________________
બુદ્ધિપ્રભા
पथ्थर भांगनार.
(મળેલું )
પુર્વે ઘણુ વખત ઉપર જાપાનમાં એક પથ્થર ભાંગનારો હતો, કે જે મોટામેટા રસ્તાઓ ઉપર કામ કરતા હતા. આવા રસ્તાઓ ઉપર તે દિવસ સુધી, દરેક જાતની હવાએ, દરેક રતુમાં, વરસાદમાં, અને ખરા બાળી નાખે તેવા તડકામાં પણ બરફમાં કામ કરતા હતા. તે ભૂખથી અને થાકથી હમેશાં દુઃખી રહે. તે પિતાની આવી સ્થિતિથી જરા પણ સતિષી ન હતે.
“ અરે હું પરમેશ્વરને કેટલો ઉપકાર માનું,” એક દહાડે તેણે એક મોટો નિ:શ્વાસ મુકતાં મનમાં કહ્યું કે જે એક વખત હું એટલે બધા પૈસાદાર થાઉં કે, હું સવારમાં બહુ મોડે ઉડી શકું, જ્યારે હું ભૂખ્યો હોઉં ત્યારે ખાઈ શકુ, જ્યારે તરસ લાગી હોય ત્યારે પાણીને બદલે થંડા શાબ પીને તરસ મટાડી શકુ, મહું ઘણાને મેઢે સાંભળ્યું છે કે કેટલાક માણસનાં નશીબ એટલાં બધાં સારાં હોય છે કે, તેઓ હમેશાં પૈસાદાર ને આનંદી રહે છે,
મારા ઘરના બારણું અગાડી જાડી ગાદી ઉપર ની રાતે સુતો હઉ, મારી પીઠ સુંદર રેશમી તકીયાને અઢલામ હેય, હું ઘણું ચાકરા પર હુકમ બજાવતે મારે બપરને નાતે લેતે હઉ, અને મને બધા ઘડી ઘડીએ એમ જ કહ્યા કરે કે મારે કઈ પણ કામ કરવાનું નથી તે હું કેટલે નીતિ રાતના સુઈ શકું ?” ત્યાંથી પસાર થતાં એક સ્વર્ગીય દૂતે આ વાત સાંભળી અને તે હસીને બે. “ ગરીબ માણસ ! જે તું તેમજ સંતોષ માનતા હોય તો તું તેમ થા.”
અને એક ક્ષણમાં તે પથ્થર ભાંગનારાએ પિતાની જાતને પિતાના ભવ્ય મહેલના બારણુ પાસે સુંદર રેશમી ગાદી તકીયા ઉપર જોઈ. તે હવે ભુખ્યો, તરસ્ય કે થાકથી કંટાળી ગયેલો નહ. ડીવાર લગી તેણે આ ફેરફારથી વખત બહુ જ આનંદમાં કાઢયે. તેવામાં તેના બારણુ પાસે થઈને મીકાડે ગયો. ભીકડે, જાપાનનો રાજા, પૂર્વમાં સૌથી બળવાન રાજ, અને જાપાનના લેકને શિરતાજ હતો.
મીકાડા ફક્ત મજા મારવાને, ટર્કીના મોટા ઉમરાવો કરતાં, ભપકાદાર પોષાકવાળા ઘેડે સ્વારોથી વીંટળાઇને, આખી આલમને પોતાના બાહુબળથી જેર કરનાર લડવઇઓ સાથે પ્રખ્યાત ગવૈયાઓ લઈને, એક દુનીયાની સૌથી સુંદર અને પ્રખ્યાત ગાનારીઓ કે જેઓ ધોળા હાથીની ઉપર, રૂપાના હોદ્દાઓ ઉપર બેઠી હતી, તેઓની વચ્ચે નીકળ્યો હતે. મીકાડે પિતે એક સુંદર સોનાના, હીરા જડીત પાનામાં ભારે રેશમી બીછાના ઉપર બેઠે હતું. તેના મુખ્ય દિવાને એક સુંદર ઝીણી ઝીણી ઘુઘરીઓથી મઢી લીધેલી સુશોભીત મોટી છત્રી તેના માથા પર ધરી રાખી હતી. પૈસાદાર થયેલા આ પથ્થર ભાંગનારાએ, આવા આવા આડંબરથી શોભતા, જેનારાને ચકીત કરી નાંખતા મીકા તરફ ધણજ અદેખાઈની નજરે જોયું અને મનમાં બોલ્ય.