________________
બુદ્ધિ પ્રા.
પં
મનુષ્ય તરફ મારા હાથ કાંઇ સારૂં કામ થવા પામ્યું હશે તે મારું અંતકરણ બોલી ઉઠશે કે મારા આજના જીવતરથી જગત જરા વધારે સારી સ્થિતિમાં આવ્યું છે.
અહા ! જે મનુષ્ય દરરોજ રાત્રે સૂતી વેળા આ પ્રમાણે ખરા અંત:કરણથી કહી શકે તે કેવો ભાગ્યશાળી નર હો જે એ ? તેવા ખરા ધર્મક પુરુષને આ લેખકના નમસ્કાર હો !
આપણા દરરેજના વનવ્યવહારમાં શું આપણે આ બોધ પ્રમાણે ન ચાલી શકીએ? જો આપણે એકવાર ખરી રીતે સમજીએ કે ખરો આનંદ પરમાર્થમાં રહેલો છે, અને તેની સાથે પ્રેમ પણ જાણીએ કે વ્યવહારનું દરેક કામ ધર્મમય થવું જોઈએ, તે પછી આ પ્રમાણે વર્તવું એ કામ કઠીન નથી.
એક મનુષ્ય ભૂલો પડ્યો છે, તે શોધે છે એવામાં તમે તેને મળે છે. તમે તમારે રસ્તે જતા હે, પણ તે ભૂલા પડેલા મુસાફરને તેના માર્ગ પર મૂકવાને તમે છે તગલાં વળેછે. આ શું ધર્મ નથી ?
એક નિરાધાર બાળક રસ્તામાં રખડતું પડયું છે, તેને જેવાને સેંકડે મનુષ્ય એકઠાં થાય છે, ડીવાર ઉભા રહી પોતપોતાને કામે તે સઘળા ચાલ્યા જાય છે. એવામાં તમે આવો છે, તે બાળકને ઉપાડી અથવા ઉપડાવી અનાથાશ્રમમાં લઈ જાઓ છે, અને તેની યોગ્ય બરદાસ કરવાનું તેના ઉપરીને સૂચવીને પાછા ફરો છો-આ શું “ધર્મ ન કહેવાય છે?
તમે તમારા ત્રણ મિત્રો સાથે એક ગાડીમાં બેસી પરગામ જાઓ છે. એવામાં રસ્તામાં કેઈક સ્થળે બહુ જ રેત આવે છે. બળદે મહા મુશીબતે પણ ચાલી શકતા નથી. બિચારે હાંકનારે હેઠે ઉતરી ગાડી ચલાવે છે, પણ તે ચાલતી નથી. તમે તરત જ હેઠે ઉતરી પડે છે, અને તે બિચારા બળદની દયા ખાતર તમારા મિત્રોને પણ હેઠળ ઉતરવા સૂએ છ– આ વ્યવહારિક કામ શું ધર્મમય ન ગણાય છે ?
એક વિદ્યાથીને ચોપડીઓની જરૂર છે, તેની પાસે પૈસા નથી. એવામાં તમે તેને મળી જાઓ છે; તમારી પાસે તેને જેની જુની પડી છે, તમે તે તમારી નકામી પડેલી ચોપડીઓ બંધાવી તેને ભણવા જેવી કરી આપે છે અથવા તે નવી ખરીદ કરી આપ-આ પણ "ધર્મ' છે.
તમે ગમે તેવા ધંધામાં છે, અથવા ગમે તેવા વ્યાપારમાં છે, દરેક સ્થળે જો તમે જરા આંખ ઉઘાડી જોશે તે તમને આવાં પરમાર્થનાં કામ જડી આવશે. અને આવાં કામ કરવાની જો તમને ટેવ પડશે તે તમારા બધા વ્યવહાર પરમાર્થ જ થઈ જશે. સુતાં, ઉઠતાં, બેસતાં, જાગતાં તેમજ ઉંઘતાં તમારું જીવન ચારે બાજુએ આનંદનાં કી ફેલાવશે. કુદરતી એવો નિયમ છે કે જે મનુષ્ય પોતાને મળેલા ચેડા પણ સંજોગેનો સદુપયોગ કરે છે તે મનુષ્યને તેવાં તેવાં જ કામ કરવાની વધારે તકે આપે આપ મળી આવે છે. તમે કહેશો કે હું શું કરી શકે છે પણ તમે નહિ કરે ત્યારે કરશે કે