Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ સુવર્ણરજ, સુખ દુખ એ સણનું નહીં પણ ડહાપણનું પરિણામ છે. દરેક જાતના સુખ દુઃખની ઉપર ધ્યાન આપવું યોગ્ય નથી. જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે મનુષ્ય દિલગિર થઈને બેસી રહેવા કરતાં બહેત્તર છે તેને દૂર કરવા માટેના ઉપાયો શોધી કાઢવામાં કટબહ થવું કારણ કે થયેલી દિલગિરી અને નાઉમેદી દુઃખ દૂર કરી શકતી નથી. કેટલેક અંશે માની લઈએ કે ગરીબાઈ એ (કેટલેક અંશે ) દુઃખ તે છે, પરંતુ સારા માણસે–જેઓએ પિતાની જાહોજલાલીના સુખદ સમયે અનેક વૈભવોના સ્વાદ ચાખેલા છે, તેની ઉપર આવેલું દુઃખ જબરદસ્ત ઉપાધિ રૂપ થઇ પડે છે, તેમ છતાં પણુ એ દુઃખમાં વળેલા હાડકાથી તેઓ જેટલા સુખી થાય છે તેટલા સુખ અને હાલના દુઃખને યાદ કરે છે તેઓ સુખી થતા નથી. દુઃખના સામું ન જેવાથી તેની સાથે લડવાથી સધળું દુઃખ ભૂલી જવાય છે. તેજ દુઃખ ભવિષ્યમાં આવનારા સુખ માટે તૈયાર કરે છે. સમયની બલીહારી છે. ભાગ્યની ગતિ વિચિત્ર છે. માનવ ! તારી ઉપર શું શું વિતવાનું છે, તેથી તું અજાણ છે. એક વિદ્વાન તત્વચિંતકે કહ્યું છે કે – જે સમયે મનુષ્ય પોતે સુખી થવા માટે પોતાનું ભવિષ્યનું છાબડું બરાબર લાવીને સરખી રીતે–મહાન પ્રવાસે કરીસૃષ્ટિની સપાટી ઉપર ગોઠવે છે ત્યારે દુખ-દુર્ભાગ્યનાં ઝાપટાં એકાએક આવી તેમાં એક તણખલું નાંખી દઈ તે બિચારાની સઘળી ગણત્રીઓને ગેટો વાળી દે છે. મનમાં રહેલા મને ઉર ઉદધિમાં ઉત્પન્ન થઈ–પાછા પાણુના પરપોટાની જેમ પેદા થઈ પાછા તેમને તેમાં વિલય થઈ જાય છે. વળી જે ભાગમાંથી વાયુ આવવાની બિલકુલ ધાસ્તી નથી હોતી તથા જાપાં આગળ આકાશ વાદળાં વિનાનું સ્વચ્છ હોય છે, તેજ ભાગમથિી કુદરતી રીતે આકસ્મિક રીતીબે તે વાયુ આવવા માંડે છે. વાંચકો ! સારી રીતે સ્મરણમાં રાખો ! તમારા હદયપટની ઉપર આલેખી રાખે ! કે દરિદ્રતા–અને મુશ્કેલીઓ એક મહાન રાક્ષસ સમાન છે. જે માણસ તેનાથી ડરી જઇ-- તેનાથી નાસતો ફરે છે. ફાંફા મારે છે તેની જ તે મુલાકાત લઈ દતિયા કરી કરાવવા માંડ છે પરંતુ જેઓ તેનાથી બિલકુલ નહીં ડરી જતાં સહનશીલતા અને ક્ષમાના ભવ્ય મેદાન માં ઉદ્યોગની પ્રબળ હાલ અને હિમ્મત હૈની તલવાર લઈ સજ્જ થઇ લડવાને માટે તૈયાર રહે છે તેનાથી જ તે નાસ ફરે છે. નેકી–નીતિના પુલને ખીલવા માટે કોઈ પણ મોસમ અનુકુળ હોય છે. પછી તે ગરમી હોય અથવા ઠંડી હોય કે વષો ય ? ગ્રીષ્મઋતુને પ્રચંડ તાપ અને શાશરની સંખમાં સખ્ત ઠંડી-ઠાર હોય તેમ છતાં તે સદાકાળ લીલુંછમ અને ખીલેલું તથા સર્વ તાજગી ભરેલું હોય છે. તેને ઉછેરનાર પુરૂષ (બાળક છે કે દ્ધ હા–ધનવાન હો કે ગરીબ હે ગમે તે છે તેનેઆબરૂવખાણ-અને ભવિષ્યમાં સદ્ગતિનું અત્તમ ઇનામ મળે છે.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35