________________
બુદ્ધિપ્રભા.
ગણવું જોઈએ, પણ તેને બુદ્ધિમદ્ વચન ગણવું નહી. છતાયે પિતાની અજ્ઞાનતાથી અને કહેનાર ઉપર કેવળ અંધશ્રદ્ધા વિગેરેના કારણથી યથાર્થ તરીકે માને છે, તેને મંદબુદ્ધિવાળો કહૃા વિના ચાલેજ નહી.
કર્તવ્યપરાયણતા જાણવા માટે તમને જે કંઇ કહેવામાં આવે તે દોષ વાળું છે. કે નિર્દોષ છે તેની પરીક્ષા તમે જાતે કરી શકે તેના માટે ઉપરોક્ત દેશ તમને સારી રીયે સમજાય તેના માટે કેટલાક દાખલા તમારી આગળ રજુ કરવા જોઈએ.
અપૂર્ણ
સમય, - ( લેખક. શેઠ. જેશીંગભાઇ પ્રેમાભાઈ, કપડવણુજ.)
જેજે ક્રિયા હાલના સમયમાં કરવી શકય જણાય તે હાલ હમણુંજ કરે એ વિશેષ યોગ્ય છે કારણ જેજે ક્રિયા કરવાનું સામર્થ હાલમાં પ્રતિત છે તે હાલમાં જ છે. પછી રહેશે કે કેમ અને તેની અનુકૂળતા સદાને માટે રહેશે કે કેમ તે વિચારણીય પ્રશ્ન છે. તેથી હાલ કરવાની સામર્થતાને પછીના સમય ઉપર રાખવી ઉચીત નથી. હાલમાં કોઈ પણ ક્રિયા કરવાનું સામર્થ્ય પ્રકટે છે એજ બતાવી આપે છે કે તે ક્રિયા હાલમાં જ કરવાને યોગ્ય છે. હાલના સમયની રાકયતાને ભવિષ્યના સમય ઉપર રાખવી એ તો ઉભયભ્રષ્ટ થવા જેવું છે. કારણ કે તેથી હાલમાં કરાયેલી ક્રિયા કે જે ભવિષ્યમાં સુખને દેવા વાળી હોય તે મલતું નથી અને ભવિષ્યમાં તેવી અનુકુળતા મળશે કે કેમ તે નક્કી નથી. માટે હાલના સમયમાં કરવા યોગ્ય ક્રિયાને ભવિષ્ય ઉપર રાખવી એ ઉન્નતિના માર્ગથી વિમુખ થવા બરાબર છે. જે આપણે વિચાર કરીશું તે આપણને માલુમ પડશે કે હાલના સમયમાં જેની જરૂર છે તે કરવાનું સામર્થ સાધારણ રીતે હાલના સમયમાં જ પ્રકટતું હોય છે તેથી તેને ભવિષ્ય અર્થાત ભાવિ ઉપર રાખવું એ સાધારણ નિયમથી વિરૂદ્ધ છે, અને તેથી અનુકુળ મળે કે કેમ તેની શંકા રહે છે. અર્થાત્ અનુકુળ ફળ મળી શકતાં નથી. સવારમાં છ વાગે કરવાના કામને જે મનુષ્ય આઠ દસ વાગે કરે છે તે તેનાં ફળ આગલાં કામના સમયને ધકકે લગાડે છે. તે જ પ્રમાણે જેની શકયતા તથા અનુકુળતા હાલના સમયમાં છે તે કથા ભવિષ્યમાં મુલતવી રાખવાથી જીવન તેમજ સમયને વ્યર્થ ભેગા થાય છે એવું વિવેકથી જ જાણી શકે.
અનુકુળતા છતાં જેઓ હાલની ક્રિયાને ભવિષ્યમાંજ નાખે છે તેઓ પાપ કરે છે. પાપ એટલે શું. અયોગ્ય ક્રિયાની વૃદ્ધિ તેજ પાપ. જે ક્રિયા યોગ્ય સમયે કરવી ઘટે તે તે સમયે ન થાય એનાથી બીજી શી વધુ હાની હોઈ શકે ! એથી આળસ થયું કહેવાય. આ બસ એ અયોગ્ય છે અને તેની વૃદ્ધિ થાય તે પાપ થયું જ ગણુથ આમ છે તો કરવા ગ્ય ક્રિયાને અનુકુળતા છતાં પ્રમાદથી અથવા ભવિષ્યમાં મારી થશે એવી આશાથી ભવિષ્ય ઉપર રાખી ન કરવી એજ પાપ
જેઓ ભવિષ્યની ઉપાસના કરનાર હોય છે તેમને વર્તમાનમાં જોઇતી સામગ્રી મળતી પણ નથી તેમ ભવિષ્યમાં પણ મળતી નથી અને તેમણે કરવા ધારેલા કાર્ય પડયાંજ રહે છે. વર્તમાન સમયે જે પ્રાપ્ત છે તેને વ્યર્થ ગુમાવનારા સમયને માટે અપરાધ કરે છે