની વાતે કાઢવી એ કામ કંઈ અઘરું નથી. કેઈએ પ્રથમ આગેવાની કરવી જોઈએ. તરતજ દુઃખની વાત બંધ પડી જઈને સુખની વાતો ચાલવા માંડશે. સારી વાત ચાલતી હોય છે, એટલામાં કોઈ ભૂતની વાત કાઢે છે, તે તુર્તજ સારી વાતો બંધ પડી ભુતની વાતે ચાલવા માંડેલી શું તમે નથી અનુભવી? દુઃખની વાત બંધ પાડીને સુખની વાતોનો પ્રસાર પણ એવી જ રીતે કરી શકાય છે. જેમાં જાઓ ત્યાં સુખની વાતો કાઢવાની આગેવાની કરવાનું કદી પણ સુકો ને. કણ દહાડા આવ્યા છે, વરસ વરસને ખાતું આવે છે, ધંધા રોજગારમાં રસકસ નથી વિગેરે વાત જ્યારે નવરા બેઠા હોય ત્યારે કરી વાતાવરણને નિમાલ્ય ને શોકમય ન કરો પણ અભ્યદયની અર્થાત ચઢતીના જ દિવસોની વાતો કરે. વરસ વરસને ખાતુ આવતું હેય ને ધંધા રોજગારમાં રસકસ ન રહ્યા હોય તે મનુષ્ય પોતે જ પોતાના પ્રયત્નથી તેવી સ્થિતી ટાળવાને પ્રયત્ન કરવો જોઈએ. ભવિષ્યમાં સારા દિવસ આવશે. એવી શ્રદ્ધા જે મનુષ્યમાં પ્રકટે છે તે સારા દિવસો આવવાના તે વિચાર કરે છે, તથા તેવા દિવસો માટે તે પ્રયત્નો પણ કરે છે. શ્રદ્ધાથીજ તેના મનમાં આશાના અંકુર ફુટે છે અને તેના પ્રયનને વેગ મળે છે, અને આવી શ્રદ્ધા સારા દિવસો આવવાની, મનુષ્ય આગળ વાતે કરવાથી જ પ્રગટે છે. આ વર્ષે વૃષ્ટિ ઘણીજ સારી થશે, એવું તેને કહેવાથી તે કે ઉત્સાહમાં આવી જય છે? અને પ્રસન્નતાથી તે ખેતી કરવાનાં સર્વ સાધન એકઠાં કરે છે. એથી ઉલટું વરસાદ નહિ આવવાની વાત તેમના હાથ પગ ભાગી નાખે છે, અને તેના વિચારનું વાતાવરણ ચિંતામય કરી મુકે છે. દુઃખનાં કારણો એકત્ર થઈને જેટલાં દુખે ઉત્પન્ન કરે છે, તેના કરતાં દુઃખને ભય વધારે દુઃખને ઉપાવે છે અને અમ્યુદયની વાતો કરવાથી દુઃખને ભય દૂર કરી શકાય છે આરોગ્યની જ વાતો જ્યાં ત્યાં કરો. ગામની હવા બગડી છે, હવે પ્લેગ, કોલેરા, તાવ, ચાલશે અને હવે ઢીકણું થશે ને રમકડું થશે–એવી એવી વાત ન કરતાં આરોગ્યની વાતો કરે. એ આરોગ્યનું સર્વોત્તમ ઔષધ છે. બીજા કારણેથી જેટલા વ્યાધી પ્રસરે છે તેના કરતાં મંદવાડની વાતોથી વધારે પ્રસરે છે. લેકો જ્યારે મદવાડની વાત કરતા અને મંદવાડનું ચિન્તવન કરતા બંધ પડી જશે ત્યારે તેમને મદવાડ આવતે પણ બંધ પડી જશે. આરોગ્યની જ વાત કરો અને આરોગ્યનું જ ચિન્તવન કરે તે તમે સ્થિર આરોગ્યને અનુભવ કરશોજ.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66