Book Title: Buddhiprabha 1913 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ જ્ઞાનસારજી મહારાજ સંબંધી કેટલીક હકીક્ત. ૩૧૩. “ ત્યારે શું કુમાર દુઃખ ભોગવ્યાજ કરશે ? “ જ્યાં સુધી તેના કર્મનું પ્રાબલ્ય હશે ત્યાં સુધી આપણે તેને સુખ અપાવવા ગમે તેટલો પ્રયત્ન કરીશું તે ફલીભૂત નહિ થવાનાં” રાણીએ કહ્યું. “પણ માતુશ્રી ! કહે છે કે નાનીમા-સ્વરૂપા-ના કારસ્તાનથી કુમારને આ અસહ્ય સંકટ આવી પડયું છે; તે હવે ત્યાં કયાં કુમારે કર્મ કર્યું હતું? વલરીએ પૂછ્યું. “ કર્મને પ્રવાહ નિરન્તર અનાદિ છે. શુભાશુભ કર્મના સદૈવના સંધનથી મનુધ્યપર સુખદુઃખ આવે છે. કુમારના પૂર્વના કર્મના પ્રભાવથી વરૂપાને કારસ્તાન સૂઝયું હશે તે કોને ખબર છે. એમાં તેને શા માટે દોષ દેવો ?” રાણીએ ખુલાસે કર્યો. “માતુશ્રી મહારાજા આવતા હોય ત્યારે આ સમ્બન્ધી કંઇ ખુલાસો પૂછતા હતા કેવું સારું?” વારીએ કહ્યું. શા માટે હું સંપૂર્ણ સમજું છું. કુમારને રાજ્યસન મળે તેના કરતાં એ ધમસન પ્રાપ્ત કરે એ હું વધારે વખાણું છું ને તેથી જ તે રાજય ત્યાગ કરે એ વધારે ઠીક ધારૂં છું. વલ્લરી! ખાત્રી પૂર્વક સમજજે કે મારો પુત્ર કોઈ દહાડે કેતું અનિષ્ટ નહિ ઈચછે, તેમ નહિ કરે. આ સમજણ છતાં માસે છ માસે દર્શન દેનાર પ્રાણનાથને સંતાપવાથી શે ફાય?” ચંદ્રદેવીએ કહ્યું. માતુશ્રી! પણ તે દિવસે જયમાલા દેવી દેવું માથું કુટતાં હતાં તેની પણ દયા નથી આવતી ? ” “ વલ્લરી ! ખરેખર તું બહુ નાદાન છે. શું દયાને વજ લઈ ચલે ચઢાવાતે હશે, કે શું દયાને ઢેલ વગડાવાતો હશે? શું કંઇ નિર્દય હઇશું? તેનું કલ્યાણ થાય એ આપણા અંતકરણની વાંઝછના. બાકીનું તે તેના પતિવ્રતા ધર્મને તેને બદલે મળશે.” રાણીએ કહ્યું. “બા! આમ સાવ સંસાર ત્યાગ ન કરાય ?” દાસીએ કહ્યું. “બાપુ! સંસાર ત્યાગ નથી પણ સત્ય કથન છે.” રાણી માતાએ કહ્યું. ज्ञानसारजी महाराज सबंधी केटलीक हकीकत. (લેખક-મુનિ બુદ્ધિસાગર. ) ખાનસારછ શ્રી જીનલાભ સૂરીના શિષ્ય હતા. જીનલાભ સૂરીએ આમ પ્રબોધ ગ્રંથ બનાવ્યો છે, તેમની પાસે નારણ ચંદ્રજીએ જયપુરના રાજાના પ્રધાન પુત્ર હતા તેમણે દિક્ષા અંગિકાર કરી હતી. પહેલાં તે વૈશ્નવ હતા અને વૈશ્નવ સંન્યાસી બની ગયા હતા. જીન લાભ સૂરીએ બોધ આપી તેમને જૈન સાધુ બનાવ્યા હતા. તેઓ ખરતર ગછીય થયા. તેઓનાં ઘણું ચોમાસાં કીસનગઢમાં થયાં હતાં. કિશનગઢના ઉપાસરામાં ભૂત રહેતું હતું અને તેથી ત્યાં કોઈ સાધુ ઉતરતા ન હતા. ત્યાં આ પ્રતાપી મુનિ ગયા. શ્રાવકોએ ત્યાં ઉતરવાની ના પાડી પરંતુ તેઓ ત્યાં રાત્રે ઉપાશ્રયમાં રહ્યા અને ભુતને ઉપદ્રવ સમાગ્યો. જ્ઞાન સારછને જન્મ સંવત ૧૮૦૧ની સાલમાં થયો. અને તેમનું સ્વર્ગગમન સંવત ૧૮૯૯ની સાલમાં થય.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34