Book Title: Buddhiprabha 1911 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ સરસતા અનુભવાય છે. ઈત્યાદિ અનેક હેતુઓથી જ્ઞાનને પ્રથમ નંબરે મૂકવામાં આવ્યું છે. આત્માને ઉદ્દેશીને અર્થાત્ આત્માની શુદ્ધિ માટે દરેક ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે તેથી પ્રથમ આત્માને જાણે જોઈએ. જે આત્માને ઉદ્દેશી ધર્મક્રિયાઓ કરવામાં આવે છે તે આમાનું સ્વરૂપ સમ, જવામાં નહિ આવે તે વરવિનાની જાનની પેઠે કિયાઓનું ફળ બરાબર બેસી શકે નહિ અને કોને માટે કોણ કેવાકારણથી ક્રિયા કરે છે ત્યાદિ સમજ વામાં નહિ આવે તે તેનું અમૃત ક્રિયાની પ્રાપ્તિ થઈ શકે નહિ માટે પ્રથમ આત્માના સ્વરૂપને જાણવા માટે અધ્યાત્મ જ્ઞાનધારક શાસ્ત્રાની અને આત્મજ્ઞાનની અનંત ગણી આવશ્યકતા સિદ્ધ કરે છે. આ સંબધીમાં શાસ્ત્ર પ્રમાણુ યુકિતથી વિચાર કરવામાં આવે છે. માંતર મવનાશ. (જ.) (સંસ્કૃત ઉપરથી.) (અનુવા-નં-નવા નાબી નિવાસ-સા ) અનિત્ય ભાવના અનિત્યસ્વરૂપ રાક્ષસ વજીના જેવા કઠણું હાથીઓને પણ પ્રાસ કરી જાય છે, તે પછી કેળના ગભ જેવા નિસાર અનવડે દેહ ધારણ કરનારાઓન ગ્રાસ કરી જાય તેમાં આશ્ચર્ય શું ? અહો ! પણ શું કરવું? બીલાડ દૂધને હર્ષથી સ્વાદપૂર્વક ચાટે છે પણ માથે મારવાને માટે ઉંચકાયેલી લાકડીને જેતિ નથી, તેમ માણસ વિષયસુખને આસકિત પૂર્વક ભેગવે છે પણ માથા ઉપર ભમતા યમને જોતા નથી. જુઓ! પ્રાણીઓનું શરીર પર્વત ઉપરથી પડતી નદીના જલસમૂહ જેમ બધી બાજુએ વેગથી સરી જાય છે તેમ સમય અવયવ તરફથી એકી સાથે ક્ષીણ થવા મંડી પડે છે, જીવન, વાયુવડે કપી રહેલી પ્રજાનું વસ્ત્ર થોડા સરખા જોડાણથી છુટું થવા પર્યતજ ટકી રહે છે, તેવું છે, લાવણ્ય, ત્રીજનના નેત્રના અંચલ–પ્રાંત ભાગના જેવું, ચંચલ છે, યવન, મસ્ત હાથીના કાનના કરવાથી થતા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36