Book Title: Bhagwan Rushabhdev ane temno Parivar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર [ રર૩ પુરાણુપુરુષ ચિરકાળથી ચાલી આવતી આખી આર્ય પ્રજાને સામાન્ય દેવ જ છે એ વિશે મને લેશ પણ શંકા નથી. મારી આ ધારણાની પુષ્ટિ નીચેની બે બાબતથી થાય છે. રષિપંચમી એ રાષભપંચમી હોવી જોઈએ પહેલી બાબત ઋષિ પંચમીના પર્વની અને બીજી બાબત ક્યાંક પણ જૈનેતર વર્ગમાં અષભની ઉપાસનાને લગતી છે. ભાદરવા સુદ પાંચમ ઋષિપંચમી તરીકે જેનેતર વર્ગમાં સર્વત્ર જાણીતી છે, જે પંચમી જૈન પરંપરા પ્રમાણે સાંવત્સરિક પર્વ મનાય છે. જેને પરંપરામાં સાંવત્સરિક પર્વ એ બીજે બધાંય પ કરતાં ચઢિયાતું અને આધ્યાત્મિક હેઈ પર્વાધિરાજ મનાય છે. તે જ પર્વ વૈદિક અને બ્રાહ્મણ પરંપરામાં ઋષિપંચમીના પર્વ તરીકે ઉજવાય છે. આ પંચમી કોઈ પણ એક કે અનેક વૈદિક પરંપરાના ઋષિઓના સ્મરણ તરીકે ઊજવાતી હેય એ જાણમાં નથી. બીજી બાજુ જેને તે જ પંચમીને સાંવત્સરિક પર્વ લેખી તેને મહાન પર્વનું નામ આપે છે ને તે દિવસે સર્વોત્તમ આધ્યાત્મિક જીવન અનુભવવા યત્નશીલ રહે છે. મને લાગે છે કે જેન અને વૈદિક પરંપરાના જુદાં જુદાં નામથી જાણીતાં બંને પને એક જ ભાદરવા સુદ પંચમીએ ઉજવવાની માન્યતા કોઈ સમાન તત્વમાં છે, અને તે તત્વ મારી દૃષ્ટિએ ઋષભદેવના સ્મરણનું છે. એક અથવા બીજે કારણે આર્યજાતિમાં ઋષભદેવનું સ્મરણ ચાલ્યું આવતું અને તે નિમિતે ભાદરવા સુદી પંચમી પર્વ તરીકે ઊજવાતી. આગળ જતાં જ્યારે જૈન પરંપરા નિવૃત્તિ માર્ગ ભણું મુખ્યપણે ઢળી, ત્યારે તેણે એ પંચમીને આધ્યાત્મિક શુદ્ધિનું રૂપ આપવા તે દિવસને સાંવત્સરિક પર્વ તરીકે ઉજવવા માં, જ્યારે વૈદિક પરંપરાના અનુગામીઓએ પરાપૂર્વથી ચાલી આવતી સામાન્ય ભૂમિકાને અનુસરીને જ એ પંચમીને ઋષિપંચમી તરીકે માનવાનો પ્રઘાત ચાલુ રાખ્યો. ખરી રીતે એ ઋષિપંચમી નામમાં જ અષભનો ધ્વનિ સમાયેલું છે. ઋષભ પંચમી એ જ શુદ્ધ નામ દેવું જોઈએ ને તેનું જ બષિપંચમી એ કાંઈક અપભ્રષ્ટ રૂપ છે. જે આ કલ્પના ઠીક હેય તે તે જૈન જૈનેતર બને વર્ગમાં પુરાણકાળથી ચાલી આવતી ઋષભદેવની માન્યતાની પુષ્ટિ કરે છે. ' અવધૂત પંથમાં વભની ઉપાસના બીજી પણ ખાસ મહત્ત્વની બાબત ઉપાસના વિશેની છે. બંગાળ જેવા કઈ પ્રાંતમાં અમુક લોકો, ભલે તે સંખ્યામાં ઓછા હોય કે બહુ જાણુતા પણ ન હોય છતાં, ઋષભની ઉપાસનામાં માને છે તે તેમને એક અવધૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19