Book Title: Buddhiprabha 1913 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ સુવર્ણ રજ. ૩૧૭ સર્વ વાતોમાં સર્વોપરી અને દેવે પણ જેને નમસ્કાર કરે છે એવા શીળવંત પુરૂષોમાં અમગમ્ય, જે અગ્નીમાં પ્રવેશ કરવા છતાં દાઝયા નહીં, ખડગના અગ્રભાગને પામ્યા છતાં પણ છેડાયા નથી, કાળા સર્પના ઘરમાં રહ્યા છતાં ધવા પામ્યા નહી અને કાજળના ઘરમાં રહેતાં જેને ડાઘ માત્ર લાગે નથી, સદા રામવતી અને અનુસરનારી એવી વેસ્થાને સંગ, ખટરસ ભેજન, સ્થળ, મનહર શરીર નવવનને સમાગમ, અને ચોમાસાનો કામોત્પાદક કાળ આ પ્રમાણે સઘળું વિરૂદ્ધ છતાં જે મહાપુરૂષે કામદેવ ઉપર જીત મેળવી; તે સ્ત્રીને પ્રબોધ પમાડવામાં કુશળ, એવા સ્થળભદ્ર મુની મહારાજ કે જેનું ચોરાસી ચોવીશી સુધી અમર નામ છે તેમને નમસ્કાર થાઓ. અનેક પ્રકારના પ્રતીકુળ ઉપસર્ગને સહન કરી મેનીપેરે અચલ રહેનાર અને શીળના પ્રભાવે શુળી પણું જેને સીંહાસન રૂપે થઈ છે એવા સદન શેઠ, સેલ સતીઓ, વિજ્યા શેઠને વિજયા શેઠાણી વિગેરે અનેક મહાપુરૂષ બ્રહ્મચર્યના પ્રભાવે સંસારને પાર પામી મુક્તિ સન્મુખ થયા, તેમજ કલેશને કરનાર લોકોને હણનાર પણ સાવધ યોગથી વીર ઓ એ નારદ પણ તેનાજ વડે મોક્ષને પામ્યો. ભીષ્મ પિતામહ જેવા બલીષ્ટ પુરૂષ બ્રહ્મચર્યના પ્રભાવે રણુગણુમાં લાખો યોદ્ધાઓને હંફાવવા શકતીમાન થયા. सुवर्ण रज. Golden Grain. (લેખક. ઉદ્યચંદ લાલચંદ શાહ, અમદાવાદ) સારું કામ કરવાનો વિચાર થયો કે તે તરતજ કરી નાંખવું કારણુંકે છે ! વિન–અર્થાત શ્રેયકારી કાર્યોમાં ઘણાં વિના ઉપસ્થિત થાય છે. જે તેના પરિણામ સંબંધી આપણે વિચાર કરવા લાગ્યા તે કદાચિત આપણા મનમાં ઉદ્દભવેલી શુભ વૃત્તિને નાશ થવાનો સંભવ છે. ધનવંતોની સ્તુતિ કરવી, મોટા મોટા મનુષ્યોની મુલાકાત લેવી અને ગપ્પાં મારવા ઇત્યાદિક નિરર્થક વાતોમાં તમારા આયુષ્યનો કેટલો મોટો ભાગ વ્યતીત થાય છે તેનો વિચાર કરો ! સત્ય અવિનાશી છે. સત્ય શોધન કરી તેનો પ્રચાર કરવા માટે જેઓ પોતાનું આયુષ્ય વ્યતીત કરે છે તેમના જીવિતવ્યની સાર્થકતા થાય છે. ગ્ય મનુષ્યની યોગ્ય સ્થાને નિમણુક કરવી એ રાજાનું કર્તવ્ય છે. તમને સારું લાગે તે કરો. તે કરવાનો માર્ગ છોડીને જે કામ તમારે કરવું જોઈએ છે તે હથથી–ઉલ્લાસથી કરતાં શીખે. મેં દુછ મનુષ્યો પણ જોયા છે અને મૂર્ખ મનુષ્યો પણ જોયા છે. બન્નેને પિતાના કૃત કર્મનાં ફળો ભેગવવાં પડે છે; પરંતુ મૂર્ણ મનુષ્યને તે પ્રથમ ભોગવવાં પડે છે. કોઈ કેટયાધીશ થયો તેથી તે સ્તુતિ કરવાને યોગ્ય થશે, એમ નથી; તેણે દ્રવ્ય શી રીતે ઉપાર્જન કર્યું, કિંવા તે તેને વ્યય કેવી રીતે કરે છે તે જોવું જોઈએ છે. અંતિમ ધ્યેય શું છે એનું ભાન ઘણા થડ પુરૂષને હોય છે. ઘણું ખરા લોકે અં. ધારામાંજ ફાંફાં મારે છે. દરેકને સંતુષ્ટ રાખવા એ કઈ આપણા હાથમાં નથી પરંતુ આપણું પોતાનું મન સંતુષ્ટ રાખવું એ વાત સુસાધ્ય છે.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34