Book Title: Bhaktimarg ni Aradhana Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 7
________________ સપુરુષને વેગ થાય તો પણ તેમના સાચા સ્વરૂપને ઓળખવાની શક્તિ પ્રમાણમાં બહુ જ થેલા સાધકેમાં દષ્ટિગોચર થાય છે. આમાં વળી વિશાળ સંખ્યાબળ છે જેમનું એવા નામધારી ગુરુઓ મહાધીન થયા થકા શિષ્યોને પિતાના સંકુચિત કુંડાળામાં એવી સખત રીતે જકડી રાખે છે કે તેમને બિચારાને પરમાર્થ-સત્સંગનો લાભ લેવાની તક મળે તે પણ તેઓ તેને લાભ લઈ શકતા નથી. કળિયુગમાં સામાન્યપણે અને છેલ્લા ત્રણ-ચાર સૈકાઓમાં વિશેષપણે, આવી પરિસ્થિતિ પ્રવર્તતી હોવાને લીધે, પ્રત્યક્ષ સપુરુષના સાનિધ્યમાં રહીને જ્ઞાનમાર્ગની આરાધનાની તક અસંભવપ્રાય થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં કેઈક વિરલ પુરુષને બાદ કરતાં ઘણું મહાત્માઓએ પિતે મુખ્યપણે ભક્તિમાર્ગનો આશ્રય કરી જ્ઞાનમાર્ગને ગૌણ કર્યો છે અને પિતાના આશ્રિતને પણ ભક્તિમાર્ગનું અવલંબન લેવાની મુખ્યપણે પ્રેરણા કરેલી છે કારણ કે તે પ્રમાણે વર્તવાથી જ સ્વપર-કલ્યાણને માર્ગ શીવ્ર પ્રશસ્ત થશે એવા નિર્ણય પર તેઓ આવેલા દેખાય છે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું કે “ઘણા પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સપુરુષના ચરણ સમીપે રહીને થાય તે ક્ષણવારમાં મિક્ષ કરી દે તે પદાર્થ છે.” * જ્ઞાનમાર્ગની વિકટતા અને તેનું દુરારાધ્યપણું : શ્રેયમાર્ગ મળે જ્ઞાનમાર્ગની સાધનામાં વિકટતા રહેલી છે અને આ કાળે તે, આગળ કહ્યું તેમ, પ્રત્યક્ષ સત્પષની દુર્લભતા ઉપરાંત બુદ્ધિની અલ્પતા અને મલિનતા પણ જોવામાં આવે છે. આ સંજોગોમાં શાસ્ત્રોને મર્મ પામ – અને તેમાં પણ વિતરાગદર્શનમાં કહેલાં સૂકમ તને મર્મ પામ – અતિ અતિ દુષ્કર જણાય છે. * શ્રીમદ્ રાજચંદ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 196