Book Title: Buddhiprabha 1912 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ ૩પ માં પણ બ્રહ્મજ્ઞાનની વાર્તાઓ કરવા લાગ્યો. એક દીવસ રાજાએ સભા ભરીને તેને યુવરાજની પદવી ઉપર સ્થાપ્યો અને કહ્યું કે હે રાજપુત્ર તું હવે સર્વ રાજ્યની અને લશ્કરની સંભાળ રાખ. ભદ્રકે ભદ્રતાને આગળ ધરીને કહ્યું કે રાજ્ય કે રાજા વા સૈન્ય પર્વ અસત્ છે, બ્રહ્મ સત્ય છે અને માયા અસત્ય છે, હું પણ નથી અને તું પણ નથી, યુવરાજય પણું નથી ને રાજા પણ નથી માટે અસતને વ્યવહાર કેમ કરવું જોઈએ ? રાજાએ કહ્યું કે હે પુત્ર! આવી ગાંડી ગાડી વાત ન કર, તું હવે યુવરાજ પદવીની સેભાને સારી રીતે વધાર કે જેથી આગળ ઉપર તું રાજાનો રાજા બનવાને માટે મેગ્ય અધિકારી બની શકે. રાજાનાં ઉપયુક્તિ વચને સાંભળીને યુવરાજ બોલ્યા કે હે રાજન તમે અસત્ માયાને સત માનીને ગાંડી ગાંડી વાત કરો છો. જે વસ્તુજ નથી. તેને સત માનીને મુર્ખ બનો છે તેથી તમે બ્રાન્ત થઈ ગયા છો, સારત્યે કમિશ્યા નેદનાનાહિત નિ આ કૃતિનું જ્ઞાન હોત તે અસતનું સંરક્ષણ કરવાનું મને કહેતજ નહિ. આ અવસર હીન અને પ્રસ્તુત વિષય પર અરૂચિકર અને ક્રોધ કરનારાં તેનાં વચન સાંભળીને રાજાના મનમાં ઘણું લાગી આવ્યું. રાજાએ કેાધ કરીને સેવકને આજ્ઞા કરી કે ભદ્રષ્પવરાજે મારું અપમાન કર્યું છે માટે તેને દરરોજ પાંચ ખાસડાં મારવાં. પિતાના હુકમ પ્રમાણે ભદ્રકને દરરોજ માર ખાવો પડતો હતો. સુમતિ દરરોજ ભદ્રકની આવી અવસ્થા દેખીને શોક કરવા લાગી. એક દીવસ રાજપુત્રી સુમતિ પિલા મહાત્માની પાસે બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરતી હતી. તેવામાં રાજપુત્ર ભદ્રક પણ મહાત્માની પાસે આવ્યો અને નમસ્કાર કરીને બ્રહ્મચયો કરવા લાગ્યો. બ્રહ્મજ્ઞાનની ચચૉથી ભદ્રકને ઘણો આનંદ મળતો હતો. સુમતિ મનમાં કંઈક વિચાર કરીને મહાત્માને વિનવવા લાગી કે હે મહાત્મન ! આઅને શિષ્ય રાજપુત્ર ભદ્રક આપના આપેલા બ્રહ્મજ્ઞાન ઉપદેશથી દરરોજ પાંચ ખાસડાનો માર ખાય છે માટે કૃપા કરીને હવે મારા બધુનું દુઃખ ટાળે. આપ જ્ઞાની છે. આપની કૃપાથી મારા ભાઈનું દુઃખ ટળી જશે એમ આશા રાખું છું. આપના શિષ્યની લેકમાં હેલના થાય છે તે આપની થાય છે એમ હું માનું છું. માટે હવે ગમે તે ઉપાય કરીને મારા ભાઈને ખાસડીનો માર પડે છે તે બંધ કરવો. રાજપુત્રી સુમતિનાં ખેતાફ વચને શ્રવણ કરીને મહાત્મા બોલ્યા કે હે સુમતિ-તારે ભાઈ માર ખાય છે તે બરાબર છે. જે મનુષ્ય ચાર કી બાત ગમારો મેં કરતા હે ઉસકું પંચજુતિકા માર પડના ચાહિયે, બ્રહ્મજ્ઞાનકી બાત બ્રહ્મ જ્ઞાનના અધિકારી કે લિયે હૈ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36