Book Title: Buddhiprabha 1912 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ ધ્યામ તાનની હાંસી કરાવે છે. નિશ્ચય દાણ ચિત્ત પછીની જ થવા ; પુણવંત તે પાવર મારફુદ્દો પાર શ્રી ઉપાધ્યાયની આ વાણીનો પરમાર્થ હૃદયમાં ધારણ કરીને અધ્યાત્મજ્ઞાનીઓ વર્તે તે અનેક મનુષ્યને તેઓ અધ્યાત્મજ્ઞાનનો આસ્વાદ ચખાડી શકે. અધ્યાત્મજ્ઞાનીઓની સૂક્ષ્મ બુદ્ધિ હોવાથી તેઓ આત્મામાં ઉંડા ઉતરી જાય છે તેથી તેઓને વ્યવહારમાં રસ પડતો નથી એમ બને છે તોપણું તેઓએ જે અવસ્થામાં અધિકારભેદે ઉચિત વ્યવહાર હય, તેને ન છોવો જોઈએ. અધ્યાત્મજ્ઞાનીઓને પણ અધ્યાત્મજ્ઞાન આખી દુનિયામાં પ્રસરે એવા જ્યાં સુધી ભાવ હોય અને અધ્યાત્મજ્ઞાન સર્વત્ર આપવાને ભાવ હોય ત્યાં સુધી તેઓએ વ્યવહારમાર્ગને અમુક અધિકાર પ્રમાણે અને વલંબ જોઈએ. ખાવાનાં પીવાનાં લધુનીતિ અને વડીનીતિ તથા નિદ્રા અને આજીવિકાદિ કો જ્યાં સુધી કરવાં પડે છે ત્યાં સુધી તેઓએ વ્યવહાર ધર્મક્રિયાઓને પણ અમુક દશાપર્યત કરવી જોઈએ. વ્યવહારકુશલતાની સૂચન કર્યા બાદ અષમતાનની ઉપયોગિતાનું વર્ણન કરવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર અમૃતરસ સમાન છે. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત રસનું પાન કરવાથી જન્મ, જરા અને મરણના ફેરા ટળે છે. कर्तव्यशील जीवन. (લેખક, ભેગીલાલ મગનલાલ શાહ, મુ. ગોધાવી.) ( અંક અગીઆરમાના પાને ૩૩૧ થી અનુસંધાન ) કાર્યક્રમની પસંદગીમાં ઉદ્યોગના સ્વરૂપ અને પોતાની શક્તિના વિચારની ખાસ જરૂર છે. મનુષ્યની શક્તિના ન્યૂનાધીકયના પ્રમાણમાં ઉદ્યોગના દરજજા પાડવાની જરૂર છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકના માટે અભ્યાસના દરજજા છે, તેમ હુન્નર ઉદ્યાગાદિ માટે પણ તેવા દરજ્જા સ્વાભાવિક છે. દરેક ઉદ્યાગ આરંભતાં પિતાની સ્થિતિ શક્તિ તથા સયોગોને વિચાર કરવાની ખાસ જરૂર છે. એવું ધણ વખત બને છે કે મનુળ્યો પોતાની સ્થિતિ અને શક્તિને વિચાર કર્યા સિવાય ગજા ઉપરાંતના કાર્યમાં ઝોકાવે છે. પરિણામે યત્ન નિષ્ફળ જાય છે. યત્ન અફળ જતાં તેઓ નાઉમેદ થાય છે અને આખરે પ્રારબ્ધનો દેવ કાઢી નિરુદ્યમી બનવા લલચાય છે. યનની નિષ્ફળતા ક્રમશઃ તેના કર્તવ્યબળનો ક્ષય કરે છે, અને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36