Book Title: Bhagwan Rushabhdev ane  temno Parivar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ ૨૩૪ ] દર્શન અને ચિંતન જે ભવાડાઓ ઊભા કરે છે તેનાં મૂળે તે સેંકડે વર્ષ પહેલાં નંખાઈ ગયેલાં હતાં. હેમચંદ્રના સમયમાં પણ એ વિકૃતિઓ હતી. ફેર એટલે જ કે અમુક પરિસ્થિતિને કારણે તે વિકૃતિઓ ધ્યાનમાં આવી ન હતી અગર કેઈએ તે તરફ લક્ષ આપ્યું ન હતું. જે એક છોકરાવાળો આ વર્ગ કામધ છેડી પરાશ્રયી બની ધર્મ પાલન કરે એ સ્વાભાવિક છે તે એમાં દોષ ન જ આવા જોઈએ. ખરી વાત એ છે કે જૈન પરંપરામાં ત્યાગી વગે નિવૃત્તિધર્મની એક જ બાજુને જીવનની પૂરી બાજુ માની તે વિશેના જ વિચારે સેવ્યા અને પ્રચાર્યા. પરિણામે તેઓ ગૃહસ્થ કે ત્યાગીના જીવનમાં અનિવાર્ય રીતે આવશ્યક એવાં કર્મો અને પ્રવૃત્તિનું મહત્ત્વ જ ભૂલી ગયા. તેથી જ આપણે ભારતના સહજ પ્રવૃત્તિધર્મમાં વિકૃત નિવૃત્તિધર્મની છાપ વાંચીએ છીએ. - ભરતે રચેલ ઉપદેશમંત્રને અર્થ એ છે કે તમે જિતાયા છે, તમારામાં લ્ય વચ્ચે જાય છે, માટે તમે કોઈને ન હશે. કે સુંદર, પારમાર્થિક અને સદા સ્મરણય ઉપદેશ ! પણ આ ઉપદેશ સાંભળવામાં અસંગતિ કેટલી ? ઉપદેશનું તત્ત્વ વિચારનાર વેદપ્રણેતા ભરત પોતે. એને શબ્દમાં ઉતારનાર, ભરત પિતે. પણ ભરતને પિતાના જ વિચારનું ભાન રહેતું નહિ, તેથી તે એક ભાડૂતી અને અકર્મણ્ય પરાવલંબી વર્ગને મોઢે પિતાનાં રચેલ વાક્યો સાંભળવાનું પસંદ કરતે. આ બેહૂદું નથી લાગતું? પણ આ વર્ણનમાં હેમચંદ્રને લેશ પણ દેષ નથી. એ તે એક કલ્પનાસમૃદ્ધ અને પ્રતિભા સંપન્ન કવિ છે. તે પોતે જે સંસ્કારથી ટેવાયેલ ને જે સંસ્કારમાં પિપાયેલ છે તેનું કવિત્વમય ચિત્રણ કરે છે. આપણે એ ઉપરથી જે એટલું સમજી લઈએ કે નિવૃત્તિધર્મની એકદેશીયતાઓ પ્રવૃત્તિધર્મને કે વિકૃત કર્યો, તે. આપણે માટે બસ છે. ભારત અને બાહુબળી જિનસેન કે હેમચંદ્રના કાવ્યમય વર્ણનમાંથી અનેક બેધપ્રદ બાબતે મળી આવે તેમ છે. તેમાંથી ભરત બાહુબળીને લગતી એક બાબત ઉપર ઉડતી નજર નાખી લઈએ, જે આ વખતે તદન સ્થાને છે. બંને ભાઈઓ લડાઈમાં ઊતર્યા. સામસામે મોટી મોટી ફોજના મરચા મંડાયા. અનેક જાતના સંહાર પ્રતિસંહાર પછી છેવટે ઈ આપેલ સલાહ બંનેએ માન્ય રાખી. તે સલાહ એ હતી કે ભાઈ! લડવું હોય તે લડે, પણ એવું લડે કે જેથી તમારી લડાઈની ભૂખ પણ ભાગે ને કેઈની ખુવારી પણ ન થાય. ફકત તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19