Book Title: Buddhiprabha 1910 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ આ સઘળા પ્રાણીઓને નીચે કહેલી શક્તિઓ (પ્રત)માંની ચાર પાંચ અથવા છ હોય છે. પહેલી અન્ન લેવાની શક્તિ, બીજી શરીર બનાવવાની શક્તિ, ત્રીજી ઈદિ બનાવવાની શક્તિ, ચોથી શ્વાસોશ્વાસ લેવાની શકિત, પાંચમી બેલવાની શક્તિ અને છઠ્ઠી વિચાર કરવાની શક્તિ. એકે. દિય જીવને ચાર શક્તિઓ હોય છે, બે ઈદિવાળ, ત્રણ ઈ દિવાળા અને ચાર દિયવાળા જીવને ( વિકલૈંદ્રિય જીવને ) પાંચ શક્તિ હોય છે, પણ પંચેન્દ્રિય પ્રાણીને તો એ શક્તિઓ હોય છે. જૈનધર્મના સિદ્ધાંત જીવતા પ્રાણીના બારીક વિભાગનું પુકલ વર્ણન આપે છે. સુક્ષ્મદર્શક યંત્રની ધ પહેલાં પણ તેના તત્વવેત્તાઓ એક નાનામાં નાના પ્રાણીને કેટલી ઈદિયો છે તે કહેવાને શક્તિવાન હતા. જેઓને જૈન ધર્મ પ્રમાણે Biology ( પ્રાણુધર્મ ગુણ વિદ્યા ) geology ( પ્રાણું વિદ્યા) Botany (વનસ્પતિ શાસ્ત્ર ) Anatomy ( શારીરિક શાસ્ત્ર ) અને Physiology (ઇદ્રીયશાસ્ત્ર) શીખવાની ઈચ્છા હશે તેમને અમારી સેસાયટીએ પ્રકટ કરેલાં ધણાં પુસ્તકો વાંચવાની ભલામણ કરીશ. - હવે જીવની હયાતીની ચાર સ્થિતિ વિશે વિચાર કરીશું. તે ચાર ગતિ. નરક, તિર્યચ, મનુષ્ય. અને દેવરૂપ છે નરક એ જીવની છેક હલકી સ્થિતિ છે. નરકને રહેવાશી તે નારકી, બીજ ગતિ તિર્યંચ છે. જેથી જીવ પૃથ્વીકાય અપકાય, તેજસકાય, વાયુકાય, વનસ્પતિકાય, બે ત્રણદધિ, અને ચાર ઈક્વિાળા પ્રાણી પશુ અથવા પક્ષીમાં જન્મ લે છે. ત્રીજી ગતિ મનુષ્યની છે. ચોથી ગનિ દેવની છે. દેવ અટલે સ્વર્ગ ને રહેવાશી સૈાથી ઉંચી ગતિ જૈન ધર્મ પ્રમાણે મેક્ષ છે અથવા તે દૈવી સ્થિતિ છે. મનુષ્ય સકલ કર્મને નાશ કરી આત્મોન્નતિ પ્રાપ્ત કરે છે અને જડ વસ્તુ સાથેના પિતાના સં. બંધથી મુક્ત થઈ પવિત્ર સ્થિતિને પ્રાપ્ત કરે છે અને દૈવી બને છે આ અર્થમાં દેવી શબ્દ વપરાયેલે છે. આ પ્રમાણે ટુંકમાં જૈન ધર્મના તત્વોનું વિવેચન કરી હું હવે જે પ્રશ્નના ઉત્તર સધળી ધાર્મિક શોધનો ઉદ્દેશ છે અને સર્વ ધર્મનો મુખ્ય હેતુ છે તે પ્રશ્નનો વિચાર કરીશ. પ્રથમતો આ સૃષ્ટિનું મૂળ શું છે! આના ઉત્તરમાં ઈશ્વરના પ્રશ્નનો સમાવેશ થાય છે અને ગૌતમ બુદ્ધ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38