________________
બુદ્ધિપ્રભા,
કે જેથી બન્ને પક્ષનું કથન સાંભળવાને આપણને પ્રસંગ મળે, અને આ રીતે અનેક અપેક્ષાએ એક વસ્તુને જોતાં આપણે સત્યની સમીપમાં આવી શકીએ.
આપણે બધા પ્રફશીટ વાંચનારાનું કામ મોટે ભાગે કરીએ છીએ. પ્રફશીટ તપાસ નારાએ શાબ્દની ચમત્કૃતિ, ભાષાનું માધુર્ય, અર્થનું ગૌરવ અથવા તે શૈલીની રસિકતા વગેરે ઉત્તમતા તરફ બીલકુલ નજર ન કરતાં પૂર્ણવિરામ કયાં મુકવામાં આવ્યું નથી, અથવા તે કયે અક્ષર બરાબર ઉઠેલો નથી. તેવા નજીવા દોષો તરફજ લક્ષ આપે છે, તે જ રીતે આપણે પણ ઉદારતાના અભાવે બીજાના ગુણો તરફ નજર ન કરતાં તેના દોષ તરફ સહજ દ્રષ્ટિ દેરવીએ છીએ.
કેટલાક મનુષ્યો એમ કહે છે કે અમે તો મનુષ્યના હદયની પરીક્ષા કરનારા છીએ. આને અર્થ એટલોજ થાય છે કે તેઓ મનુષ્ય કયાં સુધી અધમ સ્થિતિએ પહોચે છે, તેની નેધ લેનારા તેઓ છે, પણ મનુષ્ય કેટલી ઉચ્ચતા પ્રાપ્ત કરી શકે છે, તેને તેને ખ્યાલ સરખો પણ હોતો નથી કારણ કે તેઓની દ્રષ્ટિ મેટે ભાગે પરગુણ ગ્રહણમાં નહિ પણ પરદોષ દર્શનમાં લાગેલી હોય છે.
શ્રી બુદ્ધ ધમ્મપદ સૂત્રમાં જણાવ્યું છે કે -- હે શિષ્ય અતુલ ! આ વાત સર્વ કાળને વાસ્તે ખરી છે કે
“જે ચૂપ બેસી રહે છે તેની લો કે નિંદા કરે છે, જે બહુ બોલે છે, તેની લોકે નિંદા કરે છે, જે હું બોલે છે તેની પણ તેઓ નિંદા કરે છે. આ જગતમાં એવો એક પણ મનુષ્ય નથી કે જેની નિંદા ન થઈ હેય.”
મનુષ્યનું જીવન ગમે તેવું પવિત્ર, નિષ્કલંક અને ઉચ્ચ હોય, છતાં અનુદાર સ્વભાવના મનુષ્યો તેમાં કાંઈ પણ દેશ આપણું કર્યા વિના રહે જ નહિ.
કેટલાક કહેશે કે આતો મનુષ્યનો સામાન્ય અવગુણુ છે. પણ જેને મનુષ્ય સ્વભાવને દૈવી સ્વભાવમાં બદલવા હેવ તેણે આ સામાન્ય અવગુણ ઉપર જય મેળવે જોઈએ એમ કહેવું એ ન્યાયયુક્ત છે.
આ સામાન્ય અવગુણ જણાવે છે કે તે પુરુષ ગમે તેટલું દાન કરે છે, છતાં જે આ પરદેજના અન્વઘણને સામાન્ય અવગુણ તેનામાં હોય તે હજુ તેને બહુ શિખવાનું છે. આ અવગુણનું કેવું સારું પરિણામ આવે છે, તેને કદાપિ તમે વિચાર કર્યો છે ?
કાળીએ મહામહેનતે અતિ શ્રમ લેખ, આત્મભોગ આપી જાળ રચે છે, પણ તમે હાથ હલાવીને તેને એક ક્ષણમાં નાશ કરે છે. તે જ રીતે કોઈ મનુબે કેટલા પ્રકારના સ્વાર્થને ભેગ આપી, પરોપકારનાં કામ કરી, ઈન્દ્રિયનિગ્રહ કરી ચારિત્ર પ્રતિદા બાંધી હોય; તેને તમે એક ક્ષણવારમાં ગાફેલાઈથી બેલેલા એકાદ શબદથી, આંખના એક કટાક્ષથી અથવા તે ખભાના મરેડથી તોડી નાંખે છે, આ શું ઓછી નિર્દયતા છે ? આવો પુરૂજ અનઉદાર નહિ તે પછી અનઉદાર કેણ કહેવાય !