________________
૩૧૮
બુદ્ધિપ્રભા.
જે ચિત્તની એકાગ્રતા સાધી શકતા નથી તેના હાથે કંઇ પણ સંગીન અથવા મોટું કાર્ય થવા પામતું નથી. ચિત્ત એક કાર્યમાંથી નિકળી અનેક કાર્યમાં પ્રવેશ કર્યો કે ત્યાંની શક્તિ ઓછી થઇ એમ સમજવું.
ખરા પૈર્યવાન પુરૂષ શાંત હોય છે. જ્યાં કેબ બહુ છે ત્યાં ઘણું કરીને વૈર્ષ ઉપલબ્ધ પતું નથી. શરીર મનુષ્યની અંદર ઉદ્ધતપણું હોતું નથી, ગમે તે કઠિન પ્રસંગ પ્રાપ્ત થઈ આવે તોપણ તે શાંત અને આનંદી હોય છે. ક્રોધના આવેશમાં બીકણ મનુષ્ય કયારે કયારે એકાદ અક્ષમ કૃત્ય કરી શકે છે; પરંતુ જો તેને ધૈર્ય કહેવામાં આવે છે તે પુરૂષોની અપેક્ષાએ સ્ત્રીયોમાંજ આ ગુણ ઉલબ્ધ થાય છે એમ કહેવું પડશે કારણકે તેને કે અનેક પ્રસંગમાં પ્રબળ હોય છે.
કુટુંબના પ્રેમ ઉપર બાંધેલી દેશની ઇમારત મજબુત હોય છે.
જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી.
ઐશ્વર્યની પ્રાપ્તિ થાય ત્યારે ઉદ્દત ન થઈ જતાં મૃદુતા રાખવી અને સંકટ આવે ત્યારે નિરાશ થવું નહીં.
જે ખરો શ્રેષ્ઠ પુરૂષ હોય છે તે બીજાઓમાં શ્રેષ્ઠપણાના બીજ રોપે છે. હાનાં નાનાં કામો સારી રીતે એટલે મોટાં મોટાં કામ કરવાની પાત્રતા પમાય છે.
સંસારમાં કેટલીક વાતો નાશવંત હોય છે અને કેટલીક અવિનાશી હોય છે. નાશવંત વાતની પાછળ લાગવાથી ભરભરાટ થશે પરંતુ તેમ કરવું એ એક ગાંડાપણાનું કર્તવ્ય છે.
અવિનાશી વાડીની પાછળ લાગવાથી કદાચિત ઐહિક આશ્વર્ય મળશે નહી; પરંતુ તેમ કરવામાં ડહાપણ સમાયેલું છે.
મનુષ્યનો સ્વભાવ એ એક પ્રકારનો બગીચે છે અને તેને ખીલવવાનું કામ તેની તરફજ સોંપાયેલું છે. - હું કરીશ આ મંત્રમાં કંઇ અદ્ભુત શક્તિ રહેલી છે.
યશસ્વી પુરૂષોનાં ગુણ સર્વે ગાય છે. પરંતુ શ્રેયકારી અને શ્રેષ્ઠ કાર્ય માટે ઉપલી રીતે છતાં જેઓ પડે છે તેની મ્યતા પણ કંઈ ઓછી હોતી નથી.
ઉદ્યોગ કર્યા વિના કળ મળતું નથી અને એક ચિત્ત અભ્યાસ કર્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી.
કલવ્ય એટલે ગૃહસ્થના આયુષ્યમાંનું ઘણું ખરું સુખ દુઃખનું ઉદય–ઉગમસ્થાન.
જે આચરણ વિચારનું પ્રતિબિંબ જણાઇ આવે નહીં તે તેને કંઈ પણ ઉપયોગ નથી.
ઉતાવળ કરી એટલે ભૂલ થયા વિના રહેતી નથી. પ્રવાસે નિકળતી વખતે સાથે ડહાપણું લેવું એ કંઇ ભારભૂત થતું નથી. શરીર શોભાવવાને માટે આરોગ્ય અને સભ્યપણા સિવાય બીજાં સાધનો નથી. સુખી થવું હોય તો આગળ ઉદ્યમ કરવો જોઇએ.
સ્વાર્થને નાશ કરી તે સ્થળે પ્રેમની સ્થાપના કરવી એ કામ લગ્નનું છે. લગ્ન થયું એટલે આભ ત્યાગને આરભ થાય છે.