Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 35
________________ હિંદુ ચર્ચા ઉત્તર. . . . . . . . - મ - - - - --- -- ઉપર મુજબ જયારે સાક્ષર કેશવલાલભાઈ જેવા મુનિ જા બુદ્ધિસાગરના સબંધમાં આવો મત ધરાવે છે ત્યારે અમારા દેઢ ચતુર લેખક ભાઈબંધ લખે છે કે મહારાજે ઘણાં પુસ્તકે લખી નાંખ્યા છે....... વાહ ! વાહ! લેખક તમારી બુદ્ધિનું ચાતુર્ય અને તમારી આંધળા પાટા બંધાવવાની યુક્તિ. વળી લેખક મહાશય લખે છે કે જ્યારે એકે સંમેલન કર્યું ત્યારે બીજાએ પણ તેમ કર્યું એમ લખી પોતાની બુદ્ધિનો છબરડો વાળે છે અને લખે છે કે “બા ના ત્યારે બાવલી એ નાચી " પણ અમારા લેખકને ખબર છે કે પ્રથમ સંવત 186 ની સાલમાં પહેલું સંમેલન મુળચંદજી મહારાજના સંઘાડાના મુનિ મહારાજ કમળવિજયજી તથા પ્રવર્તક કાંતિ વિજયજી વિગેરેનું થયું હતું ત્યાર પછી આત્મારામજી મહારાજના સંધાડાનું થયું ને ત્યાર બાદ સાગરના સંધાડાનું થયું, મુળચંદજી મહારાજના સંમેલન વખતે કે જાણે લેખક ભાઈ બંધ કેવીએ ગાઢનિંદ્રામાં પોઢેલા હશે કે કોણ જાણે કયા ગુપ્ત પ્રદેશમાં વિચરતા હશે તે અમને સમજાતું નથી નહીં તો તેમને આવું લખવાને તકલીફ પડતી નહિ. વળી વધારે સમુદાય હેય તેને જ આમ કરવું ને ઓછા સમુદાય વાળાએ ન કરવું એવુંજ જે તેઓ સાહેબનું આધિનમત હોય તે એવું ઠર્યું કે જથા વાળાઓએ ઉન્નતિની પ્રગતિ કરીને ઘોડાવાળાએ હાથ પગ જોડી ટુટીઉં વાળી બેસી રહેવું. વાહ ! વાહ ! શું બુદ્ધિચાતુર્ય! ને શા સાફ પટુતા ! લેખક મહાશયના વિચારે તે આપની એક મોટી કોન્ફરન્સ ભરાય છે એટલે હવે દરેક દેશના લોકોએ શા માટે જુદી જુદી સભાઓ ઉન્નતિની પ્રગતિ માટે ભરવી જોઈએ?કાર પણ કેમ નાની નાની પ્રાંતિક કોન્ફરન્સ વિગેરેને ઉત્તેજન આપવું જોઈએ? અક્ષિત સાધ્વીઓને જન ધર્મ ગુરૂઓ મુંડે છે તે લેખક મહાશયના વિચાર મુજબ સારૂં થતું નથી દલીલમાં કહે છે કે જ્યારે અશિક્ષિતને દિક્ષા આપે તો તેમના માટે કેળવણીના સાધનની જરૂર રહે માટે અશિક્ષિત સ્ત્રીઓને લેખક ભાઇબંધના વિચાર મુજબ દિક્ષા આપવી એ સારૂં નથી અને વળી વધુ દલીલમાં પૂજ્ય મુનિ મહારાજ પન્યાસશ્રી આણંદ સાગરજી ઉપર તે બાબતના મંડાયેલા કેસનું કારણ લખી જણાવે છે. અમો આ સંબં, ધમાં લેખક ભાઈ બંધને પુછીએ છીએ કે કદાચ કોઈ સ્ત્રી જ્ઞાનમાં ન્યુન હેમ અને પિતાના આત્માનું ભલું કરવા ઈચ્છતી હોય તે તેના આત્માને ઉદ્ધાર ન કરવો એ આપ કપલ કલ્પિત આપની પ્રતિ કલ્પનાથી કહે છે કે કોઈ શાસ્ત્ર રીતે તે સમજાતું નથી જ્ઞાનની જે પ્રાણી તે પૂર્વજન્મ કર્માનુસાર છે, કદાચ કોઈને વધુ હોય તે કોઈને એવું હે પરંતુ ઉત્તમ ચારિત્રવાન કોઈ સ્ત્રી હોય ને જ્ઞાનમાં ઓછી હોય તેને ચારિત્ર આપવું નહિ એવું આપ સિદ્ધાંત પ્રતિવાદન કરો છો તે કેવળ સાસનના ઉથાપક બને છે અને મહાપાપના કારણભૂત બને છે તેનો વિચાર કર્યો ? શું શાસ્ત્રમાં કોઈ સ્થળે સાંભળ્યું છે કે વાગ્યું છે કે એકલા " જ્ઞાનેજ મુક્તિ મળે અને તો કેવળ લેખક મહાશયે જૈન શાસન પ્રત્યે તેમજ અમુક વ્યક્તિ પ્રત્યે પિતાના દેશના ચર્ચાપત્રમાં ઉભરા કાયા છે. અમને અતિશે દીલગીરી એજ થાય છે કે પેટ બળે ગામ બાળવું અને પાપડ રોકવાની લાલચે પાડોશીનું ધર બાળવાની ભાવના ભાવવી એ કોઈ રીતે દક્ષ પુરૂષનું તે તે કાર્ય નહીં જ કહી શકાય, બસ હાલતો એજ. * કા ચર્ચા પત્રમાંથી કેટલાક વાક્ય સાર રૂપે મુકેલ છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35