Book Title: Buddhiprabha 1912 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ ૨૫૫ સામાન્ય પ્રવર્તશે. દુનિયાના પ્રવૃત્તિ માર્ગ અને વિષયભેગ મેજિશેખ સ્વાર્થ કષાયાદિના સામું પોતાનું બળ અજમાવનાર ખરેખર અધ્યાત્મ જ્ઞાન છે. અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિથી મનુષ્ય પ્રવૃતિ માર્ગમાં મન્દપણે પ્રવૃતિ કરે છે. હાય ધન, હાય ધન કહીને ધનના પુજારી એકાતે મનુષ્યો બનતા નથી બાઘેચ્છાઓનો નાશ કરનાર અને આત્મામાં સુખનો નિશ્ચય કરાવનાર અધ્યાત્મ જ્ઞાનનો જે જગતમાં ફેલાવો થાય તો દુનિયામાંથી પાપની પ્રવૃત્તિ ઘણું ન્યૂન થઈ જાય. અધ્યાત્મજ્ઞાનથી આમાના સન્મુખ મનની પ્રવૃત્તિ વળે છે તેથી બાહ્ય પદાર્થોમાં અહં મમત્વ રહેતું નથી. પ્રારબ્ધ કર્મના અનુસારે બાહ્ય પદાર્થોને આહારદિપણે ઉપયોગ થાય છે તે પણ તેમાં બંધાવાનું રહેતું નથી અર્થાત રાગના મન્દ મદતર પરિણામે બાહ્ય પદા ને ભોગ થાય છે. દુનિયામાં મનુષ્ય જીવની ઉત્તમતા પરિપૂર્ણ અવધે તો તેઓનો નાશ કરવા મન વચન અને કાયાથી પ્રયત્ન કરે નહિ. અનેક પાપી મનુષ્ય અધ્યાત્મજ્ઞાનના અભાવે હિંસાના ઘેર ધંધાઓ કરીને હજારે પશુઓ અને પંખીઓના પ્રાણને હણે છે, જે તેઓ જિનેશ્વર વાણના અનુસારે અધ્યાત્મજ્ઞાન પામ્યા હતા તે પ્રાણુઓની હિંસા જેમાં થાય છે એવાં કતલખાનાં ચલાવત નહિ, હંસ જેમ દુગ્ધ અને નીર બને ભેગાં મળી ગયાં હોય છે તેને ભિન્ન કરે છે તેમ અધ્યાત્મજ્ઞાનથી પણ ધર્મ અને અધર્મનો ભેદ સમજાય છે. દુનિયાના પદાર્થોથી પરમુખ થઈને આત્મામાં પરિણમવું એ કંઈ સામાન્ય વાત નથી. ઉલટી નદી તરવી સહેલ છે. સમુદ્ર તટે સહેલ છે. મેરૂનું ઉલ્લંધન કરવું સહેલું છે, કલ્પવૃક્ષની પ્રાપ્તિ થવી એ સહેલ છે, વ્યવહારિક જ્ઞાનની પ્રાપ્તિ થવી એ સહેલ છે પણ આત્માને પિતાના શુદ્ધરૂપે પરિણુમાવનાર એવા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. યુળ પદાર્થોનું જ્ઞાન કરાવનાર એવી બાહ્યવિદ્યાને તે લાખો વા કરે મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે કિન્તુ સમ્યગ્રતત્વને નિશ્ચય કરાવનાર એવા અધ્યામા જ્ઞાનની પ્રાપ્તિ તે વિરલા મનુષ્યોને થઈ શકે છે. ભાષા જ્ઞાનનાં વ્યાકરણથી ભાષા જ્ઞાનને વિવેક થાય છે અને તેમ અહંકાર વગેરેની પણ ઉત્પત્તિ થાય છે. તર્ક વા ન્યાયવિદ્યાનાં પુસ્તકનું અધ્યયન કરવાથી અને ન્યાયાચાર્ય બનવાથી શુષ્કવાદ અને અહંકારાદિ દેનુંજ પ્રાકટય ખરેખર અધ્યામજ્ઞાન વા તત્વજ્ઞાનના અભાવે દેખાય છે, અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મ ક્રિયાથી રાગદ્વેષને ક્યા થાય છે, અધ્યાત્મ જ્ઞાનના અને બાહ્યજ્ઞાનના

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36