Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ કે સવારનું જમ્યા બાદ સાંજરે જઠરાગ્નિ મંદ પડી જાય અને ભૂખ લાગે નહીં તેમજ સાંજરે એવું ન જમવું કે બીજે દિવસે જઠરાગ્નિ મંદ પડી ભુખ લાગે નહીં. હવે ભજનના પરમાણુને વિષે સિદ્ધાંત નથી એટલે એકાંત નથી. તેનો આધાર જઠરાગ્નિની મંદતા અને તીવ્રતા ઉપર છે, જે પુરૂષ પિતાના આહાર કરતાં વધારે જમે છે તે પિતાના દેહને તથા જઇરાગ્નિને બગાડે છે. વળી જેનો જઠરાગ્નિ પ્રદીપ્ત હેાય તે જો થોડું જમે તો લઘુ ભોજનથી દેહ દુર્બળ થાય છે. માટે પોતામાં જેટલું ભોજન પચાવવાની શક્તિ હોય તેટલું જમવું. વળી જે વખતે થાક લાગે છે તે વખતે તરત ભોજન કરવું નહીં તથા પાણી પીવું નહીં કેમકે તેમ કરવાથી તાવ આવે છે તથા ઉલટી થાય છે. વળી અનેક પ્રકારના રોગ પણ થાય છે. માટે શ્રમ થયો હોય તે જરા વિલંબ કરી હળવે હળવે પાન તથા ભોજન કરવું. વળી પાણી એકદમ અને અતિશે ન પીવું તે ભજન કેમ થાય. વળી અજીર્ણ થયું હોય તે ભાજન ન કરવું કારણ કે તેમ કરવાથી ઘણા રોગ થાય છે. અજીર્ણ ચાર પ્રકારનું છે. ૧ આમ અજીર્ણ ૨ વિદગ્ધ અજીર્ણ ૩ વિષુબ્ધ અજાણું ૪ રસશેપ અકર્ણ તે ચાર પ્રકારના અજીર્ણના લક્ષણે નીચે પ્રમાણે છે. આમ અજીર્ણમાં નરમ ઝાડ આવે અને કહેલી છાશ પ્રમુખ જે દર્શધ ઉછળે. વિદગ્ધ અછમાં અજીર્ણવાળા પુરૂષની વિષ્ટાન દુર્ગધ ખરાબ ધુમાડાના જેવો હોય. વિષ્ટબ્ધ અજીર્ણ થયું હોય તો શરીરમાં ગુટ ફાટ, કળતર, વિગેરે વિકાર જણાય અને રસશેષ નામે અજીર્ણ થયું હોય તે જડપણું જણાય એટલે સઘળી હોંશીયારીને નાશ થાય. ઉપરના ચાર અજીર્ણના લક્ષણો વિશે ખુલાસે નીચે પ્રમાણે છે. શરીરને મળ તથા વાયુ તેને હમેશના નિયમથી વિપરીત ગંધ હોય તથા મળમાં પણ ભેદ પડ હોય તથા શરીર ભારે થઈ ગયું હોય તથા અન્ન ઉપરથી રૂચિ ઉડી ગયેલી હોય તથા આડકાર સારો ન આવતા હોય, વળી મુછ આવે તથા લવારા થાય તથા કંપાર થાય તથા અતિશે થુંકવું પડે, ઘણું મેળ આવે અંગની ગ્લાની થાય, ફેર ચડે, આ સર્વ ઉપદ્રવ અજીર્ણ થકી થાય છે એમ જણૂવું વળી કેટલીક વખતે અજીર્ણ થકી મરણ પણ થાય છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42