Book Title: Buddhiprabha 1911 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ ૨૬૩ આપણું જીવન નથી પણ જગતના વિશાળ પડ ઉપર પુર્ણ સંદર્ય અને દિવ્ય કાંતિમય, પુર્ણાનંદમય પ્રકાશ પ્રસરાવવામાં જ આપણું જીવનની કર્તવ્યતા સમાયેલી છે. યાદ રાખશો કે, મનુષ્યજીવન એક એવું અપુર્વ ગાન ગાવા માટે છે કે, જેની દીવ્ય લારીમાં, “ આનંદી થાઓ ” એવોજ રમ્ય સ્ત્રની સતત નીકળ્યાં કરે છે. એકાદ વખત હમારાથી કંઈ ભૂલ થઈ ગઈ કે તુરત તે યાદ કરી કરી દીલગિર ને રડમસ થઈ જવા કરતાં તે ભુલ પુનઃ ન થાય એ મનમાં સંકલ્પ કરો. કોઈ મોટું સંકટ, કે આફત આવી પડતાં એકદમ ગભરાઈ જઈ, નરમ ઘેંશ થઇ જઈ નમાલા, કાંગલ બની જશે નહીં, પણ તેના સામે હિંમતથી ઉભા રહી, મહા સમર્થ વિરે, આપણું પુર્વજોની દિવ્યા કિતી સ્મરે, જુઓ કે તે સંકટ તમારાથી કેટલું દર ઉભું રહે છે અને ફકત “આનંદીજ” થવામાં હમને કેટલો ઉત્સાહને બલ પ્રાપ્ત થાય છે તેની તુલના કરે તો જ આનંદની ખરી કીંમત હમને હમજાશે. જેમ સુર્ય પ્રકાશ, કાલી, શાંત અને ખડબચડી પૃથ્વીમાંથીજ સુંદર સુંદર પુષ્પો ઉત્પન્ન કરે છે તેમ જીવનનાં મોટાં મોટાં સંકટ અને દુઃખના ઢગલામાંથી આત્માને “આનંદ” નામનો દેવદુત સુખ, સમાધીને શાંતિમાં લાવી મુકે છે. મનુષ્ય, પ્રેમના મઘર હાથીજ વિરોધ અને શગુઓ પર જીત મે. ળવી શકે છે અને દુઃખો મનુષ્યના અંતઃકરણમાં મૈત્રી અને પ્રેમનો ઉદય કરી શકે છે, શત્રુને માત્ર કરી શકે છે અને પરમાત્માને સંતુષ્ટ કરી શકે છે. અરે ! જ્યારે આનંદી થવામાં આટલું બધું સુખ રહેલું છે તે પછી આ પણે દુઃખી શા માટે થવું જોઈએ ! એક ક્ષણના મધુર, આનંદ ભર્યા, હાસ્ય ભર દ્રષ્ટિ પાથીજ માણસ ભવિતવ્યતાની દશા બદલાયેલી જુવે છે, ત્યારે આપણે એક ક્ષણ પણ દુખી શા માટે રહેવું ? આનંદ ! દિવી શકતી ! તું ખરેખર, અલોકીક, ચમડારીક, અમેઘ છે પણ વિરલ છે. વાત અતિશય કષ્ટમય છે, અને સુખ મેળવવા માટે પ્રત્યેક મનુષ્યને પુષ્કળ કઠીણ પ્રસંગેની ખીણે વચ્ચેથી પસાર થવું પડે છે પરંતુ “આનંદ” હદયને કઠીણ પ્રસંગ કે દુઃખ એની કલ્પના સુદ્ધાંત હોતી નથી. એ વાત હમેશાં યાદ રાખશો. સુર્યકીરણ અંધકાર સામે જઈ હાસ્ય કરે છે અને વાદળીના કાળામેશ જેવા અંધકારમાંથી જ એક અતિશય પ્રકાશવાળું દ્ર ધનુષ્ય ઉપન્ન કરે છે, કા આનંદી થાઓ ! ગમે તેવા નિરાશા ભર્યા કે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36