Book Title: Buddhiprabha 1913 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૩૦૨ બુદ્ધિપ્રભા. ઉડવાની શક્તિ મળી નહિ. જયારે ગુરૂની કૃપા મેળવી ત્યારે આકાશ ગમનની સિદ્ધિ મેળવી. ગમે તે જ્ઞાની હોય તે પણ તેણે ઉન્મનીભાવની પ્રાપ્ત માટે નાના બાળકની પેઠે ગુરૂની ઉપાસનામાં તવર થઈ જવું અધ્યાત જ્ઞાનમાં ઉડા ઉતરેલા શ્રીમદ્ હેમચન્દ્ર પ્રભુની હિતા શિક્ષા વિસ્મરવા યોગ્ય નથી. અધ્યાત્મજ્ઞાન અને યોગ જ્ઞાન માટે તેમને જેટલા ઉપકાર માની એ તેટલો જૂન છે-અધ્યાત્મજ્ઞાનનું સાધ્ય બિન્દુ સહજાનન્દાનુભવ છે તેને માર્ગ ખરેખર શ્રી હેમચન્દ્ર પ્રભુએ દર્શાવ્યો છે. આ બાબત પર શ્રી યશોવિજય ઉપાધ્યાય પણ અધ્યાત્મસાર અન્ય રચીને સારો પ્રકાશ પાડે છે–ઉપાધ્યાયજી અધ્યાત્મ શાસ્ત્રના આનદ બગીચાઓ પોતાની પાછળ જીવતા મૂકી ગયા છે તેથી તેઓ પણું શબ્દ દેહે જીવતા છે. અધ્યાત્મસારમાં મનને વશ્ય કરવા માટે તેમણે વૈરાગ્ય જ્ઞાન વગેરે ઉપાયો બતાવ્યા છે. અધ્યાત્મજ્ઞાનની મહત્તા સંબંધી નીચે પ્રમાણે તેઓ લખે છે. पश्यमन्तर्गतान्भावान् पूर्णभावमुपागतः अञ्जानोध्यात्मसाम्राज्यमवशिष्टंनपश्यति ॥ ५५ ॥ અન્તર્ગત ભાવને દેખતે અને પૂર્ણ ભાવ પામેલો અધ્યાત્મ વૈભવને ભગવતે જ્ઞાની અન્યને અવલોકનથી-શુદ્ધ નિશ્ચય નયથી આમાં પોતાના જ્ઞાનાદિક ગુણનો ભોક્તા છે અને અશુદ્ધ નિશ્ચયનયથી કર્મકત સુખ દુઃખને ભક્તા છે. નિદ્રાવસ્થામાં જેમ અહંકાર રહિત સુખનો ભાસ થયો જણાય છે તેમ શુદ્ધ વિવેક દશામાં તે સાક્ષાત સુખને ભેગા થાય છે. બાહ્ય વસ્તુઓના સંબંધ વિના પિતાની મેળે પિતાનામાંથી ઉદ્ભવેલા સુખને પિતાને આમા અનુભવે છે. શુદ્ધ નયથી આભા પિતાના સુદ્ધભાવનો કર્તા બને છે. આત્મા પિતાના સ્વરૂપમાં રમે અને કષાયોને રાધ કરે તેજ આધ્યાત્મિક દ્રષ્ટિથી સત્ય તપ ગણાય એમ ઉપધાય નીચે પ્રમાણે કથે છે. यत्ररोधाकपायाणां ब्रह्मध्यानजिनस्यच ज्ञातव्यतत्तपःशुद्ध मवशिष्टंतुलन्नम् ।। १५६ ॥ જ્યાં કષાયનો રોધ થાય અને પરમાત્માનું ધ્યાન થાય તે જ શુદ્ધ તપ અવધવું બાકી તો બાંધણ ગણાય આ પ્રમાણે કથીને શુદ્ધ તપ કરવા માટે ઉપાધ્યાય જીવોને માર્ગ દર્શાવે છે અધ્યાત્મ જ્ઞાનથી તપ જે કરાય છે તેનાથી આત્મશુદ્ધિ નીચે પ્રમાણે દર્શાવે છે. अज्ञानीतपसाजन्म-कोटिभिकर्मयन्नयेत् अन्तंज्ञानतपोयुक्त स्तत्क्षणेनैव संहरेत् ॥ १६१॥ ज्ञानयोगस्तपःवद्ध मित्याहुमुनिपुङ्गनाः तस्मानिकाचिनस्यापि कर्मणोयुज्यत्तेक्षयः ।। १६२ ।। અજ્ઞાની જન્મ કોટિઓ પડે તથા જે કર્મ ક્ષય કરે તે કર્મને જ્ઞાન તપ યુક્ત નાની એક ક્ષણમાં દૂર કરે છે. માટે જ્ઞાન છે. તે શું છે કારણ કે જ્ઞાનયોગ તપથી નિકાચિત કર્મનો ક્ષય થાય છે. રાષ્પામ જ્ઞાનર્વક તપ કરવાની મહતા જે દર્શાવી છે તે મનન કરવા યોગ્ય છે તેમજ તે અધ્યાત્મજ્ઞાન વિના અજ્ઞાનીઓનાં કર્મે ચિત્તની શુદ્ધિ કરવા સમર્થ થતાં નથી તે નીચે પ્રમાણે દર્શાવે છે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34