Book Title: Buddhiprabha 1912 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ ખરી ઉદારતા. ૧૫ खरी उदारता. { લેખક–એક જૈન ગ્રેજ્યુએટ ) આપણે આ જમાનામાં ઉદારતાનાં અનેક દૃષ્ટાન્ત દિન પ્રતિદિન સાંભળીએ છીએ. અમુક મનુએ હોસ્પીટલ બંધાવવા વાતે પ૦ ૦૦૦ રૂપીઆ આવા અથવા તો અમુક શેઠ કેળવણી ફંડમાં ૨૦૦૦૦ રૂપીઆ આયા. આવા સમાચાર સાંભળતાં આપણુને ઉદા રતાનો કાંઇક ખ્યાલ આવે છે. ઉદારતાનો આ એક માર્ગ છે, અને તે પણ ઉત્તમ છે, છત હરવખતે વસ્ત્ર, ખોરાક કે ધન આપવામાંજ ઉદારતાનો સમાવેશ થતો નથી. ખરી ઉદારતા એ કાંઈ અલોકિક વસ્તુ છે, અને તેનો ખ્યાલ આપવાને આ લેખ લખવાની પ્રવૃ. ત્તિ થઈ છે. ઉદારકાર્ય એ ઉદાર ભાવનું બાહ્ય સ્વરૂપ હોવું જોઈએ અને તે રવાભાવિક રીતે જ હદયમાંથી વહેવું જોઈએ. મનુષ્યજાતિપ્રતિને પ્રેમ આ ઉદારતાનું રૂપ ધારણ કરે છે અને તેથી ખરે ઉદાર મનુષ્ય લોકોનું બાહ્ય દુઃખ દૂર કરીને જ બેસી રહેતો નથી; પણ જે કારણથી તે દુઃખની ઉત્પત્તિ થઈ હોય તે કારણને દૂર કરવા મથે છે કે ફરીથી તે મનુષ્યને તેવા પ્રકારનું દ:ખ અનુભવવાને પ્રસંગ ન આવે. જ્યાં ખરી ઉદારતા છે ત્યાંજ આટલા પ્રયાસને સંભવ છે, બાકી કોઈ દુઃખીને દેખી તેના તરફ બે પૈસા ફેંકવા એ કામ તે ઉદારભાવ વિનાના મ નુષ્યો પણ લેકલજજાએ કરે છે. ખે ઉદાર મનુષ્ય બીજાની ખામીઓ, ખીજાના અવગુણે, અને બીજાના દો તરફ નજર કરતા નથી. આ ખામીઓ, અવગુણો અને દેષ ઉપાધિ આશ્રયી રહેલાં છે, પણ તે ઉપાધની પાછળ આમાતિ સંપૂર્ણ પવિત્રતાના તેજથી ઝળકી રહી છે. આ અપૂર્ણ જગતમાં દરેક પૂર્ણતા તરફ જવા પ્રયત્ન કરી રહ્યું છે પણ જ્યાં સુધી પૂર્ણતા સં. પાદન ન થાય ત્યાંસુધી અપૂર્ણતા નજરે પડે તો તેમાં આશ્ચર્ય શું? જે સ્થળે હલવો બને છે, તે સ્થળે તમે જાઓ, અને ત્યાં કેવી રીતે નોકરવર્ગ ખાંડની ચાસણીને પગતળે કચરે છે, અને તેમના શરીરમાંથી નીકળતા પરસેવાના બિન્દુઓ તે ચી. જમાં કેવી રીતે પડે છે, એ સઘળું તમે જુઓ તો તે ચીજ તમને ખાવી પણું ન ગમે છતાં તમે હલવો આનંદથી ખાય છે. પૂર્ણતા પ્રાપ્ત કરતાં પહેલાં ધણુ અપૂર્ણ સ્થિતિ આમાં થઈને દરેક વસ્તુ તેમજ મનુષ્યને પસાર થવાનું હોય છે. ખરો ઉદાર મનુષ્ય દરેક જીવને ઉન્નતિ તરફ ધીમે ધીમ પ્રયાસ કરતો જુએ છે, અને ઉપાધિમાં રહેલું ઈશ્વરવું ? જોઈ શકે છે, અને તેથી બીજાના દે દરગુજર કરે છે. એક સાડાચાર વર્ષનું બાળક ચાર વર્ષના બાળક કરતાં પોતાને વધારે મોટું માને છે. હું બે આગળ ઉો છું, એમ કહી પિતાની સરસાઈ બતાવવા પ્રયત્ન કરે છે પણ મોટા મનની અપેક્ષાએ તો આ બન્ને બાળકો છે. તેજ રીતે રહેજ જ્ઞાન મળતાં, સહેજ સત્તા મળતાં, સહેજ ગુણમાં આગળ વધતાં, આપણે પિતાને બીજાઓ કરતાં અધિક જ્ઞાની આધક સત્તાવાન અને અધિક ગુણી માનીએ છીએ, પણ જે મહાપુરૂષો છે, મહાત્માએ છે, જીવન્મુકત છે, તેમની અપેક્ષાએ આપણે સર્વે બાળક છીએ. ઉદાર પુરૂષ આ સર્વ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34