________________
- ૩૭૯
સુખ થતું નથી તેમ તેને શોધવાને ઘાટ, ડુંગર, કે પહાડમાં ખેળવા જવાનું નથી. તેમ કસ્તુરી મૃગની પેઠે ભુલા પણ ભમવાનું નથી. તે તમારી નજીક છે. સત પુરૂષને સંગ કરે, તેમના વચનમાં શ્રદ્ધા રાખે અને તત મુજબ પ્રયત્ન આદરે એટલે તરતજ તે સુખ પોતાની મેળે તમારી નજદીક આપી ઉભેલું તમને જણાશે. દુઃખ આવે કે દુ:ખના પ્રસંગો નજીક દેખી કે દુખી સ્થળ જેમાં કેટલાક મનુષ્ય વૈરાગ્ય ધારણ કરે છે અને પછી દુઃખની પરિસમાતી થતાં પાછા દુનિયાની પ્રવૃતિમાં પડી જાય છે. આવા બટુક વૈરાગ્યથી કંઇ આત્મીયસુખ પ્રાપ્ત થતું નથી. સર્વદા સર્વ સમયે જે ઉદાસીન ભાવે પ્રવૃતિ કરવામાં આવે છે તે તે લાભપ્રદ નીકળે છે. આમાની રમણતાથીજ ક્રોધ, લોભ, ક્ષય, અનિશ્ચિતતા, ચિંતા આદિ દુર્ગ પર જય મેળવી શકાશે. અને શાંતિ, સુખ, આનંદ, નીરમળતા, સ્વસ્થતા પામી શકાશે. દુનિયાના ક્ષણિક સુખમાં રમણુતા કર્યા કરતાં આત્મીક રમણતા કરવી એજ આવશ્યક છે. છે એટલું જ ઈચ્છીશ કે આ પ્રમાણે વર્તન કરવાથી દરેકને લાભ થાય છે અને અમારા સુજ્ઞ વાંચક બંધુઓ આ વાંચી હંસવત સાર ગ્રાહણ કરશે એજ અંતીમ આશા છે, ઈત્યલમ.
उत्तम बोधवचनो. સર્વ સંગોમાં સર્વ મનુષ્યો ભણું ઉદારતા, સભ્યતા, પરોપકાર અને નિસ્વાર્થતા દાખવવી; અવગુણે ચાલતા રથને પડાની ખીલી માફક જગતને ઉપયોગી છે.
કોઠારમાં ભરી મુકેલા ખજાનાને નાશ થાય છે; પણું મનમાં સંહેલે ખજાને નાશ પામતો નથી. કોઈ પણ વસ્તુના ખજાના લાંબા વખત સુધી ચાલતા નથી માટે જ્ઞાનને જ તારા ખજાનારૂપ જાણું,
દાન આપવું તે, ન્યાયયુક્ત વર્તન, અનિંદ્ય આચાર–આ સર્વ તથા પાપપ્રતિ તિરસ્કાર, પાપ વિરમણ, માદ્ય વસ્તુને નિષેધ, સતકાર્યમાં ઉત્સાહ-આ સર્વ સુખનાં ઉત્તમ સાધનો છે.
જેનો આત્મા જીવનના ફેરફારના સપાટામાં નિશ્ચલ, નિર્વિકારી દીલગીરી રહિત, અને સ્વસ્થ રહે છે તે સર્વ સુખનાં ઉત્તમ સાધને પામે છે.
મૃત્યોનો તિરસ્કાર કરતા નહિ પણ તેનાથી તમે સંતોષ રહો. કારણ