Book Title: Bhaktimarg ni Aradhana Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 6
________________ પ્રસ્તાવના ભૂમિકા: માનવ પિતાના અસ્તિત્વકાળથી જ શાશ્વતપદની – શાશ્વત સુખની – શોધમાં રહેલું છે, કારણ કે શાશ્વતપાવું તેને મૂળ સ્વભાવ છે. આ પદની પ્રાપ્તિ માટે તેણે વિવિધ ઉપાયે ક્યા છે, વર્તમાનમાં પણ એ જી રહ્યો છે અને ભાવિ કાળમાં પણ જશે. મનુષ્યની પ્રકૃતિની વિવિધતા જાણીને પૂર્વાચાર્યોએ ભિન્ન ભિન્ન રુચિવાળા મનુષ્યોને જોઈ તપાસીને તેને ભિન્ન ભિન્ન સાધનાપદ્ધતિઓ બનાવી છે, પરંતુ તે સર્વ પદ્ધતિઓમાં એક શાશ્વતપદની સિદ્ધિ માટેનું જ લક્ષ રાખેલું છે. આ શાશ્વતપદની પ્રાપ્તિ અનેકવિધ કારણોના આવી મળવાથી થાય છે, જેમાં નિરંતર આત્મજાગૃતિ, બુરુનો બોધ, સન્માર્ગનું ગ્રહણ તથા અનુસરણ અને સતત અભ્યાસ મુખ્યપણે આવશ્યક છે. ઉપરોક્ત સાધનો દ્વારા પિતાના દોષને દૂર કરવારૂપ અને સદ્ગણોને ગ્રહણ કરવારૂપ સપુરુષાર્થ વડે જેમ જેમ પવિત્રતાની પ્રાપ્તિ થાય છે તેમ તેમ આત્મશુદ્ધિ વધતી જાય છે અને આ આત્મશુદ્ધિના માર્ગને જ શોમાં મોક્ષમાર્ગ કે નિર્વાણમાર્ગ કહ્યો છે. - આ પ્રમાણે મોક્ષમાર્ગને એટલે કે આત્માની પવિત્રતાને પામવાનાં અનેકવિધ સાધનમાં ભક્તિ એ એક અત્યંત મહત્ત્વનું સાધન છે. ભક્ત અને ભગવાનનું સ્વરૂપ, ભક્તિના વિવિધ પ્રકારે, તે પ્રકારોને સાધવાની વિધિ, ભકિતનું ફળ વગેરે ભક્તિમાર્ગવિષયક વિવિધ પાસાઓનું આલેખન આ ગ્રંથમાં કરેલું હોવાથી તેને “ભક્તિમાર્ગની આરાધના' એવું નામ આપ્યું છે. જ્ઞાન માગ અને ભક્તિમા – વર્તમાન સંદર્ભ: આણુયુગના આ જમાનામાં મોક્ષમાર્ગને તત્ત્વતઃ પામેલા આત્માનુભવી મહાત્માઓની અત્યંત દુર્લભતા છે. કવચિત કોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 196