Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ સંમય. અને તેને તેનું ફળ મળ્યા વિના રહેતું નથી. ભવિષ્ય ઉપર રાખેલી અનેક મનુષ્યની અનેક ધારણુઓ ભાંગી પડે છે. જેમ યોગ્ય સમયે એવધ ન પીવાથી રોગની શાંતિ થતી નથી પણ અનીયમીતપણાને લઇને રોગની વૃદ્ધિજ થાય છે તેમ હાલના સમયમાં બની શકતાં કાર્યને ભવિષ્ય ઉપર નાખવાથી કાલગતિ કમ થવાથી લાભને બદલે હાની થાય છે. જેમ રાત્રીના કાર્યને દીવસે કરે ને દિવસના કાર્યને રાત્રીએ કરે તે હાની થાય છે તેમજ હાલમાં કરવાના કાર્યને ભવિષ્યમાં કરવાના વિચાર ઉપર રાખવાથી હાની થાય છે. ભવિષ્યમાં વધુ અનુકુળના મળશે એવા વિચારથી હાલના સમયમાં શકય ક્રિયા ન કરવી તે નીષ્ફળતાના દાસ થવા બરાબર છે, આવેલ સમયને છોડી અધીક અનુકુળ સમયની વાટ જેવા કરવી તેથી કરી અનુકૂળ સમય આવતજ નથી. આપણે આપણી મેળેજ સમયને અનુકુળ કરી લેવાનું છે. જે મનુષ્ય અનુકુળતાની વાટ જોયાં કરે છે તે કદી અનુકુળતા મેળવી શકતા નથી. જે મનુષ્ય અનુકુળતા મેળવવા તત્ પ્રયત્ન કરે છે તેનાથી પ્રતિકુળતા દુર નાસ્તી જાય છે. અનુકુળતા મેળવનારને હાલના સમય જે બીજો એક સમય ઉત્તમ નથી. ઉદ્યમીને હાલનેજ સમય અનુકુળ લાગે છે. આળસુને ભવિષ્યનો સમય આનંદી લાગે છે અને જ્યારે તેણે ધારેલ ભવિષ્યને સમય વર્ત. માન સમયનું રૂપ લે છે ત્યારે તે તેને આનંદ કંઇ જ રહે છે, પ્રયત્નશીલ વીર નર શગુને સન્મુખ જોઈ રાજી થાય છે અને તેના વક્ષઃ સ્થળ ઉધાર ધા કરવા ઇચ્છે છે, અને પીઠને જેઠ શગુને દુર્બળ જાણી તેને ઘા કરવા ઇચ્છતા નથી અને દુર્બળ શગુની પીઠ ઉપર ઘા કરવા ઇચ્છે છે પરંતુ તેને યશ મળતો નથી. ચાલુ સમયની ગ્ય ક્રિયા ઉપર ભવિષ્યનો બધો આધાર હોવાથી જેઓ ચાલુ સમયને માન નથી આપતા તેઓ ભવિષ્યમાં સુખ મેળવી શકતા નથી. આથી ચાલુ સમયમાં કેમ ક્રિયા કર્યા વિના ભવિષ્યમાં જેએ કરવાની આશા રાખે છે તેઓ સદા નીરાશ થાય છે, કારણ કે ભવિષ્યની યોગ્ય ક્રિયાને વર્તમાનની યોગ્ય ક્રિયા સાથે ઘણો જ સંબંધ છે. ચાલુ સમયમાં જે ગ્ય ક્રિયા કરે છે તેઓ જ ભવિષ્યમાં યોગ્ય ક્રિયા કરે છે, વર્તમાનમાં ૫ હિષા ન કરતાં આળસ રહેનાર અથવા અયોગ્ય ક્રિયા કરનાર કદી ભવિષ્યમાં યોગ્ય ક્રિયા કરતું નથી, ચાલુ સમયમાંજ ગ્ય ક્રિયા કરવાથી મનુષ્ય અધિક અધિક લાભ શુભ સંપત્તિ વગેરે મેળવે છે. તેજ પિતાની મનસૃષ્ટિને પામે છે કે જે ઇન્ટના સામ્રાજ્ય કરતાં પણ અધિક હીતકર તેમજ આનંદજનક છે. જે મનુષ્ય કોઈ પણ કાર્ય કર્યા વિના અધિક ઉત્તમ કાર્ય કરવાની દુરાઇથી કરવાની વાટ જોતિ બેસી રહે છે તે તેનામાં રહેલ ગુપ્ત શક્તિઓને બહાર લાવી શકો નથી. એથી ઉલટું જે મનુષ્ય શક્તિ પ્રમાણે કાર્યને કરે છે તે તેનામાં રહેલ ગુપ્ત બળવાન શક્તિઓને બહાર પ્રકાશમાં લાવી સંકે છે, અને તેજ મનુષ્ય સમય જતાં ધારે તે કરવા સમર્પ થઈ શકે છે. મનુષ્યમાં સામનો અવધિ નથી. માત્ર તેને તેના કર્તવ્યનું ભાન હોવું જોઇએ, અને

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35