________________
:ܪ
જે શરીરના બળને નાશ થયો હોય તે તેને ઉપાય કરે. તે ઉપાય નીચે પ્રમાણે છે. શરીરના બળને ઘટાડે તેવો પરિશ્રમ ન કરવો. નિષ્પ ( ચીકણું ) અને અહ૫ ભોજન કરવું. આ પ્રમાણે કરવાનું કારણ
એ છે કે વીતનું મુળ બળ છે. વળી જે બળ હોય તે સર્વ કાર્યને વિષે જોઈએ તેવો યત્ન થઈ શકે છે. વળી કોઈ બળવાન પુરૂષ પણ વ્યાધિની ઉપેક્ષા ( ગણકારે નહીં તો ) કરે તે તે વ્યાધિ વૃદ્ધિ પામીને વિષરૂપ થાય છે તેવું શાસ્ત્ર વચન છે.
ખાનપાન વિષે શ્રી નદત્ત સુરી વિરચિત વિવેકવિલાસમાં નીચે પ્રમાણે લખાયું છે તે અહીં વાંચક વગેની જાણ માટે આવશ્યક્તા ધારી લખવામાં આવે છે.
જઠરાગ્નિ પ્રદિપ્ત થાય તથા ખાવાની ઈચ્છા થાય ત્યારે ભાજન કર વાથી મનુષ્યનું આયુષ્ય, બળ, અને કાંતી વધે છે. ખાધેલું પચ્યા વગર ઉપરથી વળી આહાર કર્યો હોય તો માણસને વાત, પીત, તથા કફ એ ત્રણે દેવનો કાપ થાય છે. ખાધેલું પચન ન થાય તે અજીણું કહેવાય છે. સર્વે રાગોની ઉત્પત્તિ અજીર્ણથી થાય છે. જે અજીર્ણ રસ શેષ, આમ, વિષ્ટબ્ધ વિપકવ એવા પ્રકારના છે. વળી બીજા પણ અજીર્ણના પ્રકાર કહ્યા છે, રસશે અજીર્ણ થયું હોય તો બગાસાં આવે, આમ અજીર્ણ થયું હોય તે ઓડકાર આવે, વિષ્ટબ્ધ અજીર્ણ થયું હોય તે શરીર તૂટે અને વિપકવ અજીર્ણ થયું હોય તે ધુમાડે બહાર પડતું હોય એમ લાગી ઓડકાર આવે. રસશેષ અજીર્ણ હોય ( ભજન કરતાં પહેલાં ) સુઈ રહેવું. આમ અજીર્ણ હોય તે ઉલટી કરવી. વિષ્ટબ્ધ અજીર્ણ હોય તો પરસેવે કાઢવો અને વિપકવ અજીર્ણ થયું હોય તે જલપાન કરવું. સદા પશ્ચના જાણુ માણસને ચાર પ્રકારના અજીર્ણ ઉપર કહેલા ઉપાયથી શાંતિ થાય છે. શરીરમાં રહેલાં કફ, વાત અને પતિ એ ત્રણે જે પિત પિતાના ઠેકાણે રહેલાં હોય અને ખાધેલું પચન થાય ત્યારે કઠામાં રહેલો વાયુ સીધી ગતિવાળો હોવાથી મળ મુત્રના વેગ ખુલ્લા આવે છે એટલે મળમુત્ર સાફ થાય છે. અજીર્ણદીક વિકાર ન હોય તે મળ મુત્ર ત્યાગ કરી રહ્યા પછી ક્ષણમાત્રમાં નાશીકાદિક શરીરના છિદ્ર તથા હૃદય શુદ્ધ થાય. ઓડકાર દુર્ગધ રહિત તથા રસ વિનાના શુદ્ધ આવે અને ઇદ્રીય તથા શરીર હલકાં અને પિતાનું કામ કરવાને દક્ષ થાય છે. સવારમાં બહુ વહેલું, સં. ધ્યાકાળે, રાત્રીએ, અન્નની નીંદા કરતાં, રસ્તે જતાં ડાબા પગ ઉપર હાથ