________________
એવો અમૂલ્ય છે કે તે પુનઃ પ્રાપ્ત થવા બહુ દુર્લભ છે, માટે જ્યાં સુધી આ દેહરૂપી સાધન છે ત્યાં સુધી પરમપ્રભુપર દઢ પ્રેમ રાખતાં શીખ! આ દેહ ક્ષણભંગુર છે. ક્ષણમાત્રમાં તે વિનાશ પામે તેવો છે. આવા ક્ષણભંગુર દેહ વડે તારે તારા જીવનનું સાર્થક કરવાનું છે, તેથી કવિ કહે છે વિજળીના ચમકારા રૂપી આ એક માત્ર રહેનાર સંધિમાં–તું મેતી પરેવલે–અર્થાત –વિવેકથી યત્નપુરઃસર તારે કરવા યોગ્ય કામ-જે તારા જન્મનું સાર્થક તે-તું કરીલે ! આ કાવ્યમાં કવિ ઉત્તમ ઉàક્ષા કરે છે. વિજળીને ચમકાર માત્ર એક ક્ષણ માત્ર રહે છે. પરંતુ તે ક્ષણ માત્રમાં પણ માતાના ઝીણું છિદ્રને બારીક નજરે નિહાળી પરવવું તેમાં એકાગ્રતા અને દક્ષતાની જરૂર પડે છે. જે વિદ્યુતના ચમકારાને એક ક્ષણ માત્ર રહે તેવો સંધિ ગુમાવવામાં આવે છે. તે પુનઃ પ્રાપ્ત થતો નથી. આથી વિદ્યુતના ચમકારના બોધથી કવિ દેહની શું ભંગુરતાને બોધ કરે છે. આવો ક્ષણ ભંગુર પરંતુ દુર્લભ દેહ જ્યારે પ્રાપ્ત થયેલ છે. તે તેને યથેચ્છ લાભ લેવો એ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. અરતુ. 23–5–1910.
ડો. ભોગીલાલ મગનલાલ શાહ Godhavi.
માર્ગનુસારીના પાંત્રીસ ગુણ. (લેખક શેઠ. મોહનલાલ લલ્લુભાઇ.)
( અંક બીજાના પાને ૪૦ મેથી અનુસંધાન. ) ૨. સમાન ફૂલવાળા, શીળવાળા તથા સમાન વૈભવ વેપભાપા ઈત્યાદિક તેમજ વિસ્તારવાળા લોકોની સાથે પિતાના પુત્ર, પુત્રી આદિકને વિવાહ કર
વો, પરંતુ એકજ ગોત્રયવાળા સાથે કરવો નહી. શ્રીમદ હેમચંદ્ર આચાર્ય પિંગ શાસ્ત્રમાં એક ગોત્રવાળા સાથે વિવાહ કરે નિધધ કહ્યો છે. પિતા તેને પિતા આદિક પૂર્વ પુરૂષને વંશ તે કુળ કહીએ અને મઘ માંસ રાત્રીભજન વિગેરે પરિહાર રૂપ જે વ્યવહાર તે શીલ કહીએ. આ પ્રમાણે કરવાનાં કારણે નીચે પ્રમાણે છે. જે કુલ શીળાદિક સરખાં ન હોય તે નિશે પરસ્પર વિસદધ્યપણું થાય એટલે કે શાસ્ત્રમાં કહેલાં નિર્દોષ સંબંધને અભાવ થાય. જેથી કરી અસંતપાદિક દવને સંભવ થાય છે. વળી વૈભવનું વિષમપણું છતે એટલે કે બે જણના ઘરના વૈભવમાં ઘણો તફાવત હોય તે