Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ સાણંદ ખાતે સાગર સંધાડાના સાધુઓનું સંમેલન. ૧૨ साणंद खाते सागर संघाडाना साधुओ® संमेलन. આજ રોજ અવેના ઉપાશ્રયમાં સાગરના સંધાડાના સાધુઓનું સંમેલન પૂજય ૧૦૮ શ્રી શ્રી શ્રી મુનિ મહારાજશ્રી સુખસાગરજી મહારાજના પ્રમુખપણા નીચે મળ્યું હતું. તેમાં સાધુઓની ઉન્નતિ શી રીતે થાય એ વિષય ઉપર વિદ્વતાયુક્ત ભાષણે આપવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં પ્રસિદ્ધ વિદ્વાન લેખક શ્રીમદ્ ગનિષ્ઠ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ પૂજ્યપાદ મુનિ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજને પ્રમુખ પદ સ્વીકારવા વિસ્ત કરી તેને મુનિ અજીતસાગરજીએ અનુદાન આપ્યું હતું. તતપશ્ચાત શ્રીમદ્દ રોગનિષ મુનિ મહારાજ શ્રીબુદ્ધિસાગરજી મહારાજે સાધુઓની ઉન્નતિ એ વિષયને ચર્ચતાં જણાવ્યું કે આ જગતમાં જમાનાનું ચક્ર ફરતું જાય છે. મુનિવરોએ જમાનાને અનુસરી ચાલવાની જરૂર છે, અને તે પ્રમાણે શ્રાવકને માટે તેઓએ પિતાના જીવનને ક્રમ ઉન્નત કરે એવી ઉપદેશ પ્રણાલી ગ્રહણ કરવી જોઈએ. આ પણે ચારે તરફ નજર ફેરવીશું તે માલમ પડશે કે દરેક સંપ્રદાયના માણસે-પૂર્વ તેમજ પાશ્ચાત્ય પ્રજા પોતાના ધર્મની વૃદ્ધિ માટે તન મન ધનથી ઉત્સાહભેર આગળ વધે છે. પ્રસ્તી ધર્મ ના પાદરીઓ પણ જેમ બને તેમ સંખ્યા વધે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. હૈદ્ધ ધર્મ કે જે એક વખત હીંદુસ્તાનમાં પુરઝાહેઝલાલી જોગવતો હતો તે જ અત્યારે હીંદુસ્તાનમાં નષ્ટ થયો છે. તેના સાધુઓ તે ધર્મનાં ફીલસુફીનાં પુરતો છપાવી પ્રચાર કરવા લાગ્યા છે, અને હમણાંજ તેમના કેટલાક સાધુઓએ આવી બનારસમાં પાઠશાળા સ્થાપી છે, એટલું જ નહીં પણ તેઓ હજી પણ પોતાની ઉંન્નતિ કમની ઇમારત ચણવા મથન કરી રહ્યા છે. આN. સમાએ પણ ગુરૂકુળ વીગેરે સંસ્થાઓ સ્થાપી આર્યસમાજના પ્રચાર માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓએ પચાસ વર્ષ જેટલા ટુંક સમયમાં નહીં ધારેલી ઉંમતિ કરી છે. આ પ્રમાણે મુસલમાન ભાઈઓ પણ પિતાની યુનીવર્સીટી એલાયદી સ્થાપી કેમની ઉંતિના લાભ જુએ છે. આવી રીતે જગતની ચારે તરફ દ્રણ ફેરવતાં માલમ પડયા સીવાય નથી રહેતું કે જમાનાની સાથે આપણે પણ યોગ્ય રીતે આગળ વધવાની જરૂર છે. એમ છતાં આપણામાં પણ હવે એ વાયુ વાવા માંડ્યા છે. દરેક સંધાડાના સાધુઓ પિતાની પરીષદ્ ભારે છે અને જ્ઞાન દર્શન તથા ચારિત્રની વૃદ્ધિ માટે પ્રયત્ન કરે છે. પૂજ્ય શ્રીમદ રવિસાગર મહારાજના સંધાડાના સાધુ જ્ઞાન દર્શન અને ચારિત્ર ઉચ્ચ પ્રકારે પાળતા આવ્યા છે. રવિસાગરજી મહારાજના સંધાડાને સાધુઓ પ્રથમથી ચારિત્રને માટે વખણાય છે, જેનો તાજેજ દાખલો ગુરૂ મહારાજશ્રી સુખસાગરજી મહારાજને છે, પણ તેટલેથી સંતોષ નહી માનતાં આપણે પણ જેમ બને તેમ વધારે આગળ વધવાની જરૂર છે. આપણે જેને ધર્મના સાધુઓ છીએ તે ન ભુલવું જોઈએ. આપણે આચાર અને વિચાર ઉત્તમ અને અનુકરણીય જોઈએ. આપણે જગતના ભલા માટે જન્મેલા છીએ. આપણા ઉચ્ચ ચારિત્ર મજ જગ કલ્યાણ છે એ સમજવું જોઈએ. આ પ્રમાણે ઉચ્ચ ચારિત્ર પાળવું જોઈએ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35