Book Title: Buddhiprabha 1912 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ પથ્થર ભાંગનાર “ અરે ! શું હું આટલામાં જ સતેજ માનું ? શું હું પિતે મીકા ન થઈ શકું? પછી હું આવા હીરા જડીત માનામાં બેશી બહાર ફરવા નીકળું, અને દિવાન મારા માથા ઉપર છત્ર ઝાલી રાખે, અને બીજો દિવાન મેરના પીછાંને બનાવેલો પંખે લઈને મને પવન નાંખે, અહા હા ! હું મીકા હાઉ તો કેવું સારું ? તારી ઇચ્છા પ્રમાણે થાઓ” સ્વર્ગીય દૂતે કહ્યું, અને એકદમ તેણે પિતાને કારભારીઓ, ગવૈયાઓ, સુંદર સ્ત્રીઓ, અને અનેક દાસદાસીઓ વચ્ચે વિંટળાયેલો જોયો કે જે લોકે તેને જાપાનીસ ભાષામાં વારંવાર કહેતા કે, “ મીકોડ ! તમે સુર્યના કરતાં બળવાન છે, તમે ધારે તે કરી શકે છે, અને દેવે બધા તમારૂ નામ સાંભળી થરથર કંપે છે.” પથ્થર ભાંગનાર આથી ઘણો ખુશ થઇ બોલ્યો. “એહ! ઘણુંજ સારૂં. આ માણસો મારી કીંમત જાણે છે પણ એટલામાં સૂર્ય કે જે વખતે ઘણોજ પ્રકાશતો હતો. રસ્તાઓ ધૂળવાળા કર્યા હતા અને જેના તેજથી આ મકાની આંખ મીચાઈ જતી હતી. તેના તરફ નજર જવાથી આ પથ્થર ભાંગનાર ઘણે જ ગુસ્સે થઈને બોલ્યો. કાઈ સુરજને ખબર આપો કે, આ તું અણઘટતું કરે છે. તેને જાપાનને રાજા મકાડે હકમ કરે છે કે તું એકદમ આ જગ્યાએથી ચાલ્યો જા.” દિવાન ગયો અને છેડીવારમાં પાછો ફર્યો ને કહ્યું છે તે સાંભળતા નથી ” આથી વધારે ગુસ્સે થઈને મીકાડે બેલ્યો “ એ મુખને શિક્ષા કરો ! ” દિવાને નીચાવલી કુર્નશ બજાવી કહ્યું “ સાહેબ તેને લાયકાત એજ છે. પણ હું તેને કેવી રીતે પકડી શકું ?” ત્યારે શું હું દેવના સરખો નથી ?” દિવાનથી જવાબ ન દેવાય ને મીક દિલગીર થઈ છે. “ અરે સુર્ય મારા કરતાં બળવાન છે. હું ઇચ્છું છું કે હું સુર્ય થાઉં.” પિલા રવર્ગીય દુતે વળી કહ્યું “તારી મરજી પ્રમાણે થાઓ અને તરત જ આ પથ્થર ભાંગનાર આકાશમાં ચળકવા લાગ્યા. તે અતિશય તડકે પાડી પૃથ્વી પર બધાને દુખ આપવામાં મજા માનતે હતો. એવામાં એક વાદળું આ સુર્યને પૃથ્વીની વચ્ચે આવ્યું. આ જોઈને આપણે વિચાર કર્યો. “ વાદળુ સુર્યના કરતાં બળવાન છે. જો હું વાદળું ન થઈ શકે તે હું ખરેખર અદેખાઈથી મરી જઈશ. ” આટલી નાની વાતમાં આટલે ગુસ્સો કરે નકામે છે. ” પેલે સ્વર્ગીયદૂત કે જેની નજર હમેશાં તપાસમાંજ હતી તેણે જરા હસીને કહ્યું તેવું જ એક સપાટામાં આ મગરૂર વાદળું સુર્ય અને પૃથ્વીની વચ્ચે આવી અટકયું. પછી એટલો બધો વણોદ વરસવા લાગ્યો કે મોટાં મોટાં ક્ષે પણ ઉખડી ગયાં. નાના ઝરાઓમાં પણ પુર આવીને તેઓ ભયંકર દેખાવા લાગ્યા. ઘણાં ઘરો પડી ગયાં. ને જ્યાંત્યાં હાહાકાર વર્તાઈ ગયો પણ એક પર્વતે આ તોફાનની સામે માથુ ઉચક્યું. આટલો વર્ષાદ છતાં તે ડગે નહી. અહા મારાથી બન્યું તેટલું કર્યું તે પણ આ પર્વત તે ગણકારતો નથી. આ મારાથી સહન નથી થતું. ” વાદળું મોટેથી ગુસ્સે થઈને બેવ્યું. “તું તે જગ્યા લે ” દૂતે કહ્યું. આથી પથ્થર ભાંગનાર સંતુષ્ઠ થયે ને પિતાની જાતને સૌથી બળવાન ગણવા લાગે.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34