________________
૩૧૧
દયાનું દાન કે દેવકુમાર. તું જ નથી એવી રીતે મને સામાન્ય ભીક્ષુક માફક ગણી દીધાથી અપમાન સરખું મને ત્યાં લાગવાથી મારી પ્રતિજ્ઞા પ્રમાણે કોઈએ ન લાવવાથી હું પારણું કર્યા વિના પાછો આવ્યો છું છે કે રાજની અત્યંત ભક્તિ હશે તે પણ મારે તે હવે તપશ્ચર્યા કરવાનું યોગ્ય છે. અને તે ભલા રાજાને શરીરે જલદી આરામ થાઓ એજ મારી પ્રભુ પાસે પ્રાર્થના છે. આવી રીતે શુભ ભાવનાથી ગુરૂને નમસ્કાર કરી તે મહા તપસ્વી જરા પણ ખેદ કર્યા વિના કે બીજ ઉપર ધ લાગ્યા વિના પાછો તપશ્ચર્યા કરી આત્મભાવના ચિંતવવા સમાધિ લગાવી સ્થિર ચિત્તે એક સ્થાને સ્થિર થઈ ગયું હતું !
दयानुं दान के देवकुमार.
(લેખક. પુંડરીક શમાં સાણંદ)
( અનુસંધાન ગતાંક પાને ર૭૬ થી) “ એ તે હું કહેત ” તો તે. "
“ ત્યારે તું બહુ ઉતાવળ કરતી હતી. હવે ઠેકાણે આવીને ?” “ હશે ચાલે હવે બહુ વાત કરી; સમય પણ બહુ થયો છે. ” નલિકાએ કહ્યું. “ જેવી ઇચ્છા ” મમલ નલિકાની ઇચછાને અધીન થયે.
વાચક ! ચાલ ચાલ ! ઉતાવળે દેડ. સ્વાર્થ સધાય. જાણવાનું જાણયું. હવે અહિ ઉભાં રહી હૃદયને, ને હદયના માનસિક પ્રવાહને અપવિત્ર નહિ બનાવવો જોઈએ. આપણે શું ? તેમનાં કર્યા તે ભગવશે ! વાતચીત ઉપરથી જણાયું હશે કે મયલને નલિકા પરસ્પર પ્રિમયુમ છે. જયારે મયલ સિપાઇગીરીમાં હતો ત્યારે નવલિકા એક ભિખારણને વેશે તેની જોડે સંબંધ ધરાવતી હતી. તે પોતાની ચાલાકીથી આટલે દરજે પહોંચી છે, ને તેનો પ્રતાપ મયલને પણ લાભદાયી બન્યો છે. બન્નેને પ્રથમના જેવોજ પરસ્પર સંબંધ છે. મયલ અસ્થિર ચિત્તનો છે, તે તો તેના બેલવા પરથી જ જણ્ય છે. એટલું જ નહિ પણ મલિન વાસનાનો ભોગી છે. તેનાજ પરિણામે બન્નેમાં કવચિત વિરોધ ભાવનાનું ઉદ્દીપન થાય છે. નવલિકા ખરેખર એક પ્રપંચની પુતળી છે. ભિખારણમાંથી દાસી થઈ ને દાસીમાંથી હવે રાણ થવાની ઇચ્છા થાય છે. સ્વરૂપાને પણ ભરમાવનાર તેજ છે. તેને વધારેમાં મયલની મદદ મળે છે. મયલ જોડે દોસ્તી ટકાવી રાખવાનું પણ એજ કારણ છે. તેમ તેણે પણ મયલને રાજા થવાને તાળવે ગોળ ચટાળે છે. આમ અન્યોન્ય બનેને સ્વાર્થ છે.