Book Title: Bhagwan Rushabhdev ane  temno Parivar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ભગવાન દેવ અને તેમને પરિવાર [ ૧૨૯ અત્યારે જેમ આપણને સાધુએ જવાબ આપે છે તેમ તે વખતે પણ એ આચાર્યો આપણું નીચેના પ્રશ્નોને જવાબ એ જ રીતે આપે. આપણે ઉંમરલાયક છોકરા છોકરીને લગ્નગ્રંથિથી બંધાવા કે ગૃહત્યાગ કરવા બાબત તેમનો (સાધુઓને) મત માગીએ તે તેઓ નિર્વિવાદ એ જ મત દર્શાવે કે લગ્ન અને ગાહથ્થબંધન ત્યાજ્ય છે. આપણે ખેતીવાડી કે બીજા અતિ આવશ્યક ધંધાધાપા કરવા વિશે તેમને મત પૂછીએ તે તેઓ મત આપવાના કે–ભાઈ! એ તે કર્મબંધન છે, નરકનું દ્વાર છે; ખેતીમાં અસંખ્ય છ હણાય. અંગારકર્મ, વનકર્મ વગેરે ધંધાઓ તે જૈનો માટે કર્માદાનરૂપ મનાયેલા હોવાથી ત્યાજ્ય છે. છોકરા છોકરીઓને ઘરની ને ધંધાની તમામ તાલીમ આપવી એ માબાપનું અનિવાર્ય કર્તવ્ય ખરું કે નહિ ? એ પ્રશ્નના જવાબમાં કાં તે તે આચાર્યોએ ચૂપકી સાધવી રહી અને કાં તે તેમને નિવૃત્તિધર્મ તેમની પાસે ભાષાસમિતિ દ્વારા એટલું જ કહેવડાવે કે એ બાબત વધારે કહેવું એ મુનિધર્મ નથી. તમે પોતે જ યથાગ્ય સમજી લે. જેમ આત્મકલ્યાણ થાય તેમ કરે ઇત્યાદિ. ઋષભના ચરિત્રલેખક આચાર્યોના એ જ જાતના સંસ્કારો હતા. જે પ્રશ્નોનો જવાબ સ્વતંત્રપણે તેઓ નકારમાં જ આપે તે પ્રશ્નો ઋષભનું જીવન લખતાં તેમની સામે આવીને ઊભા રહ્યા. ઋષભ એટલા બધા માન્ય અને પૂજ્ય હતા કે તેમના જીવનની એકેએક ઘટનાનું સમર્થન કર્યા સિવાય તેમનાથી ચલાવી શકાય તેમ પણ ન હતું, અને બીજી બાજુ નિવૃત્તિધર્મ વિશેના એમના સંસ્કારે એમને એ સમર્થન કરવા રોકતા. છેવટે તેમણે એ ઘટનાએનું સમર્થન તે કર્યું, પણ તે સમર્થન કહેવા પૂરતું અને અસ્પષ્ટ. હેમચંદ્ર વિવાહ વિશે લખતાં કહે છે કે ઋષભદેવે લેકમાં વિવાહપ્રવૃત્તિ ચાલુ રાખવા લગ્ન કર્યું. તે કહે છે કે સુનંદાને સ્વીકારી તેનું અનાથપણું ટાળ્યું. તે કહે છે કે અનેક પત્નીઓ અને સેંકડો સંતાનવાળે ગૃહસ્થધમ ભગવાને અનાસુક્તપણે આચર્યો. તે કહે છે કે અનેક પ્રકારના ધંધા ને શિ શીખવી ભગવાને સમાજમાં જીવનયાત્રા સુકર કરી ઉપકાર સાધ્યું. તે કહે છે કે સંતાનને યોગ્ય બનાવી તેને બધી ગૃહ રાજ્યવ્યવસ્થા સંપીને જ દીક્ષા લઈ ભગવાને જીવનમાર્ગમાં સામંજસ્ય સ્થાપ્યું. હેમચંદ્ર નિવૃત્તિધર્મથી વિરુદ્ધ દેખાતા પ્રવૃત્તિધર્મને એકેએક અંગનું સમર્થન ટૂંકમાં એક જ વાક્યથી કરે છે કે ભગવાન વિશિષ્ટ જ્ઞાની હતા, માટે તેમણે ત્યાજ્ય ને સાવદ્ય કને પણું કર્તવ્ય ગણું અનાસકતપણે આચર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19