Book Title: Buddhiprabha 1913 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ૨૯૬ બુદ્ધિપ્રભા. અવલંબન કરી આત્માને અનુભવ પ્રકાશ ખીલવવે જોઇએ. શ્રીમદ્ હેમચંદ્ર પ્રભુ આદા સીન્યભાવ વડે મનને જવ કરવાની કુંચીએ બતાવે છે અને તે મનને તાબામાં રાખવાથી અનેક લબ્ધિયે। પ્રકટ થવાનુ જણાવે છે. આચાર્ય શ્રીહેમચંદ્ર પ્રભુ ઉન્મનીભાવની વિશેષ મહત્તાજ પોતાના અનુભવે જણાવે છે, कदलीवच्चाविया लाळेन्द्रियपत्रका मनः कंदा अमनस्कफलेह नश्यति सर्वप्रकारेण ॥ ४० ॥ ચપળ ઇન્દ્રિયરૂપ પત્રવાળી અને મનરૂપ કદવાળી અવિદ્યારૂપ કેળ અમનસ્કતારૂપ ફળ દેખે છતે સર્વ પ્રકારે નાશ પામે છે. કેળને ફળે થયા બાદ તેને કાપી નાખવામાં આવે છે. કારણ કે તેમાં છે। આવી શકતાં નથી. અવિદ્યારૂપ કેળ ખરેખર અમનસ્કતારૂપ કુળ દેખ્યા પછી નષ્ટ થાય છે. અવિદ્યાના નાશ કરવા હાય તે અમનસ્કતાની પ્રાપ્તિ કરવી એમ શ્રીમા અનુભવ છે. અમનકતાના ઉદ્દય થતાં કેવી દશા થાય છે તે હેમચંદ્રપ્રભુ જણાવે છે, विश्लिष्टमिवप्लुष्टमिवो डीनमवलीनमिवकार्यं अमनस्कोदयसमये योगीजानात्य सत्कल्पम् ॥ ४२ ॥ समदैरिन्द्रियभुजगै रहितेविमनस्कन वसुधा कुण्डे मग्नोऽनुभवतियोगी परामृतास्वादमसमानम् ॥ ४३ ॥ रेचकपूरककुम्भक करणाभ्यासक्रमं विनाऽपिखलु स्वयमेवनश्यतिमरुत् विमनस्केसत्यऽयत्नेन ॥ ४४ ॥ चिरमाहितमयत्नैरपि धर्तयोहिशक्यतेनैव सत्यमनस्के तिष्ठति ससमीरस्तत्क्षणादेव ॥ ४५ ॥ यातेऽभ्यासेस्थिरता मुदयतिविमलेचानिष्कलेत खे मुक्तइवभातियोगी समूलमुन्मूलितश्वासः ॥ ४६ ॥ અમનસ્કતાના ઉદય સમયે યેાગી વિખરાઇ ગયું, હાય અથવા ખળી ગયું હૈાય, ઉડી ગયું હાય કે વિક્ષય પામેલાની પેઠે પેાતાની સાથે રહેલા શરીરને જાણે છે. સાÁશકે શરીર છતાં જાણે પોતાની પાસે શરીર નથી એવી તેની દશા થઇ જાય છે. અમનસ્ક દશા પ્રકટે છતે ચેાગીને શરીરનું ભાન રહેતુ નથી અને તેમજ તેની અવધૂત દશ થાય છે. દુનિયાની દષ્ટિએ તે ગાંડા જેવે માલુમ પડે છે કારણ કે સાંસારિક વિવેકની સાથે અને સાંસારિક વ્યવહારની સાથે તેના મનના સબંધ ટળવાથી તેને બાહ્યને વિવેક રહેતા નથી તેથી દુનિયા એમ જાણે છે કે આ ભાન વિનાને થઇ ગયું છે. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો તેને શરીરનું ભાન ન રહેવાથી શરીરની પણ પૃહા રહેતી નથી. તેનું મન ખાદ્ય પદાર્થોની સાથે જે વખતે સબંધવાળું હાતુ નથી તે વખતે બાહ્યમાં તેને વિવેક રહેતા નથી. અમનરક દશાવાળ યેગી અન્તરમાં લયલીન રહે છે તે આત્મમસ્તા અાખરામ કહેવાય છે. જેને શરીર છાં શરીર નથી એવું ભાસે છે તેવા યેાગીને બાહ્ય પદાર્થોમાં પ્રેમ વા દ્વેષની વૃત્તિ ક્યાંથી સ્ફુરે. ? મદોન્મત્ત ઇન્દ્રિયરૂપ સત્રનાના ઉમતીભાવરૂપ નીન અમૃતના કુંડમાં મગ્ન થએલ યેગી અસમાન ઉત્કૃષ્ટ એવા તવામૃતના સ્વાદને અનુભવ કરે છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34