Book Title: Buddhiprabha 1910 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ બુદ્ધધર્મ સ્થાપન કરનાર વસ્તુનું મૂળ કારણ શોધવાની મના કરે છે. સૃષ્ટિના બંધારણ વિષયક બ્રાહ્મણધર્મશાસ્ત્રોમાં બ્રહ્માના દિવસ અને રાત્રી, મન્વન્તરનો કાળ, પ્રલયકાળાદિની વાત વારંવાર કરવામાં આવે છે; પણ જેનો તે આવા સંજ્ઞાસૂચક વાક્યોને અનાદર કરી પ્રથમ થઈ ગએલા મોટા મહાત્માએના પૂર્વે કહેલાં વાયોથી ફરી ફરીને જણાવે છે કે જીવ અને પ્રકૃતિ અનાદિ કાળથી છે અને તેથી તેને કોઈ કર્તા હોઈ શકે નહિ. એક બાજુથી એક વસ્તુનું અસ્તિત્વ તમે સ્થાપન કરી શકે, બીજી બાજુથી તમે તેનું અનસ્તિત્વ કહી શકે અને જુદા જુદા સમયે તમે તેનું અસ્તિત્વ અને અનસ્તિત્વ સ્થાપન કરી શકે. જો તમારે એકજ સમયે અને એકજ બાજુથી કઈ પણ વસ્તુનું અસ્તિત્વ અને અસ્તિત્વ કહેવું હોય તો તમારે તે અવકાવ્ય છે ( અર્થાત કહેવાય તેમ નથી) એમ જણાવવું, કેટલાક સંજોગોમાં અસ્તિત્વનું અસ્તિત્વનું અથવા બંનેનું સ્થાપન કરવું અસંભવિત છે, આ સમભંગી નયનો અર્થ એટલો જ છે કે એક વસ્તુનું સર્વ ઠેકાણે, સર્વ સમયે, સર્વ રીત અને સર્વ આકારમાં અસ્તિત્વ ગણી શકાય નહિ. જે વસ્તુ એક સમયે એક સ્થાનમાં હોય તે જ સમયે બીજા સ્થાનમાં હોઈ શકે નહિ. આ સપ્તભંગીને અર્થ કેટલાક ધારે છે તેમ એમ નથી કે અમારી પાસ કાંઈ નિશ્ચિત વસ્તુ નથી. આ ઉપરથી કહેવાનું એટલું જ છે કે જે સત્ય વાત કહેવામાં આવે તે દ્રવ્ય, દેશ, કાળ આદિની કેટલીક સ્થિતિને અનુસરીને સત્ય છે. જૈન ધર્મનું આ એક ઉમદા લક્ષણ છે કે જ્યારે બીજા ધર્મો નિસશયતાથી પિતાનો મત પ્રતિપાદન કરે છે ત્યારે જૈન ધર્મ સઘળી બાજુએથી દરેક વસ્તુ જુએ છે અને સમુદ્રની માફક દરેક વસ્તુનો અંગીકાર કરે છે અને તે સમુદ્રમાં બીજા પંથરૂપી નદીઓ ભળી જાય છે. ત્યારે ઈશ્વર શું છે? રષ્ટિ હારના મનુષ્પાકારના કર્તારૂપ ઈશ્વરવારને જૈન ધર્મમાં જરાપણ માર્ગ નથી. સૃષ્ટિનું સામાન્ય બંધારણ આ પ્રકારના કર્તાને ન્યાયરહિત તેમ જ અસંગત ગણે છે. પણ તે નિશ્ચયતાથી જણાવે છે કે ચૈતન્ય તેમ જ અન્ય સઘળા દ્રવ્યમાં એક સૂમ તત્વ રહેલું છે, જે સઘળા પર્યાયનું (રૂપાંતરનું ) શાશ્વત કારણ છે અને જેને ઈશ્વર કહેવામાં આવે છે. પુનર્જન્મનો મહાન નિયમ તે પણ જૈન ધર્મનો એક મોટો સિદ્ધાંત છે, આ પુનર્જન્મને સાથી કર્મને નિયમ છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38