________________
દિવ્ય પિત પ્રેમ,
ર૭
વૃદ્ધ, કંઈ પણ જોતો નથી. તું ખરેખર માનવ દેવ છે. તારાથી મનુષ્ય સુખ જોઈ શકાતું નથી.
પણ કદમ ! તું મનુષ્યોને ફાયદો પણ કરે છે ! માનવ જન તહારી લીલા અનુભવ્યા શીવાય ઉનતીને પામી શકતો નથી. તું કર્તવ્યની ઓળખાણ કરાવે છે. ઈશ્વર ભક્તિ યાદ કરાવે છે. નાસ્તીકને આસ્તીક બનાવે છે, પણ જેટલી તારી સ્તુતી કરીએ તેટલી–બક્કે તેથી વધારે પણ તારી નિંદા કરીએ તો પણ શોભશે.
તે તરૂણ ચકિત દ્રષ્ટિથી તે વ્યક્તિ તરફ જેવા લાગ્યો. તેને કઈ જ સમજણ પડી નહિ. તે વ્યક્તિ જેમ જેમ પાસે આવવા લાગી તેમ તેમ વધુ વ્યાકુળ દેખાવા લાગી. નજદીક આવતાં જ તે દુર્દેવી તરૂણ ધૈર્યથી બોલ્યો, “તું કોણ છે ? બેલ, મનુષ્ય કે પિશાચ ?”
ઉત્તર ન દેતાં તે વ્યક્તિ ગંભિર દ્રષ્ટિથી તેના તરફ જોવા લાગી. ઉત્તર નહી મલવાથી તે તરૂણ પુનઃ બોલ્યો, “પ્રત્યક્ષ માનવહૃદયને કમ્પિત કરનારી કાલસ્વરૂપણ રાક્ષસી-વાકાલી, કે તું ગમે તે હશે તો પણ આ શિશદીયા વંશભૂત રજપૂત તહારા ભિન્નકારક આચરણથી બિલકુલ ડગમગનાર નથી. બેલ! આ વખતે, આ ઠેકાણે અને એકલી જ આવા વિચીત્ર વેશથી આમ આવનાર તું કોણ છે ! મારી પાસે તને કઈ અપેક્ષા છે? કંઇ માંગે છે ?”
તે વ્યક્તિના ફરફરતા અધર ઉપર થઈને ફક્ત એક જ વયન પુષ્પ ખર્યું, “હા” જ શું માંગે છે ? ” જ તનેજ. ”
શું મનેજ, ” “હા” ને ટકે ને ટચ જવાબ મલ્યો, ચારે તરફ નેત્ર ફેરવતો તે તરફ બે “ હું તારી સાથે આવું ? ”
વિશ્વાસ હોય તેજ.”
છે તું કોઈપણ છે. સ્ત્રી જાતિથી હું બીતે નથી ને સ્ત્રી જાતને મારા તરફથી કોઈ પણ જાતની બીક રાખવાનું કારણ નથી. ચાલ હું આવવા તૈયાર છું. તે વ્યક્તિ પાછી ફરી દીપકનો પ્રકાશ ફીકકે ધ્રુજતો હતો તરૂણનું હદય બીકથી નહીં પણ આશ્ચર્ય કારક બનાવથી ધબકતું હતું–તે વ્યકિત ઉતાવળે પગલે ચાલવા લાગી–તે તરૂણ પણ પુઠે પુડે ચાલવા લાગ્યો.
આ વખતે પૂર્વ રાત્રીનો પહેલો પ્રહર ચાલતું હતું. આજ તૃતીયા હોવાથી ચંદ્ર મણાંજ ક્ષિતીજ પર આવીને અમૃત–વર્ષણ કરતો હતો. ચંદ્રવકાસી કમળ પ્રફુલ્લતાથી સ્મીત પૂર્વક તારાનાથ–સ્વાગત-ગિત મુગુમણું ગાતું હતું. જગત અરણ્ય શાંત હતું–ફકત પ્રકૃતીજ હાસ્ય કરતી હતી.
અપૂર્ણ