Book Title: Buddhiprabha 1910 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ સદાકાળ આસક્ત રહે છે તે ઉત્તમ બ્રહ્મચર્યના ફાયદાઓ જાણું શક્તા નથી બ્રહ્મચર્ય પાળવામાં ધર્મ છે અને મિથુન સેવવામાં અનેક પ્રકારના દે છે મેચનમાં અનેક પ્રકારના ઘા ઝીણવામાં આવે છે ત્યારે બ્રહ્મચર્ય પાળવામાં આવે છે. कम्पः स्वेदः श्रमो मूछी-भ्रमिग्लानि लक्षयः राजयक्ष्मादि रोगाश्च भवेयुमैथुनोत्थिताः॥१॥ કંપ, પસીને, થાક, મૂચ્છ, શ્રમ, શરીરની નિસ્તેજ અવસ્થા બળનો ફાય, ક્ષય રોગઆદિ અનેક પ્રકારના રોગો મૈથુનસેવવાથી પેદા થાય છે, મોટા બળવાન યોદ્ધા પણ મૈથુન સેવવાથી નિર્બળ બને છે. ચાંદિ અને પ્રમેહના રોગે પણ મિથુન સેવવાથી થાય છે. વિદ્યાર્થીઓ કે જે સ્ત્રીની સાથે મિથુન સેવે છે તેઓ કોલેજોમાં અભ્યાસ કરે છે પણ તેમનું મગજ બગડી જવાથી બરાબર અભ્યાસ કરી શકતા નથી, પ્રાય: મિથુન વિશેષ સેવવાથી ચશનું તેજ ઘટે છે અને તેથી ચશ્માં રાખવા પડે છે, ચનું તેજ ઘટવાનાં અનેક કારણો છે તેમાંથી આ પણ એક કારણ છે. બાળવયમાં છોકરાઓ કુમિત્રની સાબિત પામી વેશ્યા તથા પરસ્ત્રીઓની સાબિત કરે છે તેમાં તેમના શરીરની ખરાબી થાય છે. જ્યારે તેઓને રોગ થાય છે ત્યારે દાકાર અને વિદ્યાનાં ખીસ્સાં ભરાય છે, અને જગતમાં અને પકીર્તિ થાય છે, કેટલાક પરમીયાના રેગથી અને ચાંદીના રોગથી પીડાય છે તેમાં મેથુન દાજ મુખ્યતાએ હેતુભૂત જણાય છે. કેટલાંક નાનાં બા. ળકોને તેર ચઉદ વર્ષની ઉમરે પરણાવવામાં આવે છે તેમાંથી કેટલાકને ક્ષય રોગ લાગુ પડ્યા છે અને તે મરણ પામ્યા છે, માબાપ વહાલથી બાળકોને પરણાવે છે પણ અંતે તેમાંથી સારૂ પરિણામ નથી આવતું ત્યારે મા બાપ પશ્ચાતાપ કરે છે, બાળલગ્નથી શરીરની તંદુરસ્તી રહેતી નથી. મગજ ઘડી ઘડીમાં તપી જાય છે. વિદ્યાભ્યાસ પડતો મૂકવો પડે છે. આમ મનુષ્યો જાણે છે છતાં શામાટે બાળલગ્નરૂપ હોમમાં પોતાનાં પુત્ર અને પુત્રીઓને હોમતાં હશે, બાળલગ્નથી ફળ જ્ઞાતિ ધર્મ અને દેશની પાયમાલી થઈ છે થાય છે અને ભવિષ્યમાં પાયમાલી થશે. મિથુન સેવનાર પોતેજ કબુલ કરે છે કે તેથી મહને અમુક રીતે હાનિ થઈ. હવે મૈથુન સેવવાથી જીવોનો ઘાત થાય છે તે જણાવે છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38