Book Title: Buddhiprabha 1911 12 SrNo 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ રપ૦ અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયવાહી થવાથી ભ્રષ્ટ થવાય છે. પણ આમ બેલનારા એને ઉત્તરમાં કહેવું પડે છે કે-આચાર અને સુવિચારથી ભ્રષ્ટ થવામાં અધ્યાત્મજ્ઞાન પિતાની શક્તિ કદી વાપરતું નથી. અધ્યાત્મજ્ઞાનથી તે દુરા ચાર અને ભ્રષ્ટ વિચારને નાશ થાય છે. તેમ છતાં કોઈના દુરાચાર અને મલીન વિચાર થાય તેને લાગેલા કર્મને ઉદય સમજ. મેહનીય કર્મનું જેર વિશેષ હોય છે અને અધ્યાત્મજ્ઞાન બળ અલ્પ હોય છે તે મેહનીય કર્મના વશમાં મનુષ્ય ફસાઈ જાય છે. કેટલાક મેહનીય કર્મના ઉદયથી અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયને માન આપતા નથી અને અધ્યાતમજ્ઞાન ઉપર તિરરકાર બતાવે છે તેવા પણ અનાચારી, ભ્રષ્ટાચારી, ધી, નિન્દા, કલેશ કરનાર અને અશાન્તિ ફેલાવનારા જણાય છે તે તેમાં વ્યવહારને દેવ નથી. વ્યવહારચારિત્રથી અનીતિ અને મન, વાણી અને કાયાના દેનો નાશ થાય છે તેમ છતાં કોઈ વ્યવહારચારિત્ર ક્રિયાને એકાતે માનનારમાં અનીતિનાં આચરણ દેખવામાં આવે છે તેમાં કંઈ ક્રિયાવ્યવહારનો દોષ ગણી શકાય નહિ, પણ તે વ્યવહારચારિત્રધારકને પ્રમાદ જ દેષ રૂપે છે તેમ અધ્યાત્મજ્ઞાનિને પ્રમાદ થવાથી તે દેવી ગણી શકાય પણ તેમાં અધ્યામજ્ઞાન વા નિશ્ચયજ્ઞાન ઉપર દેવનો આરોપ મૂકી શકાય નહિ. કેટલાક કહે છે કે અધ્યાત્મ જ્ઞાનને અભ્યાસ કરવાથી મા ઉપર શ્રદ્ધા રહેતી નથી. આમ બોલનારાઓ અધ્યાત્મજ્ઞાન વા ક્રિયાનું સ્વરૂપ પણ સ્પષ્ટરીત્યા સમજી શક્યા નથી. ખરેખર અધ્યાત્મજ્ઞાન વિનાની ધર્મક્રિયાઓ નાં રહસ્યો સ્પષ્ટ જાણી શકાતા નથી. અધ્યાત્મજ્ઞાનવિના ધર્મની ક્રિયાઓ કરવાથી, વાણી અને કાયાના યોગની શુદ્ધિ કરવા કોઈપણ મનુષ્ય સમર્થ થતું નથી. અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ જેઓ સમજે છે તેઓના હૃદયમાં શાન્તરસ પ્રગટવાની આશા રહે છે પણ જેઓ અધ્યાત્મજ્ઞાન ઉપર દેવ કરીને તેનું ખંડન કરે છે તેઓના હદયમાં શાન્ત રસની ભાવના નહિ પ્રગટતાં નિદા, મારામારી, વિતંડાવાદ, અને કપાયની વૃત્તિ દેખવામાં આવે તો તેમાં કંઈ આશ્ચર્ય નથી. જૈન દર્શનમાં જે જે મોટા મોટા વિદ્વાને થયા છે તેમનાં પુરતક વાંચીએ છીએ તે તેમાં અધ્યાત્મજ્ઞાનરસના ઉભરાએ માલુમ પડે છે, કુંદકુંદાચાર્યું કે જે દિગંબર-આચાર્ય કહેવાય છે તેમાં મધ્ય ગુણ પ્રાયઃ દેખાય છે તે પણ અધ્યાત્મ જ્ઞાનના પ્રતાપે જ સમજ, હેમચંદ્રાચાર્ય અને દેવેન્દ્રસૂરિનાં હદય પણું અધ્યાત્મરંગથી રંગાયાં હતાં. પજવણું સૂત્રનાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36