________________
બુદ્ધિપ્રભા.
समाचार
સાણંદ-પૂજ્ય શ્રીમદ્દ મુનિ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજ અને ગઈ ફાગણ સુદિ ૧૧ ના રોજ પધાર્યા હતા. ત્યારબાદ પૂજ્ય મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ ગઈ રાવ સુદિ ૧૧ શ્રી વિદ્યાપુર-માણસા-કલોલ-પ્રાંતીજ-માણસા ગોધાવી વિગેરે સ્થળોએ ઉપદેશ આપતાં પધાર્યા હતા. તેઓ આવ્યા તે દિવસથી જ તેઓશ્રીએ મધુર દેશના આપવાની શરૂઆત કરી હતી, પહેલે દિવસે સમ્યકત્વ એટલે શું? મનુષ્યની કરજે, ધર્મની સામગ્રી એ વિષય ઉપર ઘણુંજ સુંદર અને મધુર વ્યાખ્યાન આપ્યું હતું ત્યારબાદ તેઓશ્રીએ પાઠશાળા ગુરૂકુળાની જરૂરીયાત એ વિષય ઉપર ઘણું જ અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું, મુનિ મહારાજ શ્રીસુખસાગરજી મહારાજ પધાર્યા હતા ત્યારે ઘણુંજ ધામધુમથી સામૈયું થયું હતું. ગઈ ચત્ર વદિ ૮ તેઓશ્રીના પ્રમુખપણ નીચે સાધુસમેલન થયું હતું જેમાં પણ જ અસરકારક ભાષણે અપાયાં હતાં, ઉક્ત મુનિ મહારાજે જ્યારથી અત્રે પધાર્યા હતા ત્યારથી સંધમાં શાંતિ અને આનંદ ઘેર ઘેર ફેલાઈ રહ્યા હતા. ગઈ વૈશાક સુદ ૧૦ ના રોજ પૂજ્ય મુનિ મહારાજ શ્રીસુખસાગરજી વિગેરે અત્રેથી વિહાર કરી ગોધાવી પધાર્યા હતા ને ત્યાંથી અમદાવાદ પધાયો છે. આવા મહાન મુનિરાજોના આવાગમનથી ગામ અને ક્ષેત્ર સુધરે એ સ્વાભાવિક છે.
અને તેઓશ્રીના આવાગમનની ખબર સાંભળી ઘણો જૈન સમુદાય તેમને વાંદવા માટે બરતર મુકામે ગયો હતો તેમજ ઘણીજ ધામધૂમથી સામૈયું કરી તેમને અને નગર પ્રવેશ કરાવવામાં આવ્યું હતું. સામયામાં અગ્રગણ્ય મહું સરદાર શેઠ લાલભાઈ દલપતભા ઇના ચિ. શેઠ. ચિમનભાઇ લાલભાઈ તથા શેઠ. મણિભાઈ દલપતભાઈ તથા શેઠ જગાભાઈ દલપતભાઈ વિગેરે એ ભાગ લીધો હતો તથા વિવિધ તરેહના વાજાં તથા છાબેલા તથા સંસારીઓના મધુર કંઠથી ગવાતી ગર્લૅલીઓએ સામિયાની શોભામાં અપાર વૃદ્ધિ કરી હતી. સામૈયું ત્રણ દરવાજામાં થઇ કાપડ બજાર, રેશમી બજાર વગેરે જગાએ ફેરવી તેઓશ્રીને આંબલી પિળના સાગરસંધાડાના ઉપાશ્રયે પધરાવવામાં આવ્યા હતા. આ વખતે સાગર સંવાડાના સમસ્ત મુનિરાજોને પધારેલા જોઈ લોકેાના આનંદનો પાર રહ્યા હતા. ઉપાશ્રયમાં પધાર્યા પછી યોગનિદ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ રોતાવર્ગ સમુખ બુલંદ અવાજે ધર્મ દેશના આપવી શરૂ કરી હતી. વ્યાખ્યાન પુરૂ થયા પછી ઉપાશ્રયમાં શેઠ. માણે કલાલ જેઠાભાઈ તરફથી લાડવાની પ્રભાવના તથા અન્ય તસ્કુથી પતાસની પ્રભાવના કરવામાં આવી હતી આશા છે કે તેઓશ્રી આ વખતે પોતાનું ચોમાસુ અત્રે કરી સમસ્ત સંધને આભારી કરશે.