Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ બુદ્ધિ પ્રભા. આ હરાવ ગિનિષ્ઠ મુનિશ્રી બુદ્ધિસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે જેને માટે એક જૈન ગુરૂકુળની જરૂર છે. તેમાં જૈન ધાર્મિક તથા વ્યાવહારિક જ્ઞાન આપી વિદ્યાર્થી એને બ્રહ્મચર્ય પળાવવામાં આવે તે જૈન શાસનની ઉન્નત્તિનું એક અંગભૂત સાધન થઈ પડે. આર્ય સમાજીઓએ હરદ્વાર વગેરે સ્થળોએ ગુરૂકુળ સ્થાય છે. આ મુંબઈ ઇલાકામાં પણ નાશીક આગળ ગુરૂકુળ રાખ્યું છે. મુસલમાનોએ પણ અલીગઢ કોલેજ સ્થાપી છે. જૈન ગુરૂકુળ કાઢવાથી વિદ્યાર્થીઓમાં ગુણુ વૃદ્ધિ અને આચાર વૃદ્ધિ ઉંચ પ્રકારની થશે, તેથી તેઓ જૈન શાસનના રક્ષણ માટે પોતાથી બનતું કરશે, માટે મનાવી અને કાઈક વિર્ય માટે ગુરૂકુળ સ્થાપવું જોઈએ અને ત્યાં કામમાં કમ વીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને બ્રહ્મચર્ય પળાવવું જોઇએ જેથી વિદ્યાર્થિઓ જૈન ધાર્મિક ઈંગ્રેજી, સંરકૃતિ, કળા, વિનય વિગેરે પ્રાપ્ત કરી જૈન શાસનને દીપાવશે અને હજારો તથા લાખે. મનુષ્યોને જેમ બનાવશે માટે ખાસ જૈન ગુરૂકુળની આવશ્યકતા છે. મુનશી ધર્મવિજયજીએ પણ ગુરૂકુળની આવશ્યકતા સ્વીકારી છે અને તેઓને ગુરૂકુળ કાઢવા સંબંધે પુરત આગ્રહ છે, વળી હું જયારે સુરત હો ત્યારે મુનિશ્રી કાંતિવીજયજી તથા પન્યાસ આણંદ સાગરજી તથા મુનિશ્રી હંસવિજ્યજી વગેરે મ હારાજેને ગુરૂકુળ સંબંધના તેના પિતાના વિચારો જાણવા પુછ્યું હતું. ત્યારે તેઓ પણ ગુરૂકુળ કાઢવાના વિચારને સંમત થયા હતા. વળી કાનફરંસના કેટલાક આગેવાનોને પણ ગુરૂકુળ કાઢવા સંબધે આગ્રહ છે. આપણે આશા રાખીએ છીએ કે કોનફરન્સ પણ ગુરૂકુળ કાઢવા સંબંધે વિચાર કરશે અને જલદી અમલમાં મુકવા પ્રયત્ન કરશે. મુંબઈ સુરત, અમદાવાદ વગેરે સ્થળોએ પણ આ સંબંધે ઉહાપોહ ચાલ્યો છે. પૂજ્ય ગુરૂમહારાજને મારી પ્રાર્થના છે કે ગમે તે કાઈ આત્મભાગ આપી ગ્ય પદ્ધતિએ યોગ્ય ગુરૂકુળ બેલે તે યોગ્ય મદદ કરવી તથા તે તરફ જૈનોની દષ્ટિ ખેંચવા ઉપદેશ દ્વારા પ્રથન કરે સદરહુ ઠરાવને અનુમોદન આપતા મુનિશ્રી અજીતસાગરજીએ જણાવ્યું કે પ્રાચીનકાળમાં જે જે મહાન પુરૂ થઈ ગયા છે તેઓએ ગુરૂકુળમાં રહી અભ્યાસ કર્યો હતો અને પિતાનું જીવન આદર્શરૂપ બનાવ્યું હતું. પ્રાચીનકાળમાં ઘણું બંધુઓએ નાશીક વગેરે સ્થાનના વિહારમાં પિતાનું જીવન ગાળ્યું હતું માટે જંગલમાં રહી અભ્યાસ કરવાની ખાસ જરૂર છે તે સીવાય દિન પ્રતિદિન જ્ઞાનતંતુઓની નિર્બળતા વધતી જશે અને ભવિષ્યમાં જેને મહાન મુશ્કેલી વચ્ચે આવી ઉભું રહેવું પડશે કારણકે અત્યારે ચારે દિશામાં પ્રગતિ થવા લાગી છે. એકાગ વૃત્તિથી અભ્યાસ કરવાની જરૂર છે અને તે માટે ગુરૂકુળની ખાસ જરૂર છે. આથી શાન વધશે એટલું જ નહીં પણ જે બળવાન અને બહાદુર બનશે. આ ઠરાવને મુનિ પવિજયએ જરૂરને હરાવી જણાવ્યું કે ગુરૂકુળની સંસ્થા સી વાય જઈનની ઉન્નતિ થવાની નથી માટે જઈને ગુરૂકુળની ખાસ જરૂર છે. આ પછી સદરહુ ઠરાવ સવાનુમતે પસાર કરવામાં આવ્યો હતો, ઠરાવ બીજી એક મહાન જૈન પુસ્તક ભંડારની જરૂર છે, અને તે હીંદુસ્તાને માં પ્રથમ પંકિત આવે એવી સ્થિતિએ મક જોઇએ.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35