Book Title: Buddhiprabha 1913 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા. ૩૦૧ કળે છે કે શ્રી સરૂની મન-વાણી અને કાયાધારા તેમની છાયા જેવા બની ઉપાસના કર્યા વિના પરમાનન્દની પ્રાપ્તિ થતી નથી. જેને ક્ષામાં પંચ મહાવ્રત ધારી સાધુઓજ ગુર તરીકે મનાય છે. તેથી અત્ર સાધુઓનું ગ્રહણ કરવું, એકવીશ હજાર વર્ષ પર્યત સાધુ ૨૫ ગુરૂઓની અસ્તિતા રહેવાની છે. સાધુઓ સંસારથી મુકત થઈ મિક્ષ માર્ગ આરાધી શકે છે માટે જેનશાસનમાં ગુરૂ પદના તે અધિકારી ગણેલા છે. પરમાનન્દપ્રદગુરૂમહારાજની ઉપાસના કર્યા વિના પરમાનન્દ પ્રાપ્ત થતો નથી. નથુરાઓ ગુરૂગમ વિના પરમાનન્દ શોધવા જતા ભટકાઈને પાછા પડે છે અને તેઓની બ્રણ સ્થિતિ થાય છે માટેજ હેમચન્દ્ર પ્રભુએ ગુરૂની ઉપાસના વડે પરમાન્ડ મળે છે એ શાસ્ત્રીયાનુભવ દર્શાવ્યો છે. सत्येतस्मिन्नरतिरतिदं गृहातेवस्तुदूरा दप्यासन्नेप्यसतितुपन स्याप्यतेनैवकिश्चित्पुंसामित्यप्यवगतवता मुन्मनीमावहता विच्छाबादंनभवतिकथं सद्गुरूपासनायाम् ॥ ५३ ॥ સદગુરૂની ઉપાસના કરવાથી અરતને આપવાવાળી વ્યાધ્રાદિ વરસ્તુઓ અને રતિને આ પવાવાળી વસ્તુઓ મનુષ્ય વડે દૂરથી પણ ગ્રહણ યા સ્વાધીન કરી શકાય છે તેજ મનુષ્યો સદગુરની ઉપાસનાના અભાવે નજીક રહેલી વસ્તુઓ ગ્રહણ યા સ્વાધીન કરી શકતા નથી. આવું જાણ્યા છતાં ઉન્મનીભાવના હેતુ ભૂત સરૂની ઉપાસનાના સંબંધમાં મનુષ્યની ગાઢ ઈરછા કેમ થતી નથી ? આચાર્ય શ્રી મનુષ્યોને મનોભાવ પ્રાપ્ત કરવા માટે ખાસ સરૂની ઉપાસનાની ભલામણ કરે છે અને જે જાય છતાં સદ્ગુરૂની ઉપાસના કરવા ઇછા ધારણ કરતા નથી તેમ અજ્ઞાનમોહના દાસ બનેલા છે એમ અવધવું. શ્રી હેમચંદ્ર પોતાના ગુરૂ ની સારી રીતે ઉપાસના કરી હતી. શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય પણ સર્વ વસ્તુની પ્રાપ્તિ માટે ગુરૂ ઉપાસનાને મુખ્ય બતાવે છે. ધર્મદાસગણું પણ ઉપદેશમાલામાં સરૂની ઉપાસના સંબંધી સારું વર્ણન કરે છે, એગશાસ્ત્રના અને આચાર્ય શ્રી સદગુરૂની ઉપાસનાની ભલામણ કરીને ખરી સેવા બજાવે છે. ગુરૂવના સમ્માન થતું નથી. ઉન્મનીભાવની પ્રાપ્તિ માટે સદ્દગુરૂની ઉપાસના જ યોગ્ય છે. સદ્દગુરૂની ઉપાસનાથી શાસ્ત્રનું જ્ઞાન થાય છે. અનેક પ્રકારના અનુભવ મળે છે. ગુરૂકુળ વાસથી પરંપરા ચાલતા આવેલા અનેક બાબતના અનુભવની પ્રાપ્તિ થાય છે. પૂર્વે સૂરિ–મંત્ર વર્ધમાન વિદ્યા વગેરે ગુરૂની કૃપાથી શિષ્યો મેળવતા હતા ત્યારે તેઓ પ્રતાપશાલી થતા હતા-શ્રી હેમચંદ્ર તેમના ગુરૂની કૃપાથી મહા સમર્થ થયા હતા. ગુરૂની કૃપા અને આશીર્વાદથી અપાત વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમાં જરા માત્ર શંકા નથી-ગુરૂની કૃપાથી ત્રીયશોવિજય ઉપાધ્યાય ૫ણું પ્રભાવક થયા છે. ગુરૂની કૃપાથી અનેક શિષ્યોએ ઉચ્ચપદ મેળવ્યું છે. ગુરૂની સેવા ભાંકા વિયાગ્નથી જે કંઇ પ્રાપ્ત થાય છે તે સદાકાલ રહે છે. ઉન્મનોભાવની પ્રાપ્ત તો કદ ગુરૂની કૃપા અને આશીવૉદ વિના થતી નથી. ગુરૂએ નાભિના ઉછાળાથી આપેલ આશિથી ઉન્મજીભાવના પ્રકાશને પ્રાપ્ત કરવા માટે શિષ્ય ભાગ્યશાલી થાય છે. ઉનમનીભાવવા લવ સમાધ તે એકજ છે એ કંઇ પુસ્તકે વાંચવા માત્રથી પ્રાપ્ત થઈ શકે નહિ, નાગાર્જુન જેવાને પણ ગુરૂ ગમવિના આકાશમાં

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34