Book Title: Buddhiprabha 1912 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રભાલેવું જોઈએ—અધ્યાત્મજ્ઞાનીઓએ પિતાના ઉત્તમ સદાચારવડે અને જગતસેવારૂપ ફરજવડે પ્રતિપક્ષીઓને પણ જણાવી દેવું જોઈએ કે જડવાદના શુષ્કજ્ઞાનથી અમો દુર છીએ-અધ્યાત્મજ્ઞાનની પકવદશા થતાં ઉત્તમ સ્થિરતા પ્રાપ્ત થાય છે. આવું આધ્યાત્મિકત્તાન કંઈ પુસ્તકે માત્ર વાંચવાથી મળે તેમ ધારવું નહિ-સાક્ષાતગુરૂના બોધથી જે અધ્યાત્મજ્ઞાનને રસ અનુભવાય છે તે કદી પુસ્તકના વાચનથી અનુભવાત નથી. પુસ્તકેદાશ અધ્યાત્મજ્ઞાનને જે બંધ કરવામાં આવે છે તેને પકકે કરવાને માટે એક સદ્દગુરૂની આવશ્યકતા છે. શ્રી સદારૂવિના અધ્યાત્મજ્ઞાનને અભ્યાસી ઘણી બાબતોમાં ભુલ કરે છે અને તેને અધ્યાત્મજ્ઞાન સં. બંધી ઘણું અનુભવે મળી શકતા નથી. સરૂની આજ્ઞાવિનાને સ્વછન્દી મનુષ્ય ખરેખર હરાયા ઢેર જેવો છે. જેના માથે કોઈ સદ્દગુરૂ નથી તે અધ્યાત્મજ્ઞાનના પ્રદેશ આગળ આવીને વે આગળ પાછળ ઠપકાઇને પાછો વળે છે અને તેથી તે બાહ્ય વસ્તુઓમાં સુખને માટે ફાંફાં મારે છે. દુનિયાના પ્રત્યેક ઉત્તમ કાર્યમાં દક્ષત્ર મેળવવાને માટે કોઈ પણ ગુરૂને અવસ્થ કરવા પડે છે તે મેક્ષના માર્ગમાં પ્રવેશ કરવાને માટે અધ્યાત્મજ્ઞાનની પાપ્ત અર્થે કોઈ મુનિવર સદ્દગુરૂ કરવા જોઈએ. જેઓએ મેક્ષમાર્ગ પ્રતિ પ્રયાણ કર્યું છે તેવા મુનિવર અધ્યાત્મજ્ઞાનની કુંચી આપવાને માટે સમર્થ બને છે. સંસારિક ઉપાધિયોનો ત્યાગ કરીને જેઓ કલાના કલાકાપર્યન્ત એક આત્માને તારવાને માટે નિરપાધિદશા ભેગવે છે અને આત્મતત્વની વિચારણામાં લયલીન રહે છે તેઓ સદગુરૂ હોઈ શકે છે–જે મુનિવર સદ્દગુરૂએ અધ્યાત્મતાનને ઘણે ઉંડે અનુભવ કર્યો હોય છે અને જેને અનુભવ ખરેખર વીતરાગવાણીના અનુસારે છે તેવા અધ્યાત્મજ્ઞાની મુનિવરની આજ્ઞા સ્વીકારીને અને તેમના દાસ શિષ્ય થઈને અધ્યાત્મજ્ઞાનનો અનુભવ કરવો જોઈએ એમ ઉપર લખેલી વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અમસ્તાનને અનુભવ ખરેખર પાતાળકુવા જેવું છે. પાતાળકુવાનું પાણી જેમ ખૂટતું નથી તેમ અધ્યામને અનુભવ પણ ન ન પ્રગટવાથી કદી ખૂટતો નથી. અધ્યામજ્ઞાનના બળવડે દરરોજ આત્મતત્વ સંબંધી નો અનુભવ પ્રગટ થાય છે અને તેથી પ્રત્યેક બાબતોને સાર સંક્ષેપમાં સમજાય છે-કેટલાક સમ્યગ અનુભવવિનાના લેભાગુ પામીઓ હોય છે તેઓની અમુક બાબતમાં દષ્ટિ મર્યાદાવાળી થઈ જવાથી તેઓ પોતાના વિચારમાં જાણે સર્વ પ્રકારનું અધ્યાત્મજ્ઞાન સમાઈ ગયું હોય એ ધમંડ રાખીને અનેક પ્રકારના કદાચ જેની તેની સાથે કરીને મનમાં આનન્દના ઠેકાણે કલેશને ધારણ કરે છે. કેટલાક સમ્યગજ્ઞાનના અભાવે અમુક જાતની ક્રિયા કરે તોજ અધ્યાત્મ કહેવાય એવા ઉછીના વિચારવડે બોલે છે. પોતાની બુદ્ધિવડે જેઓ પૂર્ણ અનુભવ કર્યા વિના અધ્યામજ્ઞાન ઉપર વિચાર બાંધવા જાય છે તેઓ ધણી ભૂલ કરે છે અને તેઓ પશ્ચાત અધ્યાત્મજ્ઞાનને અનુભવ લહીને પોતાની ભૂલો માટે પશ્ચાત્તાપ કર છે. ગજસુકુમાલમુનિવર કે જે શ્રીકૃષ્ણના ભાઈ થતા હતા તેમણે બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી. બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરીને તેઓ સ્મશાનમાં કાયોત્સર્ગ કરી ઉભા રહ્યા. તેમના સસરા સેમિ શ્રીગજસુકુમારના શરીર પર માટીની પાળ બાંધીને તેમાં બેરના અંગારા ભ. શ્રીગજસુકુમાલે અધ્યાત્મજ્ઞાનના બળવડે અગ્નિના દુઃખને સહન કર્યું. પોતાના મનમાં જરામાત્રપણુ ક્રોધ આવવા દીધો નહિ. પિતા. ના મનમાં તેઓ અધ્યાત્મજ્ઞાનથી ઉત્તમ સમતાભાવની ભાવના ભાવવા લાગ્યા અને શરીરને ત્યાગ કરીને પરમસુખ પામ્યા. શ્રીગજસુકુમાલનું દાન ખરેખર અધ્યામભાવનાની પુષ્ટિમાં હેતુભૂત છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34