Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ ૧૭૯ તો આપની જીભ કેમ ઉપડે છે. તેણે કયે દહાડે કાનું સારું કર્યું છે.” મખજીએ કહ્યું ! “ પણ કહે જઇએ માતાએ શું ધાર્યું છે?” “બાપજી ક્રોધ ના કરે તે કહું.” મખજીએ યુક્તિસર પૂછ્યું, જા નિશ્ચિત કહે ?” “ કુમારશ્રી, રાણુએ તો આપને ઘાટ ઘડવા ધાર્યો છે. વ્યો મહારાજ હવે આથી શું વિશેષ સાંભળવું છે ?” મખજીએ કપટજાળ પાથરી. “કાવતરૂં કઈ તરેહે રચાયું છે ? ” દેવકુમાર હસતાં હસતાં બેલ્યો. * શી તરેહે તે એ કે સ્વરૂપા રાણીએ કઈ તાંત્રિકને બેલાવી આપના ઉપર મારણ મંત્રને પ્રયોગ સિદ્ધ કરાવ્યો છે. જેને માટે સર્વ તૈયારીઓ થઈ ચૂકી છે. માત્ર અવશેષમાં આપને એક મંત્રેલ જળનો ચાલો પાવાનું બાકી છે તે પણ ઘણું કરીને રવિવારે પવાશે.” મનજીએ પૂરેપૂરે પાઠ ભજવ્યો. તેથી શું ?” “તેથી જે ફલ થાય એ આપનાથી ક્યાં અજાણ્યું છે?” “ માતુશ્રીને એમ કરવાનું પ્રયોજન શું ?” દેવકુમારે પૂછયું. પ્રોજન તે એ કે પિતાના કુંવરને તતારૂઢ કરો.” મખજી એ કાય કારણ સંબધે બતાવ્યું. “પણ જ્યાં સુધી પિતાથી ધ્યાત છે ત્યાં સુધી તો એમ બની શકે એમ નથી ને?” મહારાજ ! જે રંડા આમ કરે છે તેમ પણ કરે, છતાંય જે કદાચ તેમ કરતાં તેનું મન પાછું હતું તે પિતાના કુંવર ગાદીને વારસ બને એમાં તે કંઈ વાંધો નહિ ને ?” મખજીએ કહ્યું. “તને આ વાતની ખબર શી રીતે પડી?” મહારાજ ! એ તાંત્રિકને એક વખત અણચિંતવ્યો મેલાપ થ. અગર જો તેણે સ્પષ્ટ વાત તો ન કરી પરંતુ વાતચીત પરથી જણાયું કે સ્વરૂપારાણુએ તેને મારણ મંત્રનો પ્રયોગ કરવા બોલાવે છે.” મખજીએ કહ્યું. “ પણ તે પ્રયોગ મારા પરજ અજમાવવાનો છે તેની તને શી ખાત્રી ?” મહારાજ! અમે રાત દહાડાને ધંધો કરનારા એટલું ન જાણી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42