________________ 320 બુદ્ધિપ્રભા. પણું આ મંદિરનું બારણું નીચું કરાવી આ મંદિરની સુંદરતામાં ખામી આણી છે તેથી મોં માથું ધૂણાવ્યું. આ સાંભળી સાસુને ઘણીજ રીસ ચઢી ને તેમણે પણ વહુને એકદમ મહેણું માર્યું કે હે! સુલક્ષણ વહુજી હમને જે હોંશ હોય તે આપણું પીયેર (પિતૃગૃહ) થી દ્રશ્ય મં. ગાવી બીજું મંદિર કાં બંધાતાં નથી વારં? તે વખતની વહુઓ કંઈ આજના જેવી નહતી. સાસુના શબ્દો તેના હાથમાં સોંસરી ઉતરી ગયાં ને મનમાં વિચાર કર્યો કે ઠીક છે સાસુજી ! જો હું તમારી વહુજ હોઈશ તે તમારું વચન તથાસ્તુ હો ! આમ વિચારી એકદમ પિતાના પરથી અસંખ્ય દ્રવ્ય મંગા વ્યું ને બીજા જ વર્ષમાં એટલે સંવત 1650 માં બિજુ પિતાની સાસનાથી પણ વધુ સુંદર મંદિરનું ખાત મુહુર્ત કરાવ્યું અને પાંચ વર્ષમાં તે દેવ વિમાન સરખું બાવન જીનાલય તૈયાર કરાવી દીધું છે તેનું નામ " શ્રી રત્ન તિલક પ્રાસાદ” રાખ્યું. પુણ્યની રાસીઓને શું અશકય છે ? આ સમયે પણ ફરતા ફરતા શ્રી સેન સુરીશ્વર ને કે જેઓએ હિરાંબાઈ ને સાસુજીના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી તેજ પધાર્યા ને સંવત 1955 માં શ્રી ધર્મનાથ પ્રભુની મુર્તિની પ્રતિષ્ઠા કરીને અંજન શલાકા કરાવી, આ રીતે દેવ વિમાન જેવો શોભિતો તે પ્રાસાદ કરાવી વહુ વિરાંબાઇ બહુજ સંતોષને પામ્યાં. આ રીતે બેઉ શિખરબંધી દેવ મંદિર સામાસામી કઈ દિ... વિમાન આવી રહ્યાં હાય તેમ શોભી રહ્યાં. ખરેખર! વાદ કરતો આવાજ કરવા યોગ્ય છે કે જેથી ધર્મની વૃદ્ધિ થઈ શકે. પરમાર્થ ધર્મ-ધન-ને દયાનાં કાર્યોમાં વાદ કર્યો હોય તે તે ખરો વાદ કર્યો ગણાય અને બીજા તે વિખવાદ જ કહી શકાય. આ મંદીરની વાર્તા સમસ્ત વિશ્વમાં વાયુ વેગે ચાલી રહીને સાસુવહુની જોડીની માફકજ સાસુવહુનાં આ દેહરાં બહુ વિખ્યાતિને પામ્યાં. હવે અહિઆ દેશ દેશાવરના ઘણુજ સંઘપતિઓએ કાઢેલા સંઘે યાત્રાર્થ આવવા લાગ્યા, અને મંગળમાળા વતવા લાગી. આ મંદિરોની સંભાળ હાલમાં શ્રી જંબુસર સંધ રાખે છે, જે તીર્થો હજુ પણ તે વખતની જાહેઝલાલીની સાક્ષી પુરે છે તથા સાસુવહુના ધર્મ વૃદ્ધિ કરનાર ને યાદ કરાવતા પિતાની સુંદરતામાં સજ થઈ ઉભેલા . જ્યાં અનેક યાત્રાળુઓ પ્રતિવર્ષ યાત્રા કરી લાભ લે છે. ખરેખર આ તીર્થયાત્રા કરવા લાયક છે. કારીગરીને અપૂર્વ નમુને સાક્ષાત્કાર થયાવિના રહેતો નથી. આ મંદિરની યાત્રા કરવા જવા સારૂ સર્વે ભાઈઓને ભલામણ કરવામાં આવે છે. શ્રી કાવિતીર્થની યાત્રા કરવા શ્રી ખભાત બંદર થઈને જવાય છે તેમજ શ્રી પાદરા થઈ ને પણ જવાય છે. મંદિર દરિયા કીનારે આવ્યું છે ને ત્યાં જવાના રસ્તા સારા છે. શ્રી દિપવિજય કવિરાજે આ શ્રી રૂષભદેવ તથા ધર્મનાથજી મહારાજ જેની સ્તવના ની ઢાલ સંવત 1886 માં બનાવી જે ભવજનના કલ્યાણને અર્થે હો.