Book Title: Buddhiprabha 1911 12 SrNo 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ કd શ્યામાચાર્ય અધ્યાત્મજ્ઞાનમાં રંગાયા હતા. પજવણચત્રમાં દ્રવ્યાનુયોગની ઘણી વ્યાખ્યા આવે છે. દ્રવ્યાનુયોગને પણ અપેક્ષાએ અધ્યાત્મજ્ઞાન કહેવામાં આવે છે. પ્રયાગના જ્ઞાનવિના અધ્યાત્મજ્ઞાનમાં ઉતરી શકાતું નથી. ભગવતી સૂનમાં પણ વિશેષ ભાગે દ્રવ્યાનુયોગની અને અધ્યામાનની વ્યાખ્યા જોવામાં આવે છે. આમાના સંબંધી જે જે કથવામાં આવ્યું હોય તે તે સર્વને અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. આત્મામાં રહેલાં મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનનાં પ્રતિપાદન કરનાર પુસ્તકોને પણ અધ્યામશાસ્ત્રમાં સમાવેશ થાય છે. કર્મચન્ય કમપયડી વગેરે ગ્રોથી પણ આમાના સ્વરૂપનો અવબોધ થાય છે માટે તે તે ગ્રન્થને પણ અધ્યામશાસ્ત્રમાં સમાવેશ કરી શકાય છે. સૂપડાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર–ઉત્તરાધ્યયન નંદીસુત્ર, કલ્પસૂત્ર, અનુગાર, આચારાંગ-વગેરે પિસ્તાલીશ આગમોમાં જેવાં ત્યાં અધ્યાત્મજ્ઞાન ઝળકી રહ્યું છે. શ્રી હરિભદ્રસૂરિકૃત વેગ દષ્ટિ સન્મુચ્ચય ગબિન્દુ વગેરે ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાનના ઉભરાઓ દેખાય છે. શ્રી ઉમાસ્વાતિ વાચકના તાવાર્થસૂત્ર-પ્રશમરતિ પ્રકરણ વગેરે ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાન ભર્યું છે. જૈન શ્વેતાંબર શોમાં અધ્યાત્મજ્ઞાનનો રસ ઘણો ભર્યો છે. શ્રીમાન મુનિસુંદર સુરિજીએ અધ્યાત્મ કલ્પસ્વીને અધ્યાત્મજ્ઞાનની અત્યન આવશ્યકતા છે એમ સિદ્ધ કરી આપ્યું છે. અધ્યામજ્ઞાનની પ્રાપ્તિ આ કાલમાં થઈ શકે છે કે નહિ તે જોવાનું છે. કેટલાક બાલ જીવો કર્થ છે કે આ કાલમાં અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિતો બારમા અગર તેરમા ગુણ સ્થાનકમાં થાય છે. આ પ્રમાણે બાળ જીવો સૂત્ર ભાષણ કરવા દેવાય છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી અધ્યાત્મસાર ગ્રન્થમાં કથે છે કે ચોથા ગુણ સ્થાનકથી અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. જડ અને ચેતનો ભેદ પર એવા પ્રકારના જ્ઞાનને ભેદ જ્ઞાન કહે છે. મેદાન કહે વ અધામનાન કહો સામે રાંશ કે અધ્યાત્મજ્ઞાન વા ભેદ જ્ઞાન એકજ છે. ચોથા ગુણસ્થાનક કરતાં પાંચમા ગુણસ્થાનકમાં વિશેષ પ્રકારે અમિદષ્ટિ ખીલી શકે છે. પાંચમા ગુણસ્થાનક કરતાં છા ગુણસ્થાનકમાં વિશેષતઃ અધ્યાત્મદષ્ટિ ખીલી શકે છે. છ કરતાં સામામાં વિશેષ પ્રકારે અધ્યાત્મદષ્ટિ ખીલી શકે છે. મૈત્રી પ્રમોદ, મધ્યસ્થ અને કરૂણ્ય ભાવના તથા અનિત્યાદિ બાર ભાવનાને પણ અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. મનોમિને અધ્યાત્મમાં સમાવેશ થાય છે. આકાલમાં મનેમિની સાધના કથી છે અને મને ગુપ્તિની સાધનાPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36