Book Title: Buddhiprabha 1912 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ खरं सुख. ( લેખક–શેઠ, જેશીંગભાઈ પ્રેમાભાઈ ૫ડવણજ). ઇકિયાદિક વિષયનાં સુખો ક્ષણિક છે એવું જ્યારે સત્યશોધક મનુષ્યને માલમ પડે છે ત્યારે તેના આનંદને પાર રહેતો નથી. તેમાં કેવો અલૌકિક અને હદયભેદક અર્થ સમાયલે છે. જે તેવું સત્ય સ્વરૂપ મનુષ્યના સમજ. વામાં આવે અને સ્વસ્વરૂપમાં રમતા કરે, એની કંઈ હદયમાં ઝાંખી થાય તેવા હેતુને માટે આ લેખને ઉલ્લેખ છે. મનુષ્યોને કર્માનુસારે પ્રાપ્ત થતાં દુ:ખના પ્રસંગે આ મુજબ વિચાર સ્ફરે છે પરંતુ પાછા સાંસારિક વિટંબણાના કાર્યોમાં પડતાં તે વિચારોનું વિસ્મરણ થાય છે તેથી જેવા જોઈએ તેવા પ્રમાણમાં તેમને લાભ થતો નથી. આ વિચાર જેટલા સત્યથી ભરેલો છે તેવી જ રીતે તેને પ્રાપ્તકર્તવ્યમાં મુકવાની જરૂર છે કારણ કે આપણું સાર્થક આપણી પોતાની આત્મીક રમણતાથીજ થાય છે અને એ વાત નિ. ર્વિવાદ છે તો પણ તેની કડાકુટમાં અને સત્ય શોધવા હજારો માયાકુટ કર્યા કરે છે કારણ કે દુનિયામાં હજારો ધર્મવાળાએ જુદા જુદા સત્યને જુદા જુદા રૂપે ખેંચ્યું છે અને મનુષ્ય હજાર તરફ અથડાયાં કરે છે પણ આ વસ્તુ જેટલી જૈનીઝમે કદ અને સ્યાદ્વાદ પ્રગટ કરી છે તેવી અન્ય કોઈ કરી શકયા નથી. કંઈક અપેક્ષાએ બીજામાં સત્ય રહેલું હશે પણ તે એકાંત માર્ગનું અવલંબન કરવાથી વસ્તુનું સત્ય સ્વરૂપ સમજી વાકાતું નથી અને આથી જ કરીને જૈન ધર્મ જે સર્વ ધર્મથી તત્વજ્ઞાનમાં છતા ભેગવે છે તે તેના અનેકાંત માર્ગને લેઈનેજ છે. આપણું મહાન પૂર્વાચાર્યોએ આ વિષયમાં ઘણું જ મન્થન કરી મહાન ગ્રંથોમાં તેને પ્રગટ કીધું છે તેથી આપણને ઘણું જ જાણવાનું મળે છે. તેથી તેવા ગ્રંથાને અભ્યાસ કરવાની જરૂર છે. તેવા પૂર્વાચાકૃત પુસ્તકના અનુસાર સત્ય ઉકતી તરફ દરેક મનુષ્ય પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જો કે શુભ કાર્યોની પ્રવૃત્તિથી કદાચ સહજ સુખ પ્રાપ્ત થાય છે, પણ તેથી સ્થાયી સુખ પ્રાપ્ત થતું નથી કારણ શુભ કાર્ય તે પણ આવાજ છે. અધ્યાત્મીક જ્ઞાન વિના મનુષ્ય જોઈએ તેવું સુખ કર્મકાંથી પ્રાપ્ત કરી શકે તેમ નથી પણ સાથે એટલું ખાસ લક્ષમાં રાખવાની આવશ્યકતા છે કે શુષ્કતાની ન બનવું. આત્મીકરમણુતા વિના મનુષ્ય જોઈએ તેવી શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી કારણ કે આત્મીકરમણુતાથીજ એટલે કે

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36