________________
૨૯૮
બુદ્ધિપ્રભા.
તેમ તેમ આત્માનું સુખ પ્રગટયા કરે છે તેને અનુભવ આત્મા પોતે જાણી શકે અને તે દશાની પ્રાપ્તિ વિના કયાંથી અનુભવ આવી શકે. લયાવસ્થામાં રહેલા યોગીઓ જાગતા પણ નથી અને ઉંઘતા પણ નથી એવી લયાવસ્થાની દશા રહે છે તેને આચાર્ય હેમચંદ્ર પ્રભુ જણાવે છે
जागरणस्वमजुषो जगतीतलवर्तिनःसदालोकाः तत्वविदोलयमग्ना नोजाग्रतिशेरतेनापि ॥ ४८ ॥ भवतिखलुशून्यभावः स्वमेविषयग्रहश्चजागरणे
एतद्वितीयमतीत्या नन्दमयमवस्थितंतत्वम् ॥ ४९ ॥ આ પૃથ્વી ઉપર વર્તનારા લેકે સદા જાગ્રત અને સ્વમાવસ્થાવાળા હોય છે. પણ લયમાં મગ્ન થએલા યોગીઓ જાગતા પણ નથી અને સ્વમ દશાવાળા થતા પણ નથી. જાગવું અને તેને અનુભવ તે જાગનારા અને ઉંધનારા સર્વ લોકોને હોય છે પણ જાગવાની અને સર્વદા ઉંધવાની અવસ્થાથી ભિન્ન એવી લયસમાધિની અવસ્થાનો અનુભવ છે કેઈક ગીઓ કરી શકે છે. જાગવા અને ઉંઘવાની અવસ્થાના ખરા સુખનો અનુભવ થતો નથી. જાગવાની અને સ્વપ્નની દશા તે વારા ફરતી આવ્યા કરે છે. જગવી ઉપર રૂચિ થાય છે અને અરૂચિ પણ થાય છે. સ્વમ ઉપર રૂચિ થાય છે અને અરૂચિ પણ થાય છે. જાગ્રત અને સ્વમ દશા કરતાં ભિન્ન એવી લયસમાધની દશામાં રહેવાથી જે સુખ થાય છે તેની રૂચિ કદાપિટળતી નથી. વાગેલ હોય તે જાણે ભાઈ વાગેલ હોય તે જાણે-લયસમાધિમાં આત્માના સહજ સુખ સાગર પ્રગટે છે ત્યાં દુઃખનું પણ સ્વમ આવતું નથી. શરીર છુટવા રહે તેની પણ પરવા રહેતી નથી. એ સુખનો અનુભવ સ્વાદ લીધા પશ્ચાત સંસાર છુટે છે તેને કોઈ પણ બાંધી શકતો નથી–એ લયસમાધિની અવસ્થામાં રહેનાર શહેનશાહ અલખ પુરૂષ ગણાય છે. એ દશામાં રહેનારને આમાનું ખરું સ્વરૂપ અનુભવાય છે. મોહિની સવ પ્રકૃતિ શાત થઈ હોય તે અવસ્થામાં મહિના અભાવે આમાનું સુખ આભાને વિદાય એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. ત્યાં જ્ઞાતિ નથી. જાત નથી. વેદ નથી હું નથી કે તું નથી. ત્યાં જે છે તે આનંદજ છે. આનંદ આનન્દમય પોતે પોતાને અનુભવે છે. આવી લયસમાધિ એ સહજ સુખ લબ્ધિ છે, આવી લયસમાધિ એ મોટામાં મોટો ચમકાર છે–આવી લય સમાધિ એ વીર પ્રભુના હૃદય સુખની વાનગી છે. આવી લયસમાધિ એ શબ્દ વિનાનું દિવ્ય પુસ્તક છે. આવી લય સમાધ એજ આત્મામાં રહેલું અમૃત છે. લયસમાધિમાં જે છે તે પોતેજ છે. બાકીનું બીજું નથી. વન દશામાં ખરેખર શૂન્યભાવ થાય છે. અને જાગ્રત અવસ્થામાં જાથા પશ્ચાત પંચેન્દ્રિયોના સ્વસ્વ વિશેનું ગ્રહણ થાય છે. આ બે દશાને ઓળંગીને લયાવસ્થામાં આનન્દમયતત્વ રહેલું છે. લયાવસ્થાનો શ્રીમ અનુભવ થયો છે તેથી તે લેકામાં સ્વાનુભવ ઉભરાઓ કાઢીને લોકોનું ધ્યાન ખેંચવા નીચે પ્રમાણે કહે છે.
कर्माण्यपिदुःखकृते निष्कर्मत्वंसुखायावदितंतु
- ---
-- ----
-
-~-~-~~5 • •
•