________________
બુદ્ધિપ્રભા
નથી કે મારા બોલવાનું શું પરિણામ આવશે. કોઈ પણ બેલનારે હમેશાં વિચારવું કે મહારા બોલાયેલા શબ્દ કોઈને પણ ઉપયોગના શાંતિના કે કામના જ હોવા જોઈએ. કારણ શબ્દ એ દિવ્ય વસ્તુ છે.”
- રાજાઓને એક શબ્દ અનેકને સુખમય કે દુઃખમય કરવા શકિત ધરાવે છે. દુર્યોધનના દ્રૌપદિ પ્રત્યેના અપશબે કૌરવ કુળ નાશ કરાવ્યું, દશરથપુત્ર રામને સુર્પનખા પ્રત્યેના લમેના જવાબમાં “ના” શબ્દ રામાયણનું યુદ્ધ કરાવ્યું ને શહેનશાહ જ્યોજ પાંચમાના એક દે કલકત્તાની રાજધાની ફેરવી દિલ્હી રાજધાની બનાવી દીધી ને વૃદ્ધ સાવીના એકજ શબ્દ હરિભદ્ર સુરીએ તળવા ધારેલા ૧૪૪૪ બૌદ્ધ સાધુ કાગડાને અભયદાન અપાવ્યું–ને મહાવીર સ્વામીના પૂર્વ ભવમાં બેલાયલા થોડક શબ્દોએ તિર્થંકરના ભવમાં કાનમાં ખીલા ઠેકાવ્યા. એક ક્ષણ માત્રમાં નિર્જીવ શબ્દ કેટલી નાશ કે શાંતિ પ્રસરાવવા શકતીવાળો થાય છે?
એક એક શબે હજારો જાન બધા છે, એક એક શબ્દજ લાખનું નીકંદન ગયું છે એક શબ્દજ શહેરનાં શહેર નાશ પામ્યાં છે એક શબ્દજ શહેરો બંધાયાં છે. એક શબ્દજ દુનીયા પર શાંતિનું સામ્રાજ્ય પ્રસર્યું છે અને એક શબ્દજ સર્વત્ર સત્યાનાશ વળતું દેખાયું છે. શબ્દનું કેવું અજબ સામર્થ ?
દેશના, ગામના, સંધના, કે ન્યાતના ને છેવટ ઘરના નેતાએ તે પિતાના દરેક શબ્દ બહુજ સંભાળપૂર્વક બલવાને છે, ને શબ્દ શબદે વિચાર કરવાનો છે. કારણ પિતાના બેલાયેલા શબ્દ ઉપર કેટલા મનુષ્યના હિત અહીતનો આધાર છે ને પોતાની પાછળના માણસો તે શબ્દનું અનુકરણ કરશે માટે તે કેવા બેલાય છે તેનો વિચાર કરવો. બનતાં સુધી નિતાએ તો પોતાના આચાર વિચાર-વાણી-આહાર-વિગેરે એવાં શુદ્ધ રાખવાં જોઈએ કે કોઈ પણ જાતની અશુદ્ધિને ચંચપ્રવેશ થઈ શકે નહીં કારણ તે અશુદ્ધિ પિતાને એકલાને જ નહીં પણ પોતાના પાછળનાને તથા આખા સમુદાયના હિત અહીતનું કારણ થઈ પડે છે.
શબ્દોને સારા કે નરસા, મીઠા કે કડવા, નમ્ર કે તામસી કરવા તે બેલનારના આહાર સબત ને જ્ઞાનપર આધાર રાખે છે. શાંતિ, પરોપકાર, ધર્મ આબાદીને દયાના ચાહાનાર દરેક સાજન મનુષ્ય હમેશાં સાદે સાવિક ને ઉંચે ખોરાકજ ખાવો. બનતા સુધી બહુ તી ખે
ખા કે તામસી ખોરાક ખાવો નહી. વળી દારૂ કે બીડી ને એવાં બદી ભર્યા વ્યસન તે રાખવાં જ નહી કારણ તે બધાં વ્યસન પાશવ વૃત્તિને વૃદ્ધિગત કરે છે. જે અંતે મનુષ્યને નકનાજ અધીકારી બનાવે છે. હમેશાં ધાર્મિક પુસ્તકોનું વાંચન યોગીઓનું સેવન, સજનોની સોબત, તથા વૃત્તિઓને નિર્મળ તથા સંયમ વાળી રાખવી ને પછી જુવો કે તેમની વાણીમાં કેવું અમૃત વહે છે. તેમની સંતતિ કેવી વિનયી ને મધૂર ભાષણ કરનાર નિવડે છે.
દરેક સુખના અભિલાષ મનુષ્ય પોતાના વિચારો ઉચ્ચ-આચરણ શુદ્ધ-વૃત્તીઓ શાંત વાણી અમૃત તુલ્ય મીઠી ને પ્રકૃતી ચંદ્રકીરણ જેવી શીતલ રાખવી જોઈએ. કારણ કદી પણ ભુલશો નહી કે અજાણે પણ બેલાયેલા શબ્દોના કીરણ (સ્કો) ચૌદ રાજલોકમાં ઘણાકને સુખી વા દુખી કરતા કરતા અમુક માણસના હૃદયમાં પેસવાના ને તેનું પરિણામ શુભ વા અશુભ આવવાનું જ; અને તેના કારણભુત પણ “શબ્દ” ના બેલનારજ થવાના. આપણે જોઈએ છીએ કે લાંબા વખતના ન્યાતજાત સંધ કે ગામના જધડા કોઈ પ્રતિભાશાળી મનુષ્યના એક શબ્દથી જ જડમૂળથી નીકલી જાય છે. શું તે શબ્દ સેનાના વા રનના છે ?