________________
ધનપાલે નવીન ગ્રંથનું ગુંફન કરી તે ગ્રંથ ભેજ રાજાને દેખાડ્યો તે જોઇ વંચાવી તેની ચિત્ર " કવિતાથી ચિત્રીત ચિત્તવાળો તે ભેજ ઘણે ખુશી થયો અને તેમાં નાયક તરીકે પિતાનું નામ દાખલ કરવા તથા રૂષભ દેવને બદલે ઈશ્વર અને અયોધ્યાને બદલે ધારા નગરી એવો ફેરફાર કરવાને તેને લલચાવે. પરંતુ એ ધર્મવિરૂદ્ધ હેવાથી ધનપાલે તેમ કરવાની ના પાડી તેથી તે ભેજ રાજાએ તે ગ્રંથ મહાન બલાત્કારથી ધનપાલ પાસેથી લઇને દેવતામાં બાળી નાંખે. આથી ધનપાલ ઘણેજ દીલગીર થશે અને પિતાને ઘેર આવ્યો ત્યારે તેની પ્રીય પુત્રીએ પોતાના બાપને દીલગીરી થવાનું કારણ પૂછ્યું તે વખતે પણ તેની મરજી કહેવાની ન હતી તોપણ તેના અતિ આગ્રહથી સઘળી રાજસભામાં બનેલી વાત કહી ત્યારે તે જલદીથી બેલી ઉઠી કે પિતાશ્રી આ૫ નિરાશ થશો નહિ કારણું કે આપના બનાવેલા ગ્રંથનાં પાનાં હું બાલક્રીડાથી જોતી રહી છું તથાપિ તે ગ્રંથ મારા કંઠસ્થ રહેલો છે. વાસ્તે આપ હવે ઝડપથી લખવાને આરંભ કરે. તેવું પુત્રીનું કર્ણામૃત સદશ વચન સાંભળી ધનપાલ ઘણે ખુશી થયે અને જાણે નવું જીવન આવ્યું હોય તેમ તે ફરીથી ગ્રંથ લખવા લાગ્યા. જ્યારે તે પુરે. પુરે લખાઈ ગયો ત્યારે તે કદરદાન પિતાએ પુત્રીનું પવિત્ર નામ તે પુસ્તક સાથે જોડી દઈ “તિલક મંજરી”ના નામથી તે પુસ્તક પ્રસિદ્ધ કર્યું. આ પ્રમાણે આપણું જૈનના ગ્રંથમાં સ્ત્રીકેળવણીના હજારે બલકે લાખ દાખલા છે તેપણ હજુ સુધી આપણે કાંઈ પણ કરતા નથી. પ્રીય બાંધવો! આવી રીતે કેળવાયેલી બાલીકાઓ ઉભયકુલને શોભાવવા દીપક સમાન નીવડે છે એટલું જ નહિ પણ બધે વાવે તે લણે' એ કહેવત પ્રમાણે તેમણે શિક્ષણ આપનાર આ સ્વાદ લેવા ભાગ્યશાળી બને છે. અલબત એ તે નિર્વિવાદ છે કે કેળવાયેલી કણક જ્યારે કેળવનારને પુરી, કચોરી, પુરણપોળી અને રોટલી રોટલારૂપ થઈ સંપૂર્ણ તૃપ્ત કરે છે તે કેળવાયેલી નાની બાલકીએ કુલ દીપાવી સંસારીક, સામાજીક અને ધાર્મિક કાર્યમાં મદદગાર થઈ માતા પીતા, ગ્રામ નગર અને જનપદવાસીઓને મદદગાર થાય તેમાં શું આશ્ચર્ય છે. માટે આપણામાં (જૈનમાં) જ્યાં સુધી સ્ત્રીકેળવણીની મદદ નહીં થશે ત્યાં સુધી આપણુંમાં પૂરેપુરું જ્ઞાન પ્રાપ્ત થવાને બીલકુલ સંભવ નથી. વળી આપણી પડતી નાં કારણોનો વિચાર કરતાં અનેકમાંનું મુખ્ય અને સબળ કારણ આપણી અબળાઓની શાચનીય સ્થિતિનું માલુમ પડે છે. જ્યાં સુધી માતાઓ અનાનના અંધકારમાં અથડાય, તેમને પશુસમાન સ્થિતિમાં સબડવા દેવામાં આવે