________________
૩૭૦
ત્યાં સુધી આપણી ઉન્નતિનાં બીજાં કાર્યોમાં–પ્રયાસમાં સફળતાની આશા શી રીતે રાખી શકાય ? વળી કેળવણીની આવશ્યકતાના સંબંધે વર્ણવતાં એક મહાન વિદ્વાન લખે છે કે માળી લો કે જેમાં નાના પાને પાણી વિગેરે સિંચી તેનું બરાબર જતન કરી ફળની આશાએ તે વૃક્ષના રૂપમાં ઉછરે છે
જો કે ખરી રીતે તેને પ્રળી, ડાળાં, પાંદડાં વિગેરેની અગત્યતા વિશેષ પ્રકારે હોતી નથી છતાં ડાળી ડાળાં, પાંદડાં વિગેરે સર્વનું જતન કરી રાધાને ઉછેરે છે તે ફક્ત એક ફળ મેળવવાની આશાએ. તેમજ પુરૂષોએ ઉત્તમ પ્રજાપ્રાણીવાસ્તે પણ હરીઓને કેળવવી જોઇએ. જો કે સ્ત્રીકેળવણીથી થતા અગણ્ય લાભ છે છતાં આપણે આપણું એક મોટા પ્રકારને લાભ મેળવવાને સ્ત્રી કેળવણીની ઘણું જ આવશ્યકતા છે. વળી દેશોન્નતિના કામમાં પણ સ્ત્રીવર્ગ મહા અગત્યનો ભાગ ભજવે છે. મહાન નેપલીઅન તે સબંધમાં
કહે નેપલીઅન દેશને, કરવા આબાદાન;
સરસ રીત તે એજ છે, દો માતાને જ્ઞાન. માટે દેશની અભિવૃદ્ધિ પરત્વે પણ સ્ત્રીવર્ગને કેળવવાની જરૂર છે. વળી શાસ્ત્રોમાં સ્ત્રીઓને પુરૂષોની અર્ધાંગનાઓ કહેલી છે અર્થાત તે તેના પુરૂષનું અધું અંગ ગણાય છે. હવે જે આપ આ સંબંધી વિચાર કરશે તે આપણને સહેજ જણાશે કે જ્યારે કોઈ વસ્તુનાં બે પાસામાં એક પાસુ નબળું હોય ને બીજું સારું હોય તો તે શેભામાં પણ કેવું શોભી શકે! એક પાસે સેનું ને એક પાસે પીતળ, એક પાસે કસ્તુરી ને એક પાસે ડુંગરી, એક પાસે સુરંગ ને એક પાસે કુરંગ, શું આમ હોવાથી તે કદિ શેભાને આપી શકે છે ? કદિ નહિ. માટે બંધુઓ! પુરૂષો વિદ્વાન રહે અને સ્ત્રીઓને વિદ્વાહિન રાખે એ શું પુરૂષોને છાજતી વાત છે ? જે કોઈ પણ મોટામાં મોટી સ્વાર્થતા હોય તો પુરૂષોના અંગે આનાથી બીજી કઈ વાર્થતા કહેવાય. ખરેખર જે પુરૂષવર્ગ સ્ત્રીઓને કેળવણીથી નશીબ રાખે છે તે એક તેમને મોટા કલંકભૂત છે. માટે જે શાસ્ત્રનું કથન સત્ય પાડવું હોય તે પણ સ્ત્રીઓને કેળવણી અપાવવી જોઈએ. છેવટ અમારા સુજ્ઞ વાચકછંદને વિજ્ઞપ્તિ કે આ વિષય પર તેઓએ પૂર્ણ લક્ષ આપવું જોઇએ, અને સ્ત્રીકેળવણીના સંબંધમાં યથાશક્તિ દરેક પ્રયત્ન કરવો જોઈએ એટલું કહી વરમું છે.
ॐ श्री गुरुः