________________
૩૭૨
વાળા આદમીને સર્વત્ર પીળું જણાય તેમ વિકારી આદમીને સાર અસારની ખબર પડતી નથી તે વખતે મહા અનર્થને પ્રાપ્ત થાય છે. ઉન્માદથી ઘેલ૨છા વધે છે અને ઘેલછાથી ગાંડાપણું પ્રાપ્ત થાય છે. અર્થાત્ માંસભક્ષી એને છેવટે આવી દશા પ્રાપ્ત થાય છે. માંસભક્ષી આથી પોતાની માંસ ખાવાની ટેવ છોડશે તે તેથી કરી ઉચ્ચ દશા પ્રાપ્ત કરશે અને જે ઉચ્ચ દશા થાય તેજ મનુષ્યજીવન સફળ –નહીં તે રોગઠાબાજીના સેગડા પેઠે આ સંસારમાં ચોરાશી લાખ છવાનીમાં અવારનવાર જન્મ લીધાંજ કરે. ઘાંચીની ઘાણીના બળદની પેઠે આંટા માર્યા જ કરે. આથી કરી માંસભક્ષીને અનેક પ્રકારનાં દુઃખ ભેગાવવાં પડે છે માટે ઉચ્ચ લાગણી ખીલવવાને માંસભક્ષીઓએ માંસ ત્યજવું જોઈએ.
માંસ ભક્ષણથી માણસ ચીડીઓ બને છે. વળી બીજું મોટું નુકસાન એ છે જે માંસભક્ષીને સ્વભાવ ચીડીઓ થઈ જાય છે. ચીડી આ સ્વભાવથી માણસની વખતે ઉચ્ચ લાગણને ક્ષય થાય છે. જે ઉચ્ચ લાગણી હોય તોજ ઉચ્ચ કાર્ય થાય અને ઉચ્ચ કાર્ય થાય તેજ મનુષ્ય ઉત્તત્તિના શિખરે ચઢી શકે છે. ચીડીઆપણુથી માણસ કદિ વસ્તુનું ખરૂ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતા નથી તેમજ તે સહન શીલતાનો ગુણ પ્રાપ્ત કરી શકતો નથી તેમ વખતે આંડનું ચાંડ વેતરી દે છે તેમજ સાહસ કામ કરી દે છે. આવી રીતે ચીડીઆપણાથી ઘણું નુકશાન છે તે માંસ ભક્ષી પ્રાપ્ત કરે છે માટે માંસનો રાક તે કઈ પણ પ્રકારે ઉત્તમ છે એમ તે કદી કહી શકાશે નહિં.
વળી માંસ ખાવામાં ઘણે ભય રહેલો છે કારણ કે કોઈ પ્રાણીઆ રોગની ઉપાધિથી સડી ગએલાં હોય છે યા તે કઈ રોગવાળાં પણ હોય છે. આથી તે પ્રાણીઓનું માંસ ખાવાથી માંસભક્ષીઓને ઘણું નુકશાન થાય છે. આથી કરી તેવા જવાનું માંસ ખાનારને વખતે ઘણું ભયં. કર માંદગી ભોગવવી પડે છે. રેગવાળાં યા સડીગએલાં જનાવરોનું માંસ ખાનારને નુકશાન થાય એ રવાભાવીક છે. જેટલી ઝડપથી મનુષ્યના રોગ દાદર પરખી કાઢે છે તેટલી ઝડપથી કંઈ ટેરોના રોગ પરખી શકાતા નથી તેમ તેને પારખવાને માટે મનુષ્યવર્ગ જેટલી હેરપીટલો પણ નથી રાખવામાં આવી, તેમ વધ કરતી વખતે તેમને કે તેના દાકટર પાસે તપાસરાવવામાં આવતાં હોય એવું પણ કવચિત જ બને છે માટે આથી પણ માંસભક્ષીઓને માંસ ખાવામાં તેમની જાતને માટે ભય સમાયેલો છે. માટે વખતે માંસભક્ષીઓને આથી કરીને “ બકરું કાઢતા ઉંટ પેસે